________________
શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય
અટકાવ્યા અને રાત્રેત્યાં વીજળી પડવાથી તે રાણીનું મરણ થયું. આ વખતે રાજાએ ઉદયન મંત્રીને બોલાવી પૂછ્યું કે હે મંત્રી ! આવો ભવિષ્યજ્ઞાની માણસ તમોને કોણ મળ્યો કે જેણે મને આજે જીવિતદાન આપ્યું.’ મંત્રીએ જણાવ્યું કે ‘’હે રાજન્ ! અહીં શ્રી. હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે, અને તેમણે આ વાત જણાવી આપને ત્યાં જતાં અટકાવ્યા છે.’
આ સાંભળી બહુ ખુશી થઈ રાજાએ આચાર્યશ્રીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રજી ત્યાં ગયા, એટલે રાજાએ ઉભા થઈ તેમને વંદન કર્યું, તથા હાથ જોડી આંખોમાં આંસુ લાવી કુમારપાળે કહ્યું ‘હે ભગવન ! આપને મુખ દેખાડતાં મને શરમ આવે છે; કારણ કે આજદિનસુધી આપને મેં સંભાર્યા પણ નહિ; આપના ઉપકારનો બદલો મારાથી કોઈ રીતે વળી શકે તેમ નથી. માટે હે પ્રભો ! આપે પ્રથમથીજ મારા પર નિઃકારણ ઉપકાર કર્યો છે, અને આપનું તે કરજ હું કયારે વાળીશ ? આચાર્યશ્રીએ ત્યારે કહ્યું શે ‘હે રાજન ! હવે દિલગીર ન થાઓ. તમને ઉત્તમ પુરુષ જાણીનેજ મેં ઉપકાર કર્યો છે. હવે અમારા ઉપકારના બદલામાં તમો ફક્ત જૈન ધર્મ સમાચારો, એટલી મારી આશીષ છે' કુમારપાળે જવાબમાં કહ્યું ‘ હે ભગવન્ ! આપની તે આશિષ તો મને હિતકારી છે.’ એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો.
'
૧૧. હેમચન્દ્રસૂરિ અને શિવમંદિર
એક વખત એક પુરુષે રાજસભામાં આવી રાજાને વિનંતિ કરી કે ‘હે મહારાજ ! દેવકીપાટણપ્રભાસપાટણનું સોમેશ્વરનું દહેરું પડી ગયું છે, તો તેનો જીર્ણોદ્ધાર કરાવો.' રાજાએ કહ્યું કે ‘બહુ સારું, જ્યાં સુધી હું તે દહેરું ન સમરાવું, ત્યાં સુધી હું માંસ નહિ ખાઉં.'
રાજાએ ત્યારપછી દેહરાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને પછી માંસભક્ષણ ચાલુ કીધું. ત્યારે હેમચંદ્રજીએ કહ્યું ‘રાજન્ ! આપણે ચાલો સોમેશ્વરને દહેરે જઈને જોઈ એ, અને ત્યાં સુધી માંસની આખડી લ્યો. રાજાએ તેમ કરવા હા પાડી.
૨૭
પ્રભાસપાટણ જવાનું સૂરિએ પ્રયાણ કર્યું. ત્યારે રાજાએ હેમચંદ્રજી ગુરુને પાલખીમાં બેસવા કહ્યું, પણ ગુરુશ્રીએ તે ન સ્વીકાર્યું કા૨ણ કે મુનિ હમેશાં પગેજ ચાલે. પછી આગળથી જવાનું કહી પોતે પછી આવશે એમ કુમારપાળ રાજાએ કહ્યું. સૂરિ શત્રુંજ્ય, ગિરનાર વિગેરે જઈ યાત્રા કરીદેવકીપાટણ આવ્ય, ત્યાં રાજા
પણ આવ્યા.
આ વખતે કેટલાક દ્વેષી બ્રાહ્મણોએ કહ્યું કે ‘રાજન ! સર્વ કોઈ સોમેશ્વર દેવને માને છે, પણ હેમસૂરિ શીશ નમાવે તેમ નથી.' રાજાએ શા માટે મહાદેવને પૂજતા નથી એમ પૂછતાં સૂરિશ્રીએ જવાબ આપ્યો કે નિગ્રંથ એવા યતિઓ મહાદેવની કવ્યથી પૂજા કરતાં નથી, પણ તેઓ માત્ર ભાવથી જ પૂજા કરે છે. તેથી હું મહાદેવની પૂજા ભાવથી કરીશ.' પછી આચાર્યશ્રી આ વખતે મહાદેવસ્તોત્ર દેવપત્તનામાં મહાદેવના સન્મુખ ઉભા રહી દેરાસરમાંજ રચના કરી બતાવે છે, તેમાં જણાવ્યું કે.
भवबीजांफुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
Jain Education International
અર્થ - ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દોષો જેના ક્ષય પામ્યા છે તે ગમે તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ.
આ સાંભળી તે બ્રાહ્મણો ચકિત થઈ ગયા, રાજા હર્ષિત થયો. પછી સૂરિએ રાજાને ત્યાં મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવનાં દર્શન કરાવ્યા. મહાદેવને ખરો ધર્મ શું છે તે રાજાએ પૂછતાં જણાવ્યું કે ‘હે રાજન્ ! તને ધર્મપ્રાપ્તિ આ બ્રહ્મા જેવા હેમચંદ્રાચાર્યથી થશે.’ આ વખતથી રાજા અત્યંત ભક્તિથી આચાર્ય સાથે વર્તવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org