________________
૨૫૬
છે. || ૧૦૨ ||
२७४ शकटानां तदङ्गानां घटनं खेटनं तथा विक्रयश्चेति शकट- जीविका परिकीर्तिता
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
1
॥ ૧૦૩ ॥
અર્થ : ગાડાં અને ગાડાના ચક્ર આદિ અંગો બનાવવા, ગાડા બીજાને ભાડે આપવા અને ગાડા વેચવાથી જે વૃત્તિ કરવી તેને શકટજીવિકા કહેવાય || ૧૦૩ ||
ટીકાર્થ : હવે શકટકર્મ એટલે ગાડા કે તેના અવયવો ધૂંસરી, પૈડા વગેરે ઘડવા-ઘડાવવાં, વહન કરવા-કરાવવાં, વેચવા-વેચાવવા ઈત્યાદિ શકટકર્મ-જીવિકા કહેવાય. સકળ જીવોને ઉપમર્દન કરવાના કારણભૂત ગાય, બળદ આદિના બંધ, વધના કારણભૂત ‘શકટજીવિકા’ છે. (ઉપલક્ષણથી ટાંગા, વીક્ટોરિયા, ટ્રામ, બસ, મોટર, લોરી રીક્ષા, સાઈકલ, પ્લેન, વહાણ રેલવેના ડબ્બા વગેરે ઘડવાં ઘડાવવાં, વેચવા વગેરેનો શકટ-જીવિકામાં સમાવેશ કરવો.) || ૧૦૩ ॥
હવે ભાટક-આજીવિકા કહે છે :–
।
२७५ शकटोक्षलुलायोष्ट्र - खराऽश्वतरवाजिनाम् भारस्य वाहनाद् वृत्तिर्भवेद् भाटकजीविका
॥ ૧૦૪ ॥
અર્થ : ગાડાં, બળદ, પાડાં ઊંટ, ગધેડા, ખચ્ચર અને ઘોડા આદિને ભાડેથી લઈ તે બધા પાસે બીજાના ભાર ઉપડાવીને જે વૃત્તિ કરવી તેને ભાટકજીવિકા કહી છે || ૧૦૪ ||
=
ટીકાર્થ : ભાટક જીવિકા :– ગાડાં, બળદ, ઊંટ, પાડા, ગધેડા, ખચ્ચર, ઘોડાં વગેરે ભાડેથી બીજાના ભાર ખેંચવા કે ભાર ઉપડાવવા, તેનાથી જે આજીવિકા તે ‘ભાટક-જીવિકા' કહેવાય. || ૧૦૪ || હવે સ્ફોટક-જીવિકા કહે છે :
२७६ सरः कूपादिखनन - शिलाकुट्टनकर्मभिः
I
પૃથિવ્યારમ્મતભૂત-નીવન-ોટીવિદ્યા || ૨૦૬ ||
અર્થ : સરોવર-કૂવા આદિ ખોદવા, પથ્થર બનાવવા વગેરે પૃથ્વીકાય જીવોના ઘાતથી થતા વેપારથી આજીવિકા કરવી. તેને સ્ફોટકજીવિકા કહી છે. || ૧૦૫ ||
ટીકાર્થ : સરોવર, કૂવા, વાવડી, આદિ માટે જમીન ખોદવી, હળ આદિથી ખેતર આદિની ભૂમિ ઉખેડવી, ખાણમાંથી પત્થર ખોદી કઢાવવાં, કે ઘડવા, જેનાથી પૃથ્વીકાયનો આરંભ-મર્દન થાય. ઉપલક્ષણથી ભૂમિ ખોદવામાં તે સાથે રહેલા વનસ્પતિ અને ત્રસ જંતુઓનો પણ ઘાત થાય. આવા કાર્યોથી જે આજીવિકા. તે ‘સ્ફોટક-આજીવિકા' (ઉપલક્ષણથી સોનું, ચાંદી, લોઢું આદિ ધાતુઓ, હીરા, કોલસા ઘાસતેલ, ખનીજતેલ આદિ માટે કૂવા ખાણ, પંપો, બોરીંગો વગેરે કરાવવાનો ધંધો પણ આમાં જ સમાઈ જાય.) || ૧૦૫ ||
હવે દંત-વાણિજ્ય કહે છે :—
२७७ दन्तकेशनखास्थित्वग् रोम्णो ग्रहणमाकरे त्रसाङ्गास्य वाणिज्यार्थ, दन्तवाणिज्यमुच्यते
,
| ૨૦૬ ॥