SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ પ્રમાણે સાતમાં વ્રતમાં કુલ વશ અતિચારો કહ્યા તેમાં તાત્પર્ય એ છે કે બીજા વ્રતોમાં પાંચપાંચ અતિચારો કહ્યાં છે, તે તેટલાં જ માત્ર નથી, પણ તે તે અતિચારો જેવા વ્રતના પરિણામને કલુષિત કરનારાં બીજાં પણ પાપકર્યો છે. તેને અતિચારરૂપે ગણવા. અર્થાત્ પાંચથી વધારે પણ અતિચારો સંભવી શકે છે. તેથી વિસ્મૃતિ કે અજાણપણે ભૂલ થાય, તે સર્વે પણ યથાયોગ્ય દરેક વ્રતમાં અતિચારો જાણવા, શંકા કરી કે, અંગારકર્મ વગેરે કર્માદાનોને ખરકર્મમાં અર્થાત્ કર્માદાનોમાં અતિચારો કેમ કહ્યાં ? કારણ કે, તે કાર્યો સ્વરૂપે ખરકર્મરૂપ- કર્માદાન રૂપ જ છે. આનું સમાધાન કરતાં જણાવે છે કે, વસ્તુતઃ તે ખરકર્મરૂપ જ છે, માટે જે અજાણતાં, કે સ્મૃતિભેદ આદિ કારણો જણાવ્યા છે, તે કારણોથી થાય તો જ ખરકર્મના ત્યાગરૂપ વ્રત અંગીકાર કરનારાઓને તે અતિચારો ગણાય. જે ઈરાદાપૂર્વક તેવાં કાર્યો કરે, તેને તો વ્રતભંગ જ થાય. || ૧૧૩ ll હવે અનર્થદંડ-વિરતિ, વ્રતના અતિચારો કહે છે– २८५ संयुक्ताधिकरणत्व-मुपभोगातिरिक्तता । मौखर्यमथ कौत्कुच्यं, कन्दर्पोऽनर्थदण्डगाः ॥ ११४ ॥ અર્થ : (૧) બે અધિકરણોને સંયુક્ત રાખવા (૨) ઉપભોગમાં બિનજરૂરી સાધનો વધારે રાખવા, (૩) વાચાળતા, (બહુ બોલવાપણું) (૪) આંખ-હોઠ આદિ અંગોપાંગના હાવભાવ કરવા તે કૌત્કચ્ય અને (૫) કામચેષ્ટા કરવી - આ પાંચ અતિચાર અનર્થદંડ વિરમણ વ્રતના જાણવા. || ૧૧૪ . ટીકાર્થ : અનર્થદંડની વિરતિવાળાને આ પાંચ અતિચારો કહેલા છે, તે આ પ્રમાણે જેનાથી આત્મા દુર્ગતિનો અધિકારી બને, તે અધિકરણ કહેવાય; તેવા ખાંડણીઓ અને સાંબેલુ, હળ સાથે કોશ, ગાડાં સાથે ધૂસરું, ધનુષ્ય સાથે બાણ, આમ આ અધિકરણો જોડેલાં કે નજીક રાખવા. શ્રાવકે આવા અધિકરણો જોડેલા ન રાખી મૂકવાં, પણ છૂટા પાડી નાંખવા, જોડેલા અધિકરણ પડેલાં હોય અને કોઈ માંગણી કરે તો ના પડાય નહિ અને આડા અવળાં પડેલા હોય, તો સુખેથી ના પાડી શકાય. અનર્થદંડનો ‘હિંગ્ન-પ્રદાન નામનો આદિ અતિચાર સમજવો. ત્યારપછી “ભોગપભોગનાં સાધનોની અધિકતા' નામનો બીજો અતિચાર તેને કહેવાય કે સ્નાન, પાન, ભોજન, ચંદન, કેસર, કસ્તુરી, વસ્ત્રો, આભૂષણ આદિ વસ્તુઓનો પોતાની કે કુટુંબની જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરવો તે, આ “પ્રમાદાચરણ” નામનો અતિચાર છે, આ સંબંધમાં આવશ્યક ચૂર્ણિ આદિ-વૃદ્ધ પરંપરા એવા પ્રકારની છે કે તળાવ વગેરે સ્થાને સ્નાન કરવા જતાં જો વધારે પ્રમાણમાં તેલ, આમળાં, સાબુ આદિ વધારે પ્રમાણમાં લઈ જાય તો મફતીયા- મળવાના લોભથી તળાવ પર ઘણાં લોકો સ્નાન કરવા આવે અને જેથી તેલમાં રહેલા પોરા આદિ જીવોની તથા અપ્લાયની ઘણી વિરાધના થાય. શ્રાવકને આમ કરવું કહ્યું નહિ તો પછી ક્યો વિધિ છે? તેમાં મુખ્યતાએ શ્રાવકે ઘરે જ સ્નાન કરવું. તેમ સગવડ ન હોય તો તેલ ચોળવું. મસ્તકે આંબળાનો ભૂકો ચોળવો, તે પ્રમાણે ઘરે કરીને જ જળાશયે જવું અને તળાવ આદિ સ્થાને પહોંચી હાથથી ઘસીને ભૂકો ખંખેરી નાખવો અને તળાવ આદિકના કિનારા ઉપર બેસીને અંજલિ ભરી ભરીને સ્નાન કરે, નહીં કે આખા જળાશયમાં બેસીને, તથા વાપરવાના પુષ્પોમાં કુંથુઆ આદિ ત્રસજીવો હોય તો તેનો ત્યાગ કરવો. એ પ્રમાણે ભોગોપભોગનાં બીજાં સાધનમાં પણ સમજવું. આ બીજો અતિચાર જણાવ્યો. મુખરતા એટલે વગર વિચાર્યું બોલવું, તેવું બોલનાર મુખર-વાચાળ કહેવાય. ધીઠાઈથી અસભ્ય-અસંબદ્ધ બોલવું અને વગર પૂછુયે અતિશય બોલ બોલ કરવું. આ પાપોપદેશ નામનો ત્રીજો અતિચાર જાણવો. હવે “કૌત્કચ્ય' નામનો ચોથો અતિચાર જણાવે છે. ભાંડ-ભવાયા માફક ભવાં, નેત્ર, હોઠ, નાસિકા, હાથ-પગ અને મુખના ખોટાં ચાળાં-ચટક કરવા, અવયવો સંકોચ કરવા એવા અર્થમાં “કૌનુચ્ય” એવો પણ પાઠ છે, જેથી બીજાને હસવું આવે,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy