________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૦૯-૧૧૩
આપી નિશાની કરવી, તેઓના અંડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી, બળદ-ગાયના કાન, ગલકંબલ કાપવાં, આમાં જીવોને પીડા પ્રગટ રીતે થાય છે, તેથી શ્રાવકને આ ધંધો કરવો બિલકુલ યોગ્ય નથી.
(પ્રસંગોપાત્ત આવા બીજા ધંધા પણ ન કરવા, જેવા કે પ્રાણીઓના કાળજાં, અંડકોષ કાઢવા, માછલીઓમાંથી તેલ, વાછરડાં, આદિના લોહી ખેંચી તેમાંથી દવા બનાવવી, ગર્ભ ગળાવવા, પાડવા, સંતતિ થતી અટકાવવાના પ્રયોગ કરાવવા, મડદાની ખાંપણ વેચવાનો ધંધો કરવો, ઊંદરો, વાંદા, વાંદરા, કૂતરા, તીડ આદિને મારી નાંખવાનો ધંધો, મચ્છ૨, માખી વગેરેને ડી.ડી.ટી. વગેરે દવાથી મારી નાંખવા, ફીનાઈન છાંટવા, ફૂટણખાના ચલાવવા, આવા ધંધા પોતે કરવા, કે તેમાં બીજાને સહાય કરવી, ફાંસીની સજા કરવી, ચોર આદિને કાતિલ માર મારવો. આ દરેકને આ કર્માદાનમાં ગણી શકાય. પહેલા વ્રતના અતિચારમાં હિંસા કરવી, તે અતિચાર અને અહીં આજીવિકા માટે ધંધો કરવો, તેવો ભેદ સમજાવો.) | ૧૧૧ ||
હવે અસતી-પોષણ કહે છે
૨૫૯
:
२८३ सारिकाशुकमार्जार-श्वकुर्कुटकलापिनाम्
1
पोषो दास्याश्च वित्तार्थ - मसतीपोषणं विदुः
॥ ૨ ॥
અર્થ : ધનને મેળવા માટે મેના, પોપટ, બિલાડાં, કૂતરા, કૂકડા મોર અને દાસીનું પોષણ કરવું તેને અસતીપોષણ કર્મ કહ્યું છે. | ૧૧૨ ॥
ટીકાર્થ : અસતી એટલે દુષ્ટાચારવાળાઓનું પોષણ ‘કેટલાંક શબ્દોનું લિંગ અનિયત હોય છે.' એ ન્યાયે પુરૂષલિંગવાળા પોપટ, સૂડા, કૂતરા, બિલાડા, કૂકડા, મોર આદિ તિર્યંચોનું પોષણ કરવું તથા ભાડું ઉપજાવવા માટે વ્યાભિચારણી સ્ત્રીનું પોષણ કરવું :– એમ હિંસક અને દુરાચારીઓનું પોષણ કરવું, તે દોષરૂપ હોવાથી ‘અસતીપોષણ' વર્જન કરવા યોગ્ય છે. II ૧૧૨ ॥
હવે દવદાન અને સરોવર સુકાવવા રૂપ બે અતિચારો એક શ્લોકથી કહે છે
:
२८४ व्यसनात् पुण्यबुद्धया वा दवदानं भवेद् द्विधा । सरः शोष सरः सिन्धु हूदादेरम्बुसंप्लवः
૫ ૧૧૨ ॥
અર્થ : વ્યસન (કુટેવ)થી અથવા પુણ્યબંધની મતિથી દવદાનકર્મ બે પ્રકારનું હોય છે અને સરોવર નદી-જળાશય આદિના પાણીનું નહેર આદિ વડે શોષણ કરવું તેને સરઃશોષણ કર્મ કહેવાય || ૧૧૩ ||
ટીકાર્થ ‘ગ્રામ નગર આદિમાં આગ લગાડીએ, તો લોકો તેમાં રોકાઈ જાય, તો ચોરી-લૂંટ સહેલાઈથી કરી શકાય, જંગલમાં જુનું ઘાસ સળગાવવાથી નવો પાક સારો થાય, તો ગાયોને ચારો સારો મળે. ખેતરમાં સૂડ કરવાથી કાંટા-ઝાંખરા બાળી નાંખવાથી ધાન્ય સારૂં પાકે, ‘એવી બુદ્ધિથી અગ્નિ સળગાવે. કેટલાક ખેડૂતો પુણ્યબુદ્ધિથી મરણકાળે મારા કલ્યાણ માટે તમારે આટલા ધર્મ-દીપોત્સવ કરવા. એટલે ખેતરોમાં અગ્નિદાહ દેવો. આવા દવમાં અનેક જીવો બળીને મરી જાય, આ દવદાન કર્મ તથા જળાશય જેવા કે સરોવર, નદી, દ્રહોમાં જે પાણી હોય, તેને નીક જે દ્વારા કે નહેરથી ધાન્ય ઉગાડવા વહેવડાવવું. વગર ખોદેલું સરોવર અને ખોદેલું તે તળાવ કહેવાય. તેમ કરવામાં પાણીમાં રહેલા જળજંતુઓ તેમાં તણાઈ ગયેલાં બહારના ત્રસ-જંતુઓ એ છએ જીવનિકાયોનો વધ થાય છે. આ પ્રમાણે સરોવ૨શોષણનો દોષ જણાવ્યો. આ પ્રમાણે સંક્ષેપથી દિશામાત્ર પંદર કર્માદાન જણાવ્યા પણ ગણનારૂપે નહિ, કારણકે આ સિવાય પણ આવા પાપકર્મો અનેક છે.