SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : ઉપરની નીચેની તિરછી એવા વિભાગવાળી દશેય દિશાઓમાં જવા-આવવાના નિયમમાં ધારેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. એ ત્રણે અને દિશાની વૃદ્ધિ કરવી તથા ભૂલી જવું એમ પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારો સમજવા // ૯૬ / ટીકાર્થ : પૂર્વાચાર્યોએ દિવિરમણ વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે જણાવેલા છે. “મૃતિ-બ્રશ નામનો પ્રથમ અતિચાર છે. તે આ પ્રમાણે સમજવાનો કે પોતે જે પ્રમાણે ધાર્યું હોય તેને જવાના સમયે અતિવ્યાકુલપણાથી પ્રમાદથી તે યાદશક્તિ ન રહેવાથી ભૂલી જાય. જેમ કે કોઈએ પૂર્વ દિશામાં સો યોજન સુધી જવાની મર્યાદા રાખી. જવાના સમયે સ્પષ્ટપણે તે યાદ ન રહ્યું કે મેં સો કે પચાસ યોજનનું પ્રમાણ કર્યું છે ? તેની શંકા પડી, તેમાં પચાસ યોજન ઉપર જાય તો અતિચાર અને સો ઉપર જાય તો ભંગ, સાપેક્ષ અને નિરપેક્ષપણાથી, માટે ગ્રહણ કરેલું વ્રત યાદ રાખવું. કારણકે સર્વ ધર્માનુષ્ઠાન એ સ્મરણ રાખવા યોગ્ય છે. આ પ્રથમ અતિચાર તથા પર્વત અને વૃક્ષનાં શિખરોરૂપ ઊર્ધ્વગમન. અધોગમન ભોયરા, કૂવા આદિરૂપ નીચે અને પૂર્વ વિગેરે દિશાઓ રૂપ તિર્યદિશા, તેનું જેટલું પ્રમાણ નક્કી કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવું. આ ત્રણ અતિચારો, તે માટે સૂત્રમાં કહેલું છે કે– “ઊર્ધ્વદિશામાં પ્રમાણમાં અતિક્રમ થવાથી, અધો-દિશાના પ્રમાણમાં અતિક્રમ થવાથી અને તિર્જીદિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી ત્રણ અતિચારો જાણવા” આ અનાભોગ કે અતિક્રમ આદિથી થાય તો અતિચારો અને જાણી જોઈને કરે, તો વ્રતભંગ થાય. આ વ્રતમાં જેઓ સ્વયં કરીશ નહિ; અથવા અન્ય પાસે કરાવીશ નહિ એવા ભાગે નિયમ કરે, તેઓને તો ધારેલા પ્રમાણ કરતાં વધારે ભૂમિમાં સ્વયં જવાય નહિ અને બીજા દ્વારા કંઈ ચીજ મોકલવાય કે મંગાવાય નહિ; માટે તેઓને અતિચાર લાગે, જેને માત્ર પોતાના જ અંગે અર્થાત્ “હું ન કરું એ ભાંગે પચ્ચખાણ કર્યું હોય, તેઓને મોકલવાનું કે મંગાવવાનું પચ્ચખાણ ન હોવાથી બીજા પાસે મંગાવવા કે મોકલવામાં દોષ નથી. આમ બીજો, ત્રીજો અને ચોથો એમ ત્રણ અતિચારો જણાવ્યા તથા “ક્ષેત્ર-વૃદ્ધિ નામનો પાંચમો અતિચાર તે કહેવાય કે, એક દિશામાં ઘટાડી બીજી દિશામાં વૃદ્ધિ કરવી. જેમ કે કોઈ દિશિ-પરિમાણ બને કે સર્વદિશાનું નક્કી કર્યું. તેણે પૂર્વમાં ઘટાડી પશ્ચિમ દિશામાં વૃદ્ધિ કરી. તે પાંચમો અતિચાર. તે આ પ્રમાણે-કોઈક દરેક દિશામાં સો યોજન જવાનું પ્રમાણ નક્કી કર્યું. એક દિશામાં વધારે દૂર જવાનું પ્રયોજન ઉભું થવાથી એક દિશામાં થોડા યોજનો ઘટાડી બીજી દિશામાં તૂટેલા યોજનો ઉમેરીને જાય. બંને બાજુ બસો યોજનાનું માપ કાયમ રાખ્યું. આમ ક્ષેત્રમર્યાદા સાચવી વ્રત ટકાવવાના સાપેક્ષપણાથી તેને અતિચાર લાગ્યો. કદાચ અનાભોગથી અજાણતા ક્ષેત્રપ્રમાણથી આગળ ચાલ્યો ગયો ત્યારે પાછા ફરી જવું, જાણ્યા પછી આગળ ન વધવું. બીજાને પણ ન મોકલવો. વગર આજ્ઞાએ કોઈ ગયો અને તેણે જે મેળવ્યું હોય, તે પોતે વિસ્મૃતિ યોગે ગયો અને મેળવ્યું હોય તો તે મેળવેલાનો ત્યાગ કરવો. || -૬ || હવે ભોગપભોગ નામના બીજા ગુણવ્રતના અતિચારો કહે છે – २६८ सचित्तस्तेनसम्बद्धः सम्मिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते, भोगोपभोगमानगाः ॥ ९७ ॥ અર્થ : ૧ સચિત્ત એટલે જીવસહિત, ૨ સચિત્ત સાથે લાગેલું અચિત્ત, ૩ થોડું સચિત્ત અને થોડું અચિત્ત અર્થાત્ મિશ્ર, ૪ ઘણી વસ્તુઓ એકઠી કરી તેમાંથી કાઢેલા આસવો-સત્ત્વો વગેરે. ૫.અધું કાચુંઅધું પાકું આ પાંચ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો. આ પાંચ અતિચાર બીજા ગુણવ્રતના જાણવા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy