________________
તૃતીય પ્રકાશ, શ્લો.૯૫
૨૫૧
ત્યાં અનામત મુકાવે અને પોતાની પ્રતિજ્ઞાનો કાળ પૂરો થાય, એટલે લેવાનું નક્કી કરે, આ બંધન કરી, ધન, ધાન્યના પોતાના નિયમથી વધારે રાખે અને એમ માને કે એ તો એના થકી છે, મારું નથી; વગેરે વ્રતપાલનની અપેક્ષા હોવાથી આને અતિચાર કહ્યો. કુષ્મનો ભાવથી સંખ્યાતિક્રમ આ પ્રમાણેઃ– કુખ એટલે ઘર-વપરાશની વસ્તુઓ તે ચોક્કસ પ્રમાણથી વધારે ન રાખવી, એવો નિયમ કર્યા પછી પ્રભાવના કે વારસામાં ભેટ મળ્યા પછી સંખ્યા પ્રમાણ વધી ગયું. બમણા થઈ ગયા એટલે વ્રત ભંગના ભયથી ભાવથી ભાંગી તોડીને નાનીમાંથી એક મોટી બનાવે, તેનો ઘાટ બદલાવી સંખ્યા' ઘટાડી નાંખે, પરંતુ કિંમત પ્રમાણ તો વધી જવાથી વાસ્તવિક વ્રતભંગ ગણાય-એમ ભંગાભંગરૂપ આ અતિચાર સમજવો, અથવા ભાવથી તેનો અર્થી હોવાથી અત્યારે નિયમભંગના ભયથી ગ્રહણ કરતો નથી, પણ તેને કહે કે— ‘અમુક સમય પછી હું જરૂર લઈ લઈશ, માટે તારે બીજાને ન આપવાના અભિપ્રાયથી પોતાના માટે સંગ્રહ કરાવે છે. આ રીતે અતિચાર કહ્યો તથા ગાય ભેંસ ઘોડી આદિના ગર્ભ ન ગણવાથી અતિચાર થાય છે તે આ રીતે-કોઈએ એક કે બે વર્ષ માટે ગાય, ભેંસ કે પશુ માટે નિયમ લીધો કે અમુક સંખ્યાથી વધારે ન રાખવાં. પછી વિચાર કરે કે હાલમાં જો ગાય કે ભેંસને ગર્ભ રહેશે તો મારી મુદત પૂર્ણ થયા પહેલાં વાછરડાં કે પાડા વિગેર જન્મવાથી મારા નિયમની સંખ્યા વધી જશે. તો અમુક મુદત પછી ગર્ભવાળા થાય તો મારા નિયમને વાંધો ન આવે. એમ વિચારી કેટલોક કાળ ગયા પછી ગર્ભ ગ્રહણ કરાવે. એમ કરવાથી ગર્ભમાં તે વાછરડાં હોય છે, તેથી વ્રતભંગ થાય છે. છતાં બહાર પ્રત્યક્ષ નહિ હોવાથી તે માને છે કેમારી નિયમ સંખ્યા વધી નથી, મારો નિયમ અખંડ છે, એમ ભંગાભંગરૂપ અતિચાર છે તથા ક્ષેત્ર-વાસ્તુનું જોડાણ કરે, જેમ કે કોઈએ ‘મારે ચોક્કસ સંખ્યામાં ઘર કે ખેતર રાખવા' પછી તે વધવાના સંયોગ થયા, તેથી પોતાનો નિયમ ન તૂટે, તે કારણે પાડોશનું ઘર લઈ વચ્ચેની ભીંત તોડી ભેગુ કરી એક કર્યું, તેવી જ રીતે પડોશમાં બાજુનું ખેતર ખરીદી વચ્ચેની વાડ તોડી એક બનાવ્યું. એમ સમજીને કે નિયમની સંખ્યા વધી ન જાય, તેથી વ્રતભંગ ન થયો, છતાં ઘર-ખેતરની કિંમત તો વધી જ ગઈ છે. તેથી મંગાભંગરૂપ અતિચાર. વ્રતની સાપેક્ષતા રાખેલી હોવાથી. સોના-રૂપાનું દાન કરવાથી અતિચાર લાગે તે આ પ્રમાણે— અમુક પ્રમાણથી વધારે સોનું-રૂપું ન રાખવાની પ્રતિજ્ઞા કરી અને સાથે ચાર મહિના આદિ કાળની પણ મર્યાદા રાખી અને તુષ્ટ થએલા રાજાએ તેને આપ્યું. તેથી પ્રતિજ્ઞાના પ્રમાણથી વધી ગયું. લોભને અંગે વિચાર કર્યો કે લઈને ઘરમાં રાખીશ, તો નિયમ તૂટી જશે; માટે વ્રતની કાળ મર્યાદા પૂર્ણ થશે ત્યારે ઘરમાં લાવીશ-એમ ધારણા કરી, બીજાને ત્યાં રાખ્યું. એ પ્રમાણે બીજાને આપવા છતાં માલિકી પોતાની હોવાથી વ્રત-ભંગ થાય, અને પોતે સમજે છે કે, મેં તો મારા નિયમથી વધારે રાખ્યું નથી. તેથી વ્રતપાલન થાય. એમ ભંગાભંગરૂપ અતિચાર સમજવો. આ પ્રમાણે પાંચ પ્રકારના પણ નિયમ ગ્રહણ કરનાર શ્રાવકે તેનું ઉલ્લંઘન ન કરવું. કારણકે તેમ કરવાથી વ્રતની મલિનતા થાય છે. ઉપલક્ષણથી તે સિવાયના વગર વિચાર્યે કે અજાણતાં અથવા અતિક્રમ વિગેરેથી પણ અતિચારો લાગે છે, તેમ સમજવું, આ પ્રમાણે આ પાંચ અણુવ્રતના દરેકના પાંચ-પાંચ અતિચારો કહ્યા. ॥ ૯૫ ॥
હવે ગુણવ્રતના અવસરમાં દિશાવિરતિ-લક્ષણ પ્રથમ ગુણવ્રતના અતિચારો જણાવે છે— २६७ स्मृत्यन्तर्धानमूर्ध्वाध-स्तिर्यग्भागव्यतिक्रमः
'
क्षेत्रवृद्धिश्च पश्चेति स्मृता दिग्विरतिव्रते
॥ ૧૬ ॥