SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૭-૧૧૯ ૨૬૫ ** અગર તે પહેલાં પૌષધવ્રતવાળો ભોજન કરે– આ ‘કાળઉલ્લંઘન’ નામનો ત્રીજો અતિચાર. તથા ‘મત્સર’ કોપ કરે અર્થાત્ સાધુ માગે એટલે કોપ કરે. છતી વસ્તુ માંગવા છતાં ન આપે અથવા આ સામાન્ય સ્થિતિવાળાએ પણ આપ્યું. શું હું તેનાથી ઓછો છું ? એમ બીજા આપનાર ઉપર મત્સર કરી આપે. અહીં બીજાની ઉન્નતિના અંગે ઈર્ષ્યા થઈ અનેકાર્થસંગ્રહ ૩/૬૨૧ માં એમ કહેલું છે કે— ‘બીજાની સંપત્તિ સહન ન કરી શકવાથી તે સંપત્તિવાળા ઉપર કોપ કરવો, તે મત્સર કહેવાય' આ ચોથો અતિચાર, તથા ‘અન્યઅપદેશ' સાધુને વહોરાવવાની ઈચ્છા ન હોય, ત્યારે ‘આ બીજાનું છે.' એમ બાનું કાઢી ન આપે, વ્યપદેશ-બાનું કાઢે. અપદેશ-શબ્દના કારણ બહાનું બતાવવું, અને લક્ષ્ય આપવું એવા ત્રણ-અર્થ થાય છે. એમ અનેકાર્થસંગ્રહ ૪/૩૨૩ માં કહેલું છે. આ પાંચમો અતિચાર. આ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારો જણાવ્યા. અતિચારની ભાવના આ પ્રમાણે સમજવાની કે જ્યારે ભૂલચૂકથી અણધાર્યા દોષોનું સેવન થઈ જાય, તો અતિચાર અને સમજપૂર્વક સેવાય, તો વ્રતભંગ સમજવું. આ પ્રમાણે સમ્યક્ત્વમૂલ બાર વ્રતો સમજાવ્યા, તેમજ તેના અતિચારો પણ કહ્યા. ॥ ૧૧૮ ॥ ઉપર જણાવેલા સમ્યકત્વ-મૂલ બાર વ્રતોમાં રહેલાં શ્રાવક સાત ક્ષેત્રોમાં ભક્તિથી પોતાનું ધન વાવતો અને અતિદીન દુ:ખીઓમાં અનુકંપાથી આપતો તે મહાશ્રાવક ગણાય છે— २९० एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ૫ ૨૩૨ ૫ અર્થ : બારવ્રતોમાં સ્થિર ચિત્તવાળો શ્રાવક ભક્તિ વડે સાત ક્ષેત્રોમાં અને દયાગુણથી અતિ દીન દુઃખી આદિ જીવોમાં ધનને વાવતો (આપતો) હોય તે મહાશ્રાવક કહેવાય છે || ૧૧૯ || ટીકાર્થ : આ પ્રમાણે આગળ કહી ગયા તેવા પ્રકારવાલા સમ્યક્ત્વ મૂલક અતિચાર રહિત બાર વ્રતોમાં નિશ્ચલ, ચિત્તવાળો, શ્રાવક ન્યાયથી ઉપાર્જન કરેલું પોતાનું ધન જિન-બિંબ, જિન-ભવન, જિનાગમ, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા લક્ષણ વાળા સાત ક્ષેત્રોમાં ભક્તિ અને શ્રદ્ધાથી વાવતો હોય તે મહાશ્રાવક કહેવાય. શ્લોકમાં ‘ક્ષેત્ર અને વાવવું' કહેલા છે તે એટલા માટે કે ક્ષેત્રોમાં બીજનું વાવતેર કરવાનું હોય છે અને વાવવાનું ઉત્તમ ક્ષેત્રમાં હોય છે, માટે વાવવું કહેલ છે અને સાતેયને ક્ષેત્રો કહ્યાં. તે જૈનદર્શનની પ્રણાલિકાથી સમજવા. (૧) જિનબિંબ- વિશિષ્ટ લક્ષણોથી યુક્ત દેખતા જ આનંદ ઉપજાવે તેવી, વજરત્ન ઈન્દ્રનીલરત્ન, અંજનરત્ન, ચંદ્રકાન્તામણિ, સૂર્યકાન્તમણિ, રિષ્ઠરત્ન, કર્કેતનરત્ન, પરવાળાં, સોનું, ચાંદી, ચંદનકાઇ, ઉત્તમ પાષાણ, ઉત્તમ માટી આદિ ઉત્તમ દ્રવ્યોની શ્રીજિનપ્રતિમા ભરાવવી. કહ્યું છે કે “ઉત્તમ માટી, નિર્મલ, પાષણ, રૂપું કાઇ સોનું, રત્ન, મણિ, ચંદન વગેરેથી પોતાની સંપત્તિ અનુસાર જેઓ શ્રીજિનેશ્વર દેવની મનોહર મૂર્તિ કરાવે છે, તે મનુષ્યપણાનાં અને દેવપણાના મહાન સુખોને મેળવે છે” (સમ્બોધ પ્ર. ૧/૩૨૨), તથા ‘આહ્લાદકારિણી' સર્વ લક્ષણોથી યુક્ત, સમગ્ર અલંકારવાળી, શ્રીજિનપ્રતિમાનું દર્શન કરતાં જેમ મનને અધિક આનંદ થાય, તેમ નિર્જરા પણ અધિક સમજવી.' તે પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી ભરાવેલી પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરે. અષ્ટપ્રકારી પૂજા કરે, તેના મહોત્સવાદિ યાત્રા કરે, વિશિષ્ટ પ્રકારના આભૂષણોથી વિભૂષિત કરે, વિવિધ વસ્ત્રો અર્પણ કરે. આ પ્રમાણે જિનબિંબમાં ધન વાવે, અર્થાત્ ખર્ચે. કહેલું છે કે :– જેમાંથી ઘણી ગંધ ઉછળતી હોય તેવા સુગંધી ચૂર્ણો, પુષ્પો અક્ષતો, ધૂપ, —
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy