________________
૨૪૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ધાતુ તેવી જ રીતે ચાંદીમાં પણ, એ વિગેરમાં તેના સરખા પદાર્થો ભેળવી તેને વેચે અથવા ગાય વિગેરે બીજા રાજ્ય કે ગામમાંથી હરણ કરી લાવ્યા હોય, તેને શિંગડાને અગ્નિમાં પકવેલા કાલિંગના ફલ અને વરાળથી નીચા મુખવાળા બનાવી અથવા તિર્થો બનાવી ગમે-તેમ ફેરફાર કરી નાંખી માલિક ન ઓળખી શકે તેમ કરી સુખેથી પોતે રાખી કે વેચી શકે તે તત્પતિરૂપક નામનો ચોથો અતિચાર તથા જેનાથી માપ કરાય. તે માપ, કુડાવ, પલ, તોલા, પળી, ભાર, “મણ (ગ્રામ, કીલો, મીટર) વિગેરે ઓછા-વધારે માપના રાખે. હીન માપથી આપે. અધિક માપથી લે. આ પાંચમો અતિચાર. પ્રતિરૂપ પ્રક્રિયા અને ખોટાં માપ એ બીજાને ઠગવા રૂપ હોવાથી અને પરધન ગ્રહણ કરવા સ્વરૂપ હોવાથી વ્રતભંગ જ છે. માત્ર ખાતર પાડવું વગેરે ચોરી તરીકે પ્રસિદ્ધ છે. “મે તો વેપારની કળા કરી છે” એ ભાવનાથી વ્રતરક્ષણ કરવા ઉદ્યમવાળો હોવાથી બંને અતિચારો જ છે અથવા તો ચોરને સહાય આપવી આદિ પાંચે ય કાર્યો સ્પષ્ટ ચોરીરૂપ જ છે. તો પણ જ્યારે વગર વિચાર્યું કે સમજ વિના અજાણતાં અસાવધાનીથી તે કાર્યો થાય કે વિષયમાં અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર થાય, ત્યારે તે પાંચેય અતિચારો સમજવા. આ પાંચેય અતિચારો (માત્ર વેપાર કરવામાં થાય છે) રાજ્યની નોકરી આદિમાં નથી થતા એવું નથી. પ્રથમના બે અતિચારો રાજ્યની નોકરી આદિમાં પણ થાય તેવા છે. શત્રુ રાજ્યમાં જવારૂપ ત્રીજો અતિચાર પણ જ્યારે રાજાનો સામંત વિગેરે કોઈ પોતાના રાજાથી આજીવિકા-આવક પોતે ઓળવે કે પોતાના રાજાના વિરોધી કોઈ શત્રુરાજાને સહાય કરે, ત્યારે લાગે છે. માપ-તોલાના ફેરફાર તથા પ્રતિરૂપક્રિયા એ બે અતિચારો અન્યને તો શું ? રાજાને પણ જ્યારે પોતાના ભંડારમાં માપના ફેરફાર કરાવે છે કે વસ્તુનો ફેરબદલો વિગેરે કરાવે, ત્યારે અતિચાર લાગે છે. આ પ્રમાણે અસ્તેયવ્રત સંબંધી પાંચ અતિચારો કહ્યાં ૯૨ // હવે ચોથા વ્રતના અતિચારો કહે છે– २६४ इत्वरात्तागमोऽनात्ता-गतिरन्यविवाहनम्
मदनात्याग्रहोऽनङ्ग-क्रीडा च ब्रह्मणि स्मृताः ॥ ९३ ॥ અર્થ : ૧. અમુક કાળ માટે પોતે રાખેલી તથા ૨. પોતાની પરણેલી નહિ એવી સ્ત્રી સાથે મૈથુન સેવવું. ૩. બીજાના વિવાહ કરવા. ૪. કામક્રીડામાં તીવ્ર રાગ કરવો. તથા અનંગક્રીડા કરવી, એ પાંચ બ્રહ્મચર્યવ્રતના અતિચારો કહેલા છે. જે ૯૩ /
ટીકાર્થ : બ્રહ્મચર્ય વ્રતના પાંચ અતિચારો કહેલા છે. થોડા કાલ માટે રાખેલી હરકોઈ પુરૂષ સાથે ગમન કરનારી અર્થાત, વેશ્યા, ભાડુ કે પગાર આપી થોડા કાલ માટે રાખેલી અગર રોકેલી અહીં સમાસમાં કાલશબ્દનો લોપ થવાથી “ઈવરાત્તા'- તેની સાથે મૈથુન સેવવું તાત્પર્ય એ સમજવું કે રખાત સાથે વિષય સેવનમાં તો ભોગ ભોગવનાર જ્યારે ભાડુ આપી થોડા કાલ માટે પોતાની સ્ત્રી તરીકે સ્વીકાર કરી વેશ્યાને ભોગવતો અને મનમાં સ્વસ્ત્રીની કલ્પના કરતો વ્રતની સાપેક્ષતા હોવાથી તેના વ્રતનો ભંગ થતો નથી. અલ્પકાલ માટે સ્વીકારેલ હોવાથી વસ્તુ સ્વરૂપથી બીજાની સ્ત્રી હોવાથી ભંગ થાય છે. એ પ્રમાણે ભંગાભંગરૂપ “ઈવરાત્તા-ગમ' નામનો પ્રથમ અતિચાર જાણવો. અનાજ્ઞા એટલે અપરિગૃહિતા માલિક વિનાની સ્ત્રી અર્થાત્ વેશ્યા, સ્વચ્છંદચારિણી, પતિ પરદેશ ગયો હોય તેવી કુલવતી, વિધવા કે કન્યા હોય, એ સર્વ માલિક વિનાની ગણાય તેની સાથે વિષયસેવન કરવું. આ વગર સમજણ આદિથી કે અતિક્રમાદિથી અતિચાર લાગે. સ્વદારા-સંતોષી હોય તેને આ બે અતિચાર, પણ પરદારા-વર્જકને નહિ. વેશ્યા થોડા કાલ માટે સ્વીકારેલી હોવાથી અને બાકીની સ્વનાથપણાથી બીજાની દારા હોવાથી