SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૯૬-૯૭ || ૯૭ || ટીકાર્થ : ચિત્ત એટલે ચેતના-જીવ તે સાથે રહેલું હોય અર્થાત્ જીવયુક્ત હોય તે સચિત્ત કહેવાય, વળી તે ‘ચિત્ત’ આહાર કહેવાય. વળી તેવા ચિત્ત સાથે જોડાએલું હોય. તે ‘સચિત્ત પ્રતિબદ્ધ' મિશ્ર એટલે કંઈક અંશમાં ચિત્ત અને કંઈક અંશમાં અચિત્ત એવી ભેળસેળ વસ્તુ તે ‘મિશ્ર' કહેવાય. અનેક ચીજો મેળવવાથી બનેલા જે આસવો વગેરે. તે ‘અભિષવ' કહેવાય અને જે પૂર્ણ પાકેલું ન હોય, તે ‘દુષ્પ’ કહેવાય. એ પાંચ વસ્તુનો આહાર કરવો, તે બીજા ભોગોપભોગવિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા. તેમાં ચિત્ત કંદ, મૂળ, ફલાદિક, સચિત્ત માટી, મીઠું વગેરે તથા દરેક જાતનાં આખા-કાચાં અનાજ વગેરે ચિત્ત સમજવા. જો કે અહીં જેના પચ્ચક્ખાણ કર્યા હોય તેનો આહાર કરે, તો વ્રતભંગ જ થાય છતાં અહીં અતિચારો કહ્યા છે તે અજાણતાં ઉતાવળથી વગર વિચાર્યે વાપરવાથી અથવા તે તે વાપરવાની ઈચ્છા કે પ્રવૃત્તિ વગેરે અતિક્રમ, વ્યતિક્રમ કરવાથી અતિચારો કહ્યા છે એમ સમજવું. તેમાં પણ જેમણે સર્વથા સચિત્તનો ત્યાગ કર્યો હોય, તેમને તેવી રીતે સચિત્ત વપરાઈ જવા વગેરેથી કે જેમણે સચિત્તનું અમુક પરિમાણ રાખ્યું છે, તેમને રિમાણથી વધારે વપરાઈ જવા વગેરેથી ‘સચિત્ત આહાર’ નામનો પ્રથમ અતિચાર લાગે. બીજો અતિચાર ‘સચિત્ત-પ્રતિબદ્ધ આહાર' એટલે સજીવ વૃક્ષ વગેરેમાં વળગેલો ગુંદર આદિ કે વૃક્ષનો વળગેલાં પણ અચિત્ત થઈ ગયેલા પાકાં ફળો વગેરે તથા જેની અંદર બીજ, ગોટલી વગેરે સચિત્ત હોય તેવા ખજૂર કેરી, વગેરે ઉપલક્ષણથી લુંબમાં વળગેલાં પાકાં કેળાં, બીજવાળી પાકી રાયણ, બીજવાળાં પાકાં ફળો, વગેરે સચિત્ત-પ્રતિબદ્ધ કહેવાય છે, સચિત્ત ત્યાગ કરનારને અનાભોગ વગેરેથી એટલે કે અજાણતાં, ઉતાવળથી કે ભૂલી જવાથી ખવાઈ જાય, તો સાવદ્ય આહારનો ઉપયોગ થવાથી અતિચાર લાગે. અથવા તો સચિત્તનો ત્યાગ કરનાર બીજ ચિત્ત છે, માટે કાઢીને ગર્ભનો અચિત્ત ભાગ ખાઈશ'– એમ વિચાર કરીને પાકેલા ખજૂર વગેરે ફળોને મુખમાં નાખે તો અતિચાર લાગે, એ ‘સચિત્ત-પ્રતિબદ્ધ આહાર' નામનો બીજો અતિચાર કહ્યો. ત્રીજો અતિચાર ‘સંમિશ્ર આહાર' એટલે અર્ધ ઉકળેલ-ત્રણ ઉકાળા વગરનું પાણી વગેરે. લીલા દાડમ, બીજોરાં, ચીભડાં, વગેરે સચિત્ત વસ્તુઓથી બનાવેલા પૂરણ વગેરે અથવા સચિત્ત તલથી મિશ્ર થએલા, અચિત્ત જવ, ધાણા વગેરે; અજાણતાં કે ઉતાવળથી ખવાઈ જાય, તો ચિત્તના ત્યાગ કરનારને અતિચાર લાગે, અથવા તો તરતનો કાચો લોટ, ભરડેલા કઠોળની દાળો વગેરે (કે જેમાં સચિત્ત નખીયા વગેરે હોવાનો સંભવ છે.) વસ્તુ ‘આ તો દળેલું ભરડેલું છે.' – એમ સમજી વાપરે, તો સંમિશ્ર છતાં વ્રતરક્ષાની ભાવના હોવાથી અતિચાર ગણાય છે. ચોથો અતિચાર ‘અભિષવ આહાર' નામનો છે. અભિષવ એટલે અનેક દ્રવ્યો એકઠાં કરીને, કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતા દરેક જાતિના રસો, આસવો તથા દારૂ, સૌવીર આદિ માંસના પ્રકારો કે ગોળ આદિ મીઠી વસ્તુઓ દારૂ તાડી કે વગેરે જેમાંથી માદક રસ ઝરતો હોય, તથા મહુડા વગેરે વીર્ય-વિકારની વૃધ્ધિ કરનારી ચીજો અજાણતાં કે સહસાત્કાર વગેરેથી ખવાઈ જાય, તો સાવધ આહારના ત્યાગ કરનાર વ્રતવાળાને અતિચાર લાગે, ઈરાદાપૂર્વક ખાવાથી વ્રતભંગ થાય. આ ચોથો અતિચાર કહ્યો. હવે પાંચમાં અતિચારમાં ‘દુષ્પાહાર’ અર્ધ પાકેલો અર્થાત્ સેકાએલ પોંક, અડધો રાંધેલો તાંદલજો, એ પ્રમાણે ઘઉં, જવ, જાડો ખાખરો-રોટલો, કાચી કાકડીનું કચુંબર, અહીં કાચું ખાવાથી શરીરને પણ હાનિ કરનાર તથા જેટલા અંશમાં સચેતન હોય, તેટલા અંશમાં પરલોક પણ બગાડનાર થાય છે. અર્ધ પાકેલા પોંક, પોપટા વગેરે અચિત્ત-બુદ્ધિથી ખાનારને અતિચાર જાણવો. આ પાંચમો અતિચાર જાણવો. કેટલાકતો અપાહારને સર્વથા કાચી વસ્તુને ખાવામાં પણ અતિચાર કહે છે, પણ તે અગ્નિથી પકાવેલી નહિ ૨૫૩
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy