________________
૨૫૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
હોવાથી સચિત્ત હોય, તેથી “સચિત્ત આહાર' નામના પહેલા અતિચારમાં જ આવી જાય છે, કેટલાક તુચ્છ ઔષધિ ભક્ષણને પણ અતિચાર કહે છે. તુચ્છ ઔષધિઓ તે મગ વિગેરની કુમળી શીંગો, ફળીયો વગેરે ગણાય છે. તે જો સચિત્ત હોય તો પ્રથમતિચારમાં જ આવી જાય છે અને અગ્નિઆદિથી અચિત્ત થએલી હોય તો પછી કયો દોષ? એ પ્રમાણે રાત્રિભોજન, મદિરાપાન જે જે અભક્ષ્ય આદિનો ત્યાગ કર્યો હોય તે, તે અજાણતા કે ઉતાવળથી કે ભૂલથી વપરાઈ જાય, તો અતિચાર સમજવા. આ પાંચે અતિચારો ભોગોપભોગ-પરિમાણ વ્રતના સમજવા. || ૯૭ ||
હવે ભોગપભોગના અતિચારોનો ઉપસંહાર કરતાં તે વ્રતનું બીજું લક્ષણ અને તેના અતિચારો બતાવવા માટે કહે છે :
२६९ अमी भोजनतस्त्याज्याः कर्मत: खरकर्म तु ।
तस्मिन् पञ्चदश मलान्, कर्मादानानि संत्यजेत ॥ ९८ ॥ અર્થ: ઉપર્યુક્ત ભોજનના પાંચ અતિચારનો અને કાર્ય સંબંધી કોટવાળપણું આદિ પ્રાણી પીડક કઠોર કાર્યનો ત્યાગ કરવો. તેમાં આવતા પંદર કર્માદાનરૂપ મલ (અતિચાર)નો પણ ત્યાગ કરવો. || ૯૮ ||
ટીકાર્થ : ઉપર જણાવેલા પાંચ અતિચારો ભોજનને અંગે જણાવ્યા, તેનો ત્યાગ કરવો, હવે ભોગોપભોગ-પ્રમાણ વ્રતની બીજી વ્યાખ્યા કહે છે. ભોગ-ઉપભોગનાં સાધનો ઉત્પન્ન કરવા માટે જે વ્યાપાર કરવો પડે, તેને પણ ભોગોપભોગ શબ્દથી વ્યવહાર કરાય છે. કારણમાં કાર્યનો આરોપ કર્યો. તેથી તે કર્મને આશ્રીને આજીવિકા માટે કોટવાલપણું, ફોજદાર, સિપાઈ, જેલ સાચવનાર વગેરેને આકરી શિક્ષા કરવી પડે અને જેનાથી જીવોને ત્રાસ થાય, તેવો કઠોર કાર્યના ત્યાગ, લક્ષણ ભોગોપભોગ વ્રતના પંદર અતિચારો ત્યાગ કરે, તે પંદર કર્માદાન કહેવાય છે કર્મ એટલે પાપપ્રકૃતિનાં કારણભૂત હોવાથી, તે કર્માદાન કહેવાય || ૯૮ || તેને નામ-પૂર્વક બે શ્લોકોથી કહે છે :२७० अङ्गार-वन-शकट-भाटक-स्कोट-जीविका ।
-નાક્ષ-રસ-વોશ-વિષ-વાણિજ્યનિ ર | ૨૬ છે. २७१ यन्त्रपीडा निलांछन-मसतीपोषणं तथा ।
देवदानं सर: शोषः इति पञ्चदश त्यजेत् ॥ १०० ॥ અર્થ : (૧) અંગાર-જીવિકા, (૨) વનજીવિકા (૩) શકટજીવિકા (૪) ભાટક જીવિકા (૫) સ્ફોટક જીવિકા (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજ્ય (૯) કેશવાણિજ્ય (૧૦) વિષવાણિજ્ય (૧૧) યંત્રપાલન કર્મ, (૧૨), નિલંછન કર્મ, (૧૩) અસતીપોષણ કર્મ, (૧૪) દવદાન કર્મ અને (૧૫) સરોવર શોષણ કર્મ, આ પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કરવો || ૯૯-૧૦ ||
ટીકાર્થઃ ૧. અંગારકર્મ ૨. વનકર્મ ૩. ગાડાકર્મ ૪. ભાડાકર્મ ૫. ફોડણકર્મ. આ કર્મોથી આજીવિકા મેળવવી. તે કર્મરૂપ પાંચ અતિચારો, ૬ દાંત, ૭ લાખ, ૮ રસ, ૯ કેશ, ૧૦ વિષ. આ પાંચનો વેપાર કરવા રૂપ પાંચ અતિચારો તથા ૧૧ યંત્ર-મશીનરીથી ધંધો કરવો, તે યંત્ર પીલણ કર્મ. ૧૨ અંગોપાગાદિ છેદ વગેરે કરવા. તે નિછન કર્મ, ૧૩ અસતી-પોષણ, ૧૪. દવ-અગ્નિ સળગાવવો તે દવાગ્નિ