________________
૨૫૮
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ જંતુઓ ઉત્પન્ન થાય છે. ચરબી અને મધ જીવોની હિંસાથી જ પ્રાપ્ત થાય છે. દારૂથી ઉન્માદ થાય છે. તેમજ તેમાં રહેલા અનેક કૃમિજીવોનો ઘાત થાય છે. દૂધ વગેરે પ્રવાહીમાં પડતાં ઉડતાં જીવોનો નાશ થાય છે. દહીં જમાવ્યા પછી બે દિવસ અર્થાત્ બે રાત્રિ પૂર્ણ થતાં જ અસંખ્ય અદશ્ય જીવો ઉત્પન્ન થાય છે. આ રસ-વાણિજ્ય અનેક જીવોની હિંસાનું કારણ હોવાથી વજર્ય છે. બે પગવાળા મનુષ્યો અને ચાર પગવાળા જાનવરનો તેના વાળ માટે વેપાર કરવો, તેમાં પણ તેઓને પરાધીનતા, વધ, બંધન, ભૂખ, તરસની પીડા થાય છે. આ રસ અને કેશવાણિજ્યનો વેપાર ત્યાગ કરવા લાયક છે. // ૧૦૮ // હવે વિષવાણિજ્ય કહે છે :२८० विषास्त्रहलयन्त्रायो-हरितालादिवस्तुनः ।।
विक्रयो जीवितघ्नस्य, विषवाणिज्यमुच्यते ॥ १०९ ॥ અર્થ : જીવનનો નાશ કરનારા ઝેર, ભાલાદિ શસ્ત્રો, હળ, આદિ યંત્રો, કોદાળા વગેરે લોઢાના સાધનો અને હરિતાલ વગેરે વસ્તુઓનો વેપાર કરવો, તે વિષવાણિજ્ય જાણવું. || ૧૦૯ I.
ટીકાર્થઃ ઇંગિક આદિ ઝેરો, તરવાર આદિ શસ્ત્રો, હળ, રેંટ, કોશ, કોદાળા, પાવડા આદિ હરતાલ અને આદિશબ્દથી વચ્છનાગ સોમલ આદિ ઝેરી ચીજો, પાણીથી ભીંજાએલી હરતાલમાં માખીઓ પડતાં જ મરી જાય છે. આ સર્વ ‘વિષ-વાણિજ્ય' કહેવાય અને શ્રાવકે આ વેપાર કરવાનો ન હોય. // ૧૦૯ છે. હવે યંત્ર-પીડન કર્મ જણાવે છે – २८१ तिलेक्षुसर्षपैरण्ड-जलयन्त्रादिपीडनम् ।
दलतैलस्य च कृति-यन्त्रपीडा प्रकीर्तिता ॥ ११० ॥ અર્થ : તલ-શેરડી-સરસવ-એરંડા, પીલવાનું યંત્ર અને પાણી ખેંચવાનું યંત્ર આદિ યંત્રો ચલાવવાનો અને તલનું તેલ બનાવવાનો વેપાર કરવો, તેને યંત્રપાલન કર્મ કહેવાય. / ૧૧૦ /
ટીકાર્થ : તેલ કાઢવાની ઘાણી, શેરડી, પીલવાના કોલ, સરસવ, એરંડા, મગફળી, વગેરે પીલવાના સંચા-યંત્રો, જળયંત્રો, તલ નાખીને તેલ મેળવાય તેવા યંત્ર તે યંત્ર-પીડા, તલ આદિ પીલતાં તેમાં રહેલાં ત્રસ જંતુઓનો વધ થાય છે માટે યંત્ર-પીડનકર્મ પાપવાળું હોવાથી શ્રાવકે કરવા લાયક નથી. લોકોમાં પણ એક ઘાણી કે ચક્રયંત્ર ચલાવવામાં દશ ખાટકી જેટલું કર્મ બંધાવાનું માન્યું છે. અત્યારે વરાળ, ક્રૂડ ઓઈલ, પેટ્રોલ કે વીજળીના બળથી ચાલતાં હરકોઈ ફેક્ટરીઓ, મીલ, “જીન, પ્રેસ, ખેતીના યંત્રો એ સર્વ મંત્રપાલન કર્મમાં ગણી શકાય.) || ૧૧૦ //. હવે નિલંછન-કર્મ કહે છે :
२८२ नासावेधोऽङ्कनं मुष्क-च्छेदनं पृष्टगालनम् ।
कर्णकम्बलविच्छेदो निर्लाञ्छनमुदीरितम् ॥ १११ ॥ અર્થ: નાક વીંધવું, શરીરમાં ચિહ્નો કરવા, અંડગોલને છેદવા, પીઠ ગાળવી તથા કાન અને ગળા ઉપર થતી ગાય બળદની કંબલ કાપવી તેને નિલંછન કર્મ કહેવાય. | ૧૧૧ ||
ટીકાર્થ : સ્પષ્ટપણે ઓળખી શકાય તે પ્રમાણે અંગ અવયવનો છેદ કરવો, તે રૂપ, આજીવિકા, તે નિલંછન-કર્મનો વ્યાપાર કહેવાય, તેના ભેદો કહે છે - બળદ પાડાના નાક વિધવા, બળદ, ઘોડાને ડામ