________________
૨૬૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
દિવાઓ, તાજાં ઘીથી બનાવેલા જુદા જુદા પ્રકારના અનેક નૈવેદ્યો, કુદરતી સ્વંય પાકેલા ફળો અને જળપૂર્ણ કળશાદિ પાત્રો જિનેશ્વરદેવને ધરીને તેનાથી અષ્ટપ્રકારી પૂજા કરનાર શ્રાવકો ટૂંકા સમયમાં મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન-જિનબિંબો રાગદ્વેષ વગરના હોવાથી તેની પૂજા કરવાથી કશો લાભ થતો નથી. ગમે તેવી ઉત્તમ પૂજા કરીએ, તો પણ તે ખુશ થતા નથી કે તૃપ્ત થતા નથી. અતૃપ્ત કે અતુષ્ટ દેવતા પાસેથી કંઈ ફલ મળી શકતું નથી. આમ કહેનારને સમાધાન આપે છે કે – આ વાત યથાર્થ નથી ચિંતામણિ વગેરેથી ફલ પ્રાપ્ત થાય છે. એમ વીતરાગસ્તોત્ર ૧૯૩ માં કહેલું છે કે – “જે પ્રસન્ન ન થાય, તેની પાસેથી ફલ કેવી રીતે મળે ? આ પ્રશ્ન વ્યાજબી નથી. શું જડ છતાં ચિંતામણિરત્ન વગેરે ફળ નથી આપતા ? અર્થાત્ આપે છે. તેમ શ્રી જિનમૂર્તિ પણ ફળ આપે છે.” તથા “પૂજ્યોમાં ઉપકાર કરવાનો અભાવ છતાં પૂજકને ઉપકાર થાય છે, જેમ મંત્રો વગેરેનું સેવન કે સ્મરણ કરવાથી સરોવરને સેવવાથી (મલનાશ કે શીતળતા), અગ્નિ, આદિ સેવનથી (ગરમી આદિનો) લાભ થાય છે, તેમ અહીં પણ સમજવું. (શ્રા. ૫. ૩૪૮) આ વિધિ જણાવ્યો, તે પોતે કરાવેલી મૂર્તિનો વિધિ કહ્યો. તેવી રીતે બીજાઓએ ભરાવેલ બિંબોની તેમજ કોઈએ નહિ કરાવેલા એવા શાશ્વતા બિંબોનું પણ પૂજન, વંદન વિગેરે વિધિ યથાયોગ્ય કરવો.
શ્રીજિન-પ્રતિમા ત્રણ પ્રકારની હોય છે. (૧) ભક્તિથી કરાવેલી જિનપ્રતિમાઓ કે જે પોતે કે બીજાએ ભક્તિ કરવા માટે મંદિરમાં પધરાવેલી હોય છે, અત્યારે પણ મનુષ્યો ભરાવે છે. (૨) મંગલચૈત્ય કે જે ઘરના બારસાખમાં મંગલ માટે કરાવાય છે. (૩) શાશ્વતચૈત્ય કે જે કોઈએ કરાવેલું હોતું નથી. પરંતુ અનાદિકાળથી શાશ્વતરૂપે ઊર્ધ્વ, અધો, અને તિથ્ય લોકમાં શાશ્વત જિનમંદિરોમાં વિદ્યમાન છે. ત્રણ લોકમાં એવું કોઈ સ્થાન નથી. કે જે પરમાત્માની જિનપ્રતિમાથી પવિત્ર બન્યું ન હોય. જિનપ્રતિમાઓની પૂજાવિધિ વીતરાગ સ્વરૂપનું આરોપણ કરીને કરવી યોગ્ય છે.
(૨) જિનમંદિર - જિનભવન-ક્ષેત્રમાં પોતાનું ધન વાવવું તે આ પ્રમાણે – હાડકાં, કોલસા આદિ અમંગલ-શલ્ય-રહિત ભૂમિમાં સ્વભાવથી પ્રાપ્ત થયેલા પાષાણ, કાષ્ઠ, આદિ ચીજો ગ્રહણ કરીને, શાસ્ત્રવિધિ પ્રમાણે સુથાર, સલાટ, મિસ્ત્રી, કારીગરોને બળાત્કાર કે ઠગાઈ કર્યા વગર અધિક મહેનતાણું આપીને છ જીવનિકાયના જીવોનું યતનાપૂર્વક રક્ષણ કરીને જિનભવન બંધાવવું. પોતાની પાસે ધનસંપત્તિ સારી હોય તો ભરત આદિની જેમ રત્નશિલા જડેલા સુવર્ણતલવાળું મણિઓના સ્તંભવાળું અને પગથિયા પણ તેવા જ હોય, રત્નમય સેંકડો તો રણકમાનોથી સુશોભિત, વિશાલ ઝરૂખાયુક્ત, પૂતળીઓની રચનાવાળા થાંભલાવાળું ઈત્યાદિક ઉત્તમ શોભાયુક્ત વળી જેમાં કપૂર, કસ્તૂરી, અગર આદિ સળગતા સુગંધી ધૂપોનો ધૂમાડો આકાશમાં ઉછળતો હોય અને તેથી જાણે “આ વાદળાં છે' એમ માની આનંદથી નૃત્ય કરતાં મોર વિગેરેના મધુર કેકારવ શબ્દો સંભળાઈ રહેલા હોય, વળી જ્યાં ચારેય પ્રકારના માંગલિક વાંજિત્રોના અવાજથી આકાશ ગાજી રહેલું હોય. દેવદુષ્ય વિગેરેના વિવિધ વસ્ત્રોના ચંદરવા અને તેમાં ટાંકેલા મોતીઓથી યુક્ત તથા મોતીઓના લટકતા ગુચ્છાવાળું હોવાથી શોભતું. જ્યાં ઉપરથી નીચે આવતા અને દર્શન કરીને પાછા ઉપર જતા ગાયન ગાતા નૃત્ય કરતા, કૂદતા સિંહનાદ કરતા હોય, અને આવો પ્રભાવ દેખી તેની અનુમોદનાથી હર્ષ પામતા જન સમુદાયવાળું વિવિધ દશ્યવાળાં ચિતરાવેલાં ચિત્રો દેખી આશ્ચર્ય પામતા અનેક લોકોથી યુક્ત, ચામર, છત્ર, ધ્વજા આદિ અલંકારોથી અલંકૃત, શિખર પર ફરકતા મહાધ્વજવાળું તેમજ અનેક ઘૂઘરીઓવાળી નાની નાની પતાકા ફરકવાથી થએલા શબ્દોએ આકાશને મુખરિત કર્યું હોય તેવું કૌતુકથી આકર્ષાએલા દેવો, અસુરો અને અપ્સરાઓનો સમૂહ “હું પહેલો, હું