SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૯૩ ૨૪૭ બાકીના અતિચારો બંનેને સમજવા આ મૂલસૂત્રને અનુસરતું છે, “સ્વદારા-સંતોષ વ્રતવાલાએ આ પાંચ અતિચારો પણ આચરવા નહિ. બીજા આચાર્યોના મતે આગળ જણાવ્યું તેવી સમજપૂર્વક રખાતને ભોગવવાથી સ્વદારા સંતોષીને અતિચાર લાગે છે અને માલિક વિનાની સ્ત્રીને ભોગવવાથી પરદારાનો ત્યાગ કરનારને અતિચાર લાગે છે. તેમનું માનવું એ પ્રમાણે થાય છે કે – વેશ્યા માલિક વિનાની છતાં, જો કોઈક અમુક કાળ માટે પોતાની રખાત બનાવી હોય, તો તેટલા કાળ માટે પણ તે પરસ્ત્રી હોવાથી વ્રતભંગ થાય છે, અને વસ્તુતઃ તે પરદાના ન હોવાથી વ્રતભંગ થતો નથી—એમ ભંગાભગરૂપ અતિચાર છે. આ બીજો અતિચાર તથા પોતાના સિવાય બીજાના પુત્ર, પુત્રી આદિકના વિવાહ કરવા, કન્યાફળની ઈચ્છાથી કે પોતાના પુત્રને પણ કન્યા મળે અથવા સ્નેહ-સંબંધથી પરણાવવાની ક્રિયા કરે, તે “પરવિવાહ-કરણ' કહેવાય. આ અતિચાર તેને લાગે છે કે, કે જેણે આ વ્રતમાં “મારે મારી પોતાની સ્ત્રી સિવાય બીજી સાથે મૈથુન સેવવુંસેવરાવું નહિ' એ ભાંગે સ્વદારા-સંતોષ વ્રત લીધું હોય અથવા પોતાની સ્ત્રી કે વેશ્યા સિવાય મૈથુન સેવવું-સેવરાવવું નહિ એ ભાગે પરાદારનો ત્યાગ કર્યો હોય. જો કે એ રીતે સ્વદારા-સંતોષવતી કે પરદાર ત્યાગીને પોતાના નિયમમાં બીજાનો વિવાહ કરવો, તે વસ્તુતઃ મૈથુન કરાવવારૂપ હોવાથી તેનો ત્યાગ જ કરેલો છે અને તેથી તેનો વ્રતનો ભંગ થાય છતાં એ એમ સમજે છે કે – “હું તો વિવાહ કરું છું. કોઈ મૈથુન કરાવતો નથી, માટે મારું વ્રત ભાંગતું નથી.' જ્યારે એમ પોતાના વતની રક્ષા કરવાની ભાવના હોય, ત્યારે તેને આ અતિચાર સમજવો, “પરવિવાહ કરીને કન્યા મેળવું” એવી ઈચ્છા સમ્યગુષ્ટિ જો પોતે અજ્ઞાન હોય તો તેને સંભવે, અગર તો સમ્યક્ત્વ વગરના ભદ્ર જીવને ઉપકાર બુદ્ધિથી વ્રત ઉચ્ચરાવ્યું હોય તેવા મિથ્યાષ્ટિને સંભવે. પ્રશ્ન કર્યો કે–“બીજાના સંતાનના વિવાહની જેમ પોતાના પુત્ર-પુત્રી વિગેરેના પણ વિવાહ-લગ્નાદિ કરવામાં સરખો જ દોષ છે, તો તેથી અતિચાર કેમ નહિ ?' તેના ઉત્તરમાં જણાવે છે કે, તમારી વાત સાચી છે. પણ પોતાની કન્યાને જો ન પરણાવે, તો સ્વછંદચારિણી-વ્યભિચારિણી બની જાય અને તેથી જૈનશાસનની તથા પોતે લીધેલ વ્રતની હાંસી-અપભ્રાજના થાય. તેને પરણાવ્યા પછી તો તે પોતાના પતિને સ્વાધીન હોવાથી તેમ ન બને; અને બને તો પણ પોતાના વ્રત કે ધર્મની નિંદા ન થાય. છે કે – “કુમારિકા હોય ત્યારે પિતાયુવતી હોય ત્યારે પતિ અને વૃદ્ધા હોય ત્યારે પુત્રો સ્ત્રીની રક્ષા કરે છે. એમ સ્ત્રી કોઈ અવસ્થામાં સ્વતંત્રતાની અધિકારણી નથી.” (મનુસ્મૃતિ ૯૩) વળી જે દશાર્ણ કૃષ્ણ ચેડા મહારાજાને પોતાના સંતાનોના પણ વિવાહનો નિયમ હતો-એમ શાસ્ત્રમાં સંભળાય છે, તે પણ તેઓના સંતાનોનું વિવાહ વગેરેનું કામ સંભાળનારા બીજાઓ હોવાથી તેઓએ નિયમ કરેલો હતો, એમ સમજવું. આને અંગે બીજા આચાર્ય વળી એમ કહે છે કે– ‘પર એટલે બીજી સ્ત્રી' એવો અર્થ અર્થાત્ પોતાની સ્ત્રીમાં પૂર્ણ સંતોષ ન મળતો હોવાથી ફરી અન્ય સ્ત્રી સાથે પોતે વિવાહ કરવો, તે “પરવિવાહ-કરણ' નામનો અતિચાર છે” એમ કહે છે. તેમના મતે આ અતિચાર સ્વદાર-સંતુષ્ટને અંગે સમજવો. આ પ્રમાણે ત્રીજો અતિચાર, “હવે કામક્રીડામાં તીવ્ર રાગ' નામના અતિચારમાં બીજો સર્વ કાર્ય-વ્યાપાર છોડીને માત્ર વિષયને જ સેવવાની ચિંતાવાળા મનુષ્ય સ્ત્રીના મુખ, કલા, સાથળમાં કે યોનિમાં પુરુષચિહ્ન રાખીને અતૃપ્તિપણે લાંબા કાળ સુધી મુડદા માફક નિશ્ચલ પડી રહે, અથવા તો ચકલા-ચકલીના મૈથુન માફક વારંવાર સ્ત્રી ઉપર આરૂઢ થાય અથવા નિર્બળ થઈ જવાથી વિષય-સેવન કરવાની શક્તિ મેળવવા માટે વાજીકરણ-રસાયણોનું સેવન કરે અને એમ માને કે આવા ઔષધાદિનું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy