________________
૨૫૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ખાટલા, માંચો-માચી, ચામડાના કુડલાં, (પલંગ, ખુરશી, સોફાં ટેબલ હિંચકા, કબાટ, ચાકળા, ગાદી, રજાઈ, શેત્રુંજી, તળાઈ, રથ, ગાડાં, મોટર, હળ, ટ્રેકટર આદિ ખેતીના સાધનો આ સર્વ રાચ-રચીલું (ફર્નિચર) કુષ્ય નામના ભેદમાં સમજવું. ગાય આદિમાં પશુ અને મનુષ્ય-ચાર અને બે પગવાળાં. તેમાં ગાય, બળદ, ભેંસ, પાડા, બકરાં, ઘેટાં, ગધેડા, ઊંટ, સરભ, હાથી, ઘોડા વગેરે સર્વ ચાર પગવાળા પશુઓ સમજવાં અને મનુષ્ય શબ્દથી પુત્ર, સ્ત્રી, દાસી, દાસ ચાકર, વગેરે મનુષ્યો, પોપટ, મેના, હંસ મયુર, કૂકડા પારેવા, ચકોર (ચાતક) વગેરે પક્ષીઓનો સંગ્રહ, ખેતર એટલે ધાન્ય ઉગાડવાની ભૂમિ. તે ત્રણ પ્રકારની સેતુ-કેતુ અને ઉભય. જે ખેતર, કુવા, વાવડી વિગેરે જળાશયોમાં રેંટ, ક્રોશ કે પંપ દ્વારા પાણી ખેંચીને ધાન્ય ઉગાડાય તે સેતુ. વરસાદના પાણીથી ધાન્ય ઉગાડાય તે કેતુ અને ચોમાસામાં વરસાદથી અને પછી સેતુ માફક ધાન્ય ઉગાડાય. બંનેનો ઋતુ પ્રમાણે ઉપયોગ કરે, તે સેતુ-કેતુ ક્ષેત્ર કહેવાય. વાસ્તુ એટલે રિક્ત ઘર અને ગામ, શહેર જેમાં વસવાટ થાય, તેમાં ઘર-મકાનો ત્રણ પ્રકારના એક જમીનમાં ભોયરું હોય તે ખાત, બીજું ઘર દુકાન, હવેલી તે જમીનના ઉપરના ભાગમાં હોય, તે ઉચ્છિત અને ત્રીજું ભોંયરા સાથે ઊંચી હવેલી હોય તે ખાતોચ્છિત એમ ત્રણ પ્રકારના ઘર, તથા રાજા વિગેરેને ગામ શહેર સર્વ વાતું સમજવું. એ ક્ષેત્ર અને વાસ્તુ બંને મળી ક્ષેત્ર-વાસ્તુ નામનો ચોથો પરિગ્રહ-પ્રકાર સમજવો તથા હિરણ્ય-એટલે ઘડેલું રજત અને તેવી જ રીતે સોનું. બંને મળી પાંચમો પરિગ્રહનો હિરણ્ય-સવર્ણ નામનો ભેદ સમજવો. વ્રત લેતી વખતે આ પાંચે સંબંધી જેટલા પ્રમાણમાં સંખ્યા નક્કી કરી હોય તો તે ચોમાસા માટે કે જીંદગી માટે તે પરિમાણનું ઉલ્લંઘન કરવું, તે સંખ્યાતિક્રમ નામનો અતિચાર સમજવો. || ૯૪ ||
શંકા કરી કે, સ્વીકારેલ પ્રતિજ્ઞાની સંખ્યાનો અતિક્રમ કરે, તો વ્રતભંગ જ થાય તો પછી અતિચાર કેમ જણાવ્યો ? તે કહે છે–
२६६ बन्धनाद् भावतो गर्भा-द्योजनाद् दानतस्तथा ।
प्रतिपक्षव्रतस्यैष, पञ्चधाऽपि न युज्यते ॥ ९५ ॥ અર્થઃ વ્રતધારી શ્રાવકે સંગ્રહ કરવાથી, ભાવથી (મનના અભિપ્રાયથી), ગર્ભની ગણત્રીથી, યોજન વધારવાથી અને બીજાને આપવા દ્વારા ધન-ધાન્યાદિ પાંચેયના પરિમાણનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. || ૯૫ ||.
ટીકાર્થઃ પૂર્વે કહ્યા પ્રમાણેના પાંચ પ્રકારના પરિગ્રહમાં અનુક્રમે ધન-ધાન્યના બંધનથી, ક્ષેત્ર-વાસ્તુને ભેગા કરવાથી, રૂપા-સોનાનું દાન કરવાથી, દ્વિપદાદિના ગર્ભથી અને કુપ્પમાં ભાવથી એમ પાંચ અતિચારો લાગે છે, ઈચ્છા પરિગ્રહના પરિમાણ કરનારે આ અતિચારો સેવવા યોગ્ય નથી.
આગળ જણાવેલ ધન્ય-ધાન્યાદિક પરિગ્રહની સંખ્યાનું સાક્ષાત્ ઉલ્લંઘન કરનારને તો અતિચારો મનાતા નથી, પણ વ્રતભંગ જ થાય છે, પરંતુ વ્રતરક્ષણની ભાવનાવાળો વ્રતધારી બંધન, યોજન વિગેરે કરી સ્વબુદ્ધિથી માને કે- હું વ્રતનું પાલન કરું છું તેને તે અતિચાર ગણાય. તે બંધન વિગેરે આ પ્રમાણે થઈ શકે છે. જેમ કે કોઈ વેપારીએ ધન-ધાન્યનું ચોક્કસ પરિમાણ નક્કી કર્યા પછી કોઈ દેવાદાર દેવું આપવા આવ્યો કે ભેટ લાવ્યો અને જો સ્વીકારે તો નિયમ-પ્રમાણ વધી જાય, તેથી વેપારીએ વિચાર્યું કે મારો નિયમ અમુક મહિના સુધીનો છે, તે પછી સ્વીકારીશ, અગર મારી પાસેનું થોડું વેચાયા પછી લઈશ. એમ વિચારી આપનારને થોડા મહિના પછી લેવાનું જણાવે, અગર તેના ઉપર દોરડું બાંધી આપનારને