SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૦૩-૧૦૮ ૨૫૭ ** અર્થ : પશુના અંગોને હાથી વગેરે ત્રસજીવોના દાંત-વાળ-નખ-હાડકાં-ચામડી અને રૂંવાટા આદિ અંગોને વેપાર કરવા માટે ઉત્પત્તિ સ્થાનમાંથી ગ્રહણ કરવા તેને દંતવાણિજ્ય કહેવાય. ॥ ૧૦૬ ॥ ટીકાર્થ : હાથીના દાંત ઉપલક્ષણથી જીવોના શરી૨, અવયવો, પણ સમજી લેવા. તે જે સ્થાનમાં મળતા હોય ત્યાં જઈ ખરીદ કરવા તેને ‘દંત-વાણિજ્ય' નામનો અતિચાર કહેલ છે. ગોરોચન, અંબર, સાબરસિંગ, હરણસિંગ, આદિના વેપાર, ચમરી ગાયના વાળ, વાઘનું ચર્મ, કસ્તૂરી, સમુદ્રના શંખ, છીપ, મો૨-પીંછ આ સર્વ વેપાર પણ દંત-વાણિજ્યમાં સમજવા. મનુષ્ય અને પશુના વાળ, પક્ષીઓની રૂંવાટી, નખ, હાડકાં, ચામડાં વેચવા કે ઊન માટે, ઘેટાં, બકરાં, આદિનો વેપાર, હાથીદાંત આદિ વસ્તુઓ જે સ્થળે મળતી હોય ત્યાં જઈ દાંત આદિ ખરીદ કરવા માટે ભિલ્લ આદિને પ્રથમથી મૂલ્ય આપી શરત કરે કે, અમુક મુદતમાં આટલો માલ પૂરો પાડવો; તેથી તેઓ પણ તે વેચવા માટે હાથી આદિ પ્રાણીઓનો વધ કરે. આક૨-ખાણ ઉત્પત્તિસ્થાન કહેવાથી વગર ઉત્પત્તિ-સ્થાને ખરીદ કરવામાં દોષ નથી. ।। ૧૦૬ || હવે લાક્ષાવાણિજ્ય કહે છેઃ २७८ लाक्षामनःशिलानीली धातकीटङ्कणादिनः I विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ૫ ૨૦૭ ॥ અર્થ : પાપોના ઘર રૂપ લાક્ષા (લાખ) મનઃ શિલા (પારો) ગળી, ધાતકી, વૃક્ષના ફુલ આદિ અને ટંકણખાર વગેરેનો વેપાર કરવો, તે લાક્ષાવાણિજ્ય જાણવું. ॥ ૧૦૭ || ટીકાર્થ : લાક્ષા અને ઉપલક્ષણથી તેના જેવા બીજા સાવદ્ય મશિલા (પારો) ગળી, ધાતકી વૃક્ષ કે જેની છાલ-પુષ્પમાંથી દારૂ બને છે તે, ટંકણખાર, સાબુ બનાવવાના ક્ષાર, આ સર્વે ક્ષારો પાપના કારણ હોવાથી તેનો વેપાર પણ કરવા લાયક નથી. ટંકણખાર મનઃશિલા બીજા જીવોનો નાશ કરે છે. જંતુના ઘાત સિવાય ગળી બની શકતી નથી ધાતકી વૃક્ષ મઘનું કારણ હોવાથી તેના ઊકાળામાં કીડાઓ થતા હોવાથી પાપનું ઘર છે, તેથી તેનો વેપાર પણ પાપનું ઘર હોવાથી ત્યાગ કરવા લાયક છે. આ લાક્ષાવાણિજ્ય કહેવાય. || ૧૦૭ || હવે રસ અને કેશ વાણિજ્ય એક શ્લોકથી કહે છે २७९ नवनीतवसाक्षौद्र-मद्यप्रभृतिविक्रयः 1 द्विपाच्चतुष्पाद्विक्रयो, वाणिज्यं रसकेशयोः ॥ ૧૦૮ ॥ અર્થ : માખણ, ચરબી, મધ મદિરા આદિ રસોનું વેચાણ કરવું તે રસવાણિજ્ય જાણવું, મનુષ્ય વગેરે દ્વિપદ જીવો અને ગાય આદિ ચતુષ્પદ પ્રાણીઓનો વેપાર કરવો તેને કેશવાણિજ્ય કહેવાય. ।। ૧૦૮ ટીકાર્થ : માખણ, ચરબી, મધ, દારૂ, મજ્જા વગેરેનો વેપાર કરવો, તે ‘રસ-વાણિજ્ય’ (ઉપલક્ષણથી દરેક પ્રકારનાં આસવો, સ્પીરીટ, તેજાબ, અથાણાં, મુરબ્બા, ફીનાઈલ, પ્રવાહી પદાર્થો પણ આમાં આવી જાય) તથા બે પગવાળા મનુષ્યો દાસ-દાસીઓ, ચાર પગવાળા-પશુઓનો વેપાર કરવો, તે ‘કેશ-વાણિજ્ય કહેવાય. કેટલાક વાલ ઊન, ચમરી ગાયના વાળ કન્યા-વિક્રય, વરવિક્રયને પણ આમાં ગણે છે. રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી હાડકાંમાં થતો ચીકણો રસ, મજ્જા, દૂધ, દહીં, ઘી, તેલ વિગેરે રસવાળા પદાર્થોનો વેપાર કરવો, તે અતિચાર છે. છાશમાંથી માખણ છુટું પડતાં જ તેમાં અનેક સંમૂચ્છિમ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy