________________
૨૪૮
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ સેવન કરવાથી પુરૂષ હાથીને પણ હરાવે એને ઘોડાઓનો પણ પરાભવ કરે, તેવો બળવાન બને છે. આ ચોથો અતિચાર. તથા “અનંગ-ક્રીડા કરવી. અનંગ એટલે ઈચ્છા. વેદોદયથી પુરૂષને સ્ત્રી, પુરૂષ કે નપુંસકને ભોગવવાની ઈચ્છા સ્ત્રીને પુરૂષ સ્ત્રી કે નપુંસક ભોગવવાની ઈચ્છા અને નંપુસકને પણ સ્ત્રી પુરૂષ કે નપુસકને ભોગવવાની ઈચ્છા અગર બીજી વ્યાખ્યા ત્રણેયની હસ્તકર્મની વિગેરેની ઈચ્છા. આ બંને ઈચ્છા, તે અનંગ-ક્રીડા દુષ્ટચાળા કે ચેષ્ટા કરવી તે અનંગ-ક્રીડા બીજી વ્યાખ્યા પ્રમાણે પોતાની ઈન્દ્રિય આદિથી ભોગ ભોગવા છતાં અસંતોષથી કાષ્ટનાં, પુસ્તકના અર્થાત્ અમુક પદાર્થો એકઠા કરી ઘાટ બનાવવામાં આવે, તે પુસ્તકના બનાવેલાં, કે કોઈ વૃક્ષનાં તેવા આકૃતિવાલાં ફળો, અથવા માટી કે ચામડા (રબ્બર)થી બનાવેલા યોનિ કે પુરૂષચિહન જેવા સાધનો કે જે અંગરૂપ નથી, તેનાથી સ્ત્રીના યોનિપ્રદેશને વારંવાર મર્દન કરે. સ્ત્રીના મસ્તકના કેશ ખેંચવા, પગથી કોમળ લાત મારવી. દાંત નખથી કદર્થના વિગેરે પ્રકારે મોહનીયકર્મના ઉદયથી એવી ક્રીડા કરે, જેથી વિષયેચ્છા અને બળવાન કામરાગ પ્રગટ થાય અથવા અંગ યોનિ અને પુરૂષલિંગ એ મૈથુન સેવવાના અંગો છે, તે સિવાયના સ્તન, બગલ, સાથળ, મુખ, ગાલ, હોઠ વિગેરે અંગો તેમાં ક્રીડા કરવી, તે અનંગ-ક્રીડા સમજવી.
અહીં શ્રાવક અત્યંત પાપથી ડરનારો હોવાથી મુખ્યપણે બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, છતાં જ્યારે મોહનીયકર્મ અને વેદોદયના વિકારને તે સહન ન કરી શકે, ત્યારે કેવળ વિકારની શાંતિ માટે પોતાની સ્ત્રી સિવાય અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરે, અથવા તેથી પણ વધારે ઈચ્છા રહે તો પરદારાને તજે, તેમાં પણ માત્ર મૈથુનક્રિયા-સોય-દોરાના આકારે વિષયસેવન કરવાથી જ વિકાર તો શમી જાય, માટે નિષ્કારણ તે અનંગ-ક્રીડા કે વિષયમાં તીવ્ર રાગ ન રાખે. આવી ચેષ્ટાઓ કરવી શ્રાવકને અનુચિત ગણાય. કારણકે અકરણીય છે. અનંગ-ક્રીડા કે તીવ્ર આસક્તિ-બંનેથી કોઈ લાભ તો છે જ નહિ, ઊલટું તે કાળે શક્તિનો નાશ અને પરિણામે ક્ષયરોગ સરખા મહાવ્યાધિઓ વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય છે. એવી રીતે નિષેધ કરેલાનું સેવન કરવાથી વ્રતભંગ થાય છે. પણ બીજી બાજ નિયમને અબાધા હોવાથી અતિચાર લાગે છે. અર્થાત મૈથુન-ક્રિયારૂપ ન હોવાતી વ્રત ભાંગતા નથી. એમ ભંગાર્ભ અતિચારો છે. બીજા કેટલાંક આચાર્યો તો આ બન્નેના અતિચારોનું સ્વરૂપ જુદા સ્વરૂપે જણાવે છે– તે સ્વદારસંતોષ વ્રતવાળો વેશ્યા કે અન્ય સ્ત્રી સાથે મારે મૈથુનસેવનનો ત્યાગ છે, મેં કોઈ આલિંગન આદિનો ત્યાગ કર્યો નથી એમ માને, અને પરદાર-સેવનનો ત્યાગ કરનાર પણ માને કે-મારે મૈથુન સેવનનો ત્યાગ છે, આલિંગન આદિ કરવાનો મને ત્યાગ નથી. એમ માનતો હોવાથી બંનેને વ્રત-પાલન કરવાની કંઈક અપેક્ષા હોવાથી અતિચાર સમજવા. એ પ્રમાણે સ્વદાર-સંતોષીને પાંચ અને પરદાર-વર્જકને તો પાછલા ત્રણ જ અતિચાર લાગે. એમ નક્કી થયું. વળી કેટલાંક બીજા આચાર્યો જુદા પ્રકારે આ અતિચારો વિચારે છે, તે આ પ્રમાણે – પરદારાનો ત્યાગ કરનારને પાંચ અને સ્વદાર-સંતોષીને ત્રણ અતિચારો લાગે, તથા સ્ત્રીને ત્રણ કે પાંચ અતિચારો વિકલ્પ લાગે (નવપદ પ્રકરણ-૫૪)
તેઓ એમ માને છે કે-અમુક કાળ માટે રખાત રાખેલી વેશ્યાનો ભોગ કરવાથી અમુક અંશે તો રખાત હોવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતનો ભંગ થાય અને લોકમાં તે બીજાની સ્ત્રી ગણાતી નથી માટે વ્રત ભંગ ન થાય. એમ પરદાર-સેવીને તે ભંગાભંગરૂપ અતિચાર લાગે. સ્વદાર-સંતોષીને તો વ્રતભંગ જ થાય અને માલિક વિનાની, વિધવા, જેનો પતિ પરદેશ ગયો હોય, જે સ્વપતિને માનતી ન હોય, તેવી સ્ત્રીઓની સાથે ભોગ ભોગવવાથી પરદારા-વર્જન-કરનારને અતિચાર લાગે; કારણ કે લોકોમાં તે અમુક સ્ત્રીઓ છે–એમ પ્રસિદ્ધ છે, અને બીજી બાજુ તેઓને તે કાળે પતિ-માલિક નથી. તેવો કંઈક અંશે પરસ્ત્રી