SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૮. સિદ્ધરાજની પુત્રની ઈચ્છા અને હેમસૂરિ સિદ્ધરાજને રાજ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી, દેવ દેવીઓની ઘણી માનતાઓ કરી, પણ પુત્ર થયો નહિ. આખરે તેણે હેમસૂરિ સાથે શત્રુંજ્ય, ગિરનાર વિગેરે તીર્થની યાત્રા કરી, અને સૂરિને પૂછ્યું કે ‘મારે હવે પુત્ર થશે કે નહિ ? સૂરિએ ત્રણ ઉપવાસ કરીને, અંબાદેવીને આરાધી. તેણે આવી ના કહી, તેથી સૂરિએ કહ્યું ‘તમોને પુત્ર થશે નહિ, તમારું રાજ્ય કુમારપાળને મળશે’ ‘પછી રાજાએ બીજા પંડિત જોશીને બોલાવ્યાઃ તેમણે પણ તેવુંજ કહ્યું. આથી રાજાને ખેદ થયો અને કુમારપાળને મરાવી નાંખવાથી સોમેશ્વરની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થશે, એવી ખોટી કલ્પના કરી કુમારપાળને મારવા છૂપા મારા સિદ્ધરાજે મોકલ્યા, અને લડાઈ કરી ત્રિભુવનપાળ (કુમા૨પાળના પિતા)ને મારી નંખાવ્યો; જ્યારે કુમારપાળનું પુણ્ય પ્રબળ હોવાથી તેને કંઈ ન થયું, અને સર્વ ઉપાયો મિથ્યા થયા. કુમારપાળને સંકટો ઘણાં પડ્યા પણ આખરે તેને સિદ્ધરાજની ગાદી મળી. ૨૬ ૯. કુમારપાળનાં સંકટો અને હેમચંદ્રાચાર્ય કુમારપાળ પ્રથમ પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં રહ્યો, પણ સિદ્ધરાજના માણસોની નજર ચુકાવવી એ મહા મુશ્કેલ વાત હતી. તેણે યોગીનો વેષ લીધો, તેમાં પણ પકડાયો. ત્યાંથી નાશી એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યો. તેનાં સર્વ વિતકો તથા સંકટો અહીં અપ્રસ્તુત હોવાથી લખ્યાં નથી. પણ તેમાંનો એક કે જેમાંથી આપણા ચરિત્રનાયકે કુમારપાળને બચાવેલ છે તેની નોંધ લઈએ. કુમારપાળ એક વખત ફરતો ફરતો ખંભાતના બહારગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યો, ત્યાં શ્રી હેમાચાર્ય કે જે પાટણથી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા હતા તે પણ બહિર્ભૂમિ આવ્યા હતા. સૂરિશ્રીએ ત્યાં સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે આટલામાં કોઈ રાજા હોવો જોઈએ; તે વખતે કુમારપાળ નજરે પડ્યો, અને ઓળખ્યો. કુમારપાળે આચાર્યને ઓળખ્યા અને બધી સંકટની વાત કહી સંભળાવી, અને પૂછ્યું કે ‘આ મારા કષ્ટોનો અંત ક્યારે આવશે ? ત્યારે આચાર્યશ્રીએ નિમિત્ત જોઈ કહ્યું કે ‘થોડા વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮૯માં માગશર વદ-૪ રવિવારે પુષ્પ નક્ષત્રમાં ત્રીજે પહોરે રાજ્ય મળશે.' એવામાં ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા; તેને આચાર્યશ્રીએ કહ્યું કે ‘આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમકે આ રાજકુમારથી આગળ જતાં જૈનનો ઘણો મહિમા થવાનો છે.' પછી ઉદયનમંત્રી કુમારપાળને પોતાને ઘેર લઈ ગયો. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે કુમારપાળતો ઉદયન મંત્રીને ધેર છે. તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું; ત્યારે ઉદયનમંત્રીએ કુમા૨પાળને કહ્યું કે ‘હવે આ વખતે તમો અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો આપણા બંનેનું મોત થશે.' આ સાંભળી કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યો, ત્યારે તેમણે ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યો, તથા ઉપર પુસ્તકો ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલ સિદ્ધરાજનાં માણસોએ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો નહિ મળવાથી નિરાશ થઈ પાછા ગયા. પછી કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડ્યું. અનેક સંકટો કરી સહન કરી સિદ્ધરાજ મૃત્યુ પામ્યાની ખબર મળતાં પાટણમાં આવ્યા, અને પ્રધાનોએ કુમારપાળને આચાર્યશ્રીએ કહેલા દિવસે રાજગાદી આપી. ૧૦. કુમારપાળ રાજા અને હેમચન્દ્રાચાર્ય. પોતાના સંકટમાં મદદ કરનાર સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા, અને જે જે વચનો બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં, પણ દૈવયોગે પોતાના ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યશ્રીને વિસરી ગયો. એક સમયે હંમચંદ્રજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે ‘આજે કુમારપાળ રાજાની નવી રાણીના મહેતલમાં મધ્યરાત્રીએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાનો છે, માટે આજે રાજાને ત્યાં જતાં અટકાવજો; અને આ બાબતની જો વધારે પુછપરછ રાજા કરે તો મારું નામ જણાવો' ઉદયન મંત્રીએ રાજાને તે રાત્રીએ ત્યાં જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy