SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૨. બ્રાહ્મણો સાથે વાદવિવાદ કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતો જોઈ બ્રાહ્મણોને દ્વેષ થાય તે સ્વાભાવિક જ છે, તેથી તેમણે પોતાના મંત્ર તંત્રવાદી એવા દેવબોધિ નામના શંકર આચાર્યને બોલાવ્યાં. દેવબોધ એ શંકરાચાર્યના મઠનો આચાર્ય હતો એમ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં સાઝેર મણિલાલ નભુભાઈ લખે છે. આ આચાર્યે મંત્ર, તંત્ર, ગારુડી વિદ્યા, ઈંદ્રજાળ આદી અનેક ખેલ કરી વાદવિવાદ કર્યો, અને રાજાને ઈંદ્રજાળથી એવું દેખાડ્યું કે જેથી રાજાના ઘરડાં પૂર્વજો આવીને કહેવા લાગ્ય કે ‘તું જૈન ધર્મ પાળીશ તો નરકે જશે.’ ત્યારે આચાર્યે તેવીજ ઇંદ્રજાળ કરી બતાવ્યું કે તેઓ કહેછે કે ‘તું સ્વર્ગે જશે’અને તે ઉપરાંત પ્રતિકાર તરીકે સામી બધી વિદ્યા વાપરી જણાવી. આથી તે આચાર્ય નિરૂત્તર થયો અને ચાલ્યો ગયો. ૧૩. આચાર્યના અન્ય મહાત્કાર્યો ૨૮ આચાર્યના કહેવાથી કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પોતાનો મિત્ર કરી તેને પ્રતિબોધીને જૈન ધર્મી કર્યો; બાહડ મંત્રીએ (ઉદયન મંત્રીના પુત્રે) સંવત ૧૨૧૪માં શત્રુંજ્યતીર્થનો ઉદ્ધાર કર્યો; તથા હેમચંદ્રજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના ભાઈ અંબડે ભરૂચમાં શમળિકાવિહાર નામના જિનમંદિરનો જીર્ણોદ્ધાર સંવત ૧૨૨૦માં કર્યો, તથા તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિજીની પ્રતિમાની હેમચંદ્રજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ સૂરિમહારાજના ઉપદેશથી સર્વ મળી ચૌદ હજાર નવા જિનમંદિરો બંધાવ્યાં, તથા સોળ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તારંગાજી પર ઘણુંજ ઉચું વિસ્તારવાળું જૈનમંદિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપન કરી; તથા હેમચંદ્રાચાર્યજીનાં ચરણોની પણ સ્થાપના કરી. ઘણા નિર્ધન શ્રાવકોને તેણે દ્રવ્ય આપી સ્વામીવાત્સલ્ય કર્યો. કુમારપાળ જૈનધર્મી થયો એટલુ જ નહિ પણ જૈનધર્મને ખરી રીતે પાળી બતાવ્યો. બારવ્રત અગીંકાર કયા, રાજ્યમાં અહિંસાનો પ્રચાર કર્યો. એક અંગ્રેજ વિદ્વાન લખે છે કે - આટલું તો તદ્દન નિઃશંસય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈન ધર્મી થઈ ગયો હતો અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈન રાજ્ય બનાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો.' હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મમાં નિષેધ કરેલ નહિ ખાવા યોગ્ય વસ્તુઓ તથા શિકાર વિગેરે મોજશોખ કુમારપાળ રાજાએ તજી દીધાં, અને રૈયતને પણ ઇંદ્રિયનિગ્રહ રાખવા ફરજ પાડી. આખા રાજ્યમાં અમારિપડહ વગડાવ્યો એટલે કોઈ પણ જીવને મારવો નહિ એવો પડો વગડાવી સર્વ જંતુને અભયદાન આપ્યું. આથી યજ્ઞોમાં જે જીવો બલિદાન તરીકે વપરાતા, તે ન વપરાતાં બચ્ચા, અને તેથી યજ્ઞો ઓછા એટલુંજ નહિ પણ બલિદાન તરીકે જીવોને બદલે બીજી નિર્જીવ ચીજો વપરાવા લાગી. લોકો મદ્યપાન અને માંસાહારનો ત્યાગ કરનારા થયા, અને પાલીદેશ-૨જપુતાના દેશમાં પણ તે નિયમ પ્રચલિત થયો, મૃગયાશિકાર આજ્ઞાપત્રથી બંધ કરવામાં આવ્યો તેથી કાઠીયાવાડ (સૌરાષ્ટ)ના શિકારી તથા કોળીભીલ જે હતા તેઓને પણ આ આજ્ઞાપત્રથી શિકાર બંધ કરવો પડ્યો. ખાટકી કસાઈનો ધંધો ભાગી પડ્યો (કે જેનું વર્ણન દ્વાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે) ને તેના બદલામાં તેને ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદ આપવામાં આવી. રાજા ચુસ્ત જૈનધર્મી બની અનર્ગલ દ્રવ્ય જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ. સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં ખર્યું અને હમેશાં દેવપૂજા, આવશ્યક આદિ ક્રિયા કરતો. તે રાજાને હંમેશાં. સ્વાધ્યાય કરવા માટે હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્ર એ નામનું પુસ્તક બનાવ્યું તે અતિ મનોહર અને સાદી શૈલિમાં જૈનધર્મનું રહસ્ય દાખવનાર, અને આત્માને ઉંચ્ચ પરિણતિપર લાવનાર ગ્રંથ છે કે જે આ સાથે સામેલ છે એટલે વિશેષ લખવાની જરૂર પણ નથી. બીજું લુતા નામનો રોગ કુમારપાળની રાજગાદીપર વંશપરંપરાથી ઉતરી આવેલ હતો તે સૂરિશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy