________________
૨૬૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ્રમાર્યા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવી. (૩) જોયાને પ્રમાર્યા વિના સંથારો પાથરવો (૪) પૌષધની ક્રિયાઓમાં અનાદર અને (૫) વ્રતનું વિસ્મરણ થવું. આ પાંચ અતિચાર પૌષધ વ્રતના જાણવા. ૧૧૭ |
ટીકાર્થ : ઝાડો, પેશાબ, થુંક, ગ્લેખ ઇત્યાદિક જે જગ્યા પર પાઠવવા હોય ત્યાં નેત્રથી નજર કરવી વસ્ત્રના છેડા વસ્ત્ર કે પુંજણીથી જગ્યાને પૂંજવી પછી જયણાથી પરઠવે. અર્થાત વિવેકથી ત્યાગ કરે. એમ ન કરતાં પૂંજ્યા-પ્રમાર્યા વગર, વગર જયણાએ પરઠવે, તે પ્રથમ અતિચાર. આદાન એટલે લાકડી પાટલો, પાટલિયો આદિ ઉપયોગી ચીજ-વસ્તુઓ જયણા વગર, જોયા-પ્રમાર્યા વગર લેવી-મૂકવી તે રૂપ બીજો અતિચાર. તથા દર્ભ, કુશ, કંબલ, વસ્ત્ર આદિ રૂપ સંથારો કરે છે, જોયા કે પ્રમાર્જન કર્યા વગર પાથરે, તે રૂપ અતિચાર. અહીં સંથારા સાથે શય્યા અને મકાન પણ સમજી લેવા. સંથારો અઢી હાથપ્રમાણ હોય, શય્યા સાડા ત્રણ હાથ-પ્રમાણ હોય. ત્રણેયને આંખથી જોયા વગર અને ચરવાલાથી કે દંડાસણથી પાટ, વસતિ-પૌષધશાલાનું પ્રમાર્જન કર્યા વગર વાપરવું તેને “સંસ્મારક અપ્રત્યુપ્રેક્ષણ અને અપ્રમાર્જન' નામનો ત્રીજો અતિચાર અહીં જોયા વગર બેદરકારીથી ગમે તેમ ઉતાવળથી જુએ તથા પ્રમાર્જન કર્યા વગર એટલે ગમે તેમ પ્રમાર્જન થાય તે રૂપ દુષ્પમાર્જન અને દૂરવેક્ષણ પણ સાથે સમજી લેવું. પ્રમાર્જન અને અવેક્ષણ શબ્દમાં નિષેધ-અર્થવાચક અર્થાત્ નમ્ કહેલો છે, તે કુત્સા અર્થમાં હોવાથી જેમ કુત્સિત બ્રાહ્મણને અબ્રાહ્મણ પણ કહેવાય. તેમ સમજવું મૂળ આગમ ઉપાસકદશાંક સૂત્રમાં આ વાત કહેલી છે કે – (સૂ) “અપ્રતિલિખિત-દુષ્મતિલિખિત શય્યા-સંથારો અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા-સંથારો અપ્રતિલિખિત દુષ્પતિલિખિત, સ્પંડિલ-માનું પરઠવવાની ભૂમિ અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ચંડિલ-માગું પરઠવવાની ભૂમિ.” હવે ચોથા અતિચાર કહે છે –
અનાદર - પૌષધવ્રત લેવામાં અને તેના કર્તવ્ય-અનુષ્ઠાનોમાં અનાદર કરવો. અર્થાત્ ઉલ્લાસ રહિતપણે, વિધિ તરફ અનાદર, અનિચ્છાએ જેમ-તેમ વેઠ તરીકે વ્રત-અનુષ્ઠાન કરે તે “અનાદર' નામનો ચોથો અતિચાર તથા પૌષધ કરવાનું ભૂલી જવું. અમુક વિધિ-અનુષ્ઠાન મેં કર્યું કે નહિ ? તે યાદ ન રહે, તે “અમૃતિ' નામનો પાંચમો અતિચાર. જેને સર્વથી પૌષધવ્રત હોય તેના આ અતિચાર હોય. દેશથી પૌષધ હોય તેને આ અતિચારો ગણેલા નથી. ૧૧૭ || હવે અતિથિસંવિભાગ વ્રતના અતિચારો કહે છે–
२८९ सचित्ते क्षेपणं तेन, पिधानं काललङ्घनम् ।
મત્સરોડાશ, તુર્યશિક્ષાને મૃત: ૫ ૨૧૮ | અર્થ: (૧) સચિત્ત વસ્તુમાં અચિત્તનો નિક્ષેપ (૨) અચિત્તને સચિત વસ્તુથી ઢાંકવી (૩) ભિક્ષાકાળનું ઉલ્લંઘન કરવું. (૪) યાચક ઉપર ઈર્ષ્યા કરવી અને (૫) પોતાની વસ્તુને “બીજાની છે' – એમ કહેવા રૂપ આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ વ્રતના છે || ૧૧૮ ||
ટીકાર્ય અતિથિ-સંવિભાગરૂપ ચોથા ગુણવ્રતના પાંચ અતિચારો છે. તેમાં ૧ “સચિત્તમાં સ્થાપન” - એટલે ન દેવાની બુદ્ધિથી સાધુને વહોરવા યોગ્ય વસ્તુ પૃથ્વીકાય. પાણીના ભાજન, સળગતા ચૂલા કે ધાન્યમાં સ્થાપન કરવી. તુચ્છબુદ્ધિવાળો એમ સમજે છે કે- સચિત્તને અડકેલી વસ્તુ સાધુ વહોરતા નથી. એટલે દેવા યોગ્ય વસ્તુ સચિત્તમાં સ્થાપન કરી રાખે અને સાધુઓ તે ગ્રહણ કરે નહિ. આ લાભ મને થયો. “આ પ્રથમ અતિચાર. ૨. “સચિત્ત-સ્થગન” ઉપર પ્રમાણેની બુદ્ધિથી દેય વસ્તુ ઉપર કંદ, પાંદડાં, ફુલ, ફલ વગેરે સજીવ પદાર્થો ઢાંકે, આ બીજો અતિચાર. સાધુઓને ભિક્ષા-ઉચિત કાળ વીતી ગયા પછી