________________
તૃતીય પ્રકાશ, શ્લો.૯૧-૯૨
૨૪૫
લખવા. આ અતિચારમાં જેણે. ‘કાયાથી અસત્ય ન બોલવું' એવા ભાંગે વ્રત લીધું હોય કે કાયાથી અસત્ય બોલું નહિ, બોલાવવું નહિ એવા ભાંગે વ્રત લીધું હોય તેઓને તો આ વ્રત ખોટા લેખ લખવાથી ભંગ થાય જ છે. તો પણ વગર વિચાર્યે અજાણતાં કે અતિક્રમ આદિથી અતિચાર લાગે છે અથવા તો મારે અસત્ય બોલવાનો નિયમ છે. આ તો લખાણ છે, તેથી મારી જાતને બાધ નથી-એવી સમજવાળાને વ્રતપાલન કરવાની બુદ્ધિ કરવાથી અતિચાર જ છે. એમ આ પાંચમો અતિચાર બીજા વ્રતમાં જણાવ્યો.
|| ૯૧ ||
હવે ત્રીજા વ્રતના અતિચારો કહે છે–
२६३ स्तेनानुज्ञा तदानीता - ऽऽदानं द्विड्राज्यलङ्घनम् । प्रतिरूपक्रिया माना -न्यत्वं चास्तेयसंश्रिताः
॥ ૨૨ ૫
અર્થ : (૧) ચોરોને ચોરી કરવામાં સહાય કરવી (૨) ચોરોએ ચોરેલી સુવર્ણાદિ વસ્તુને મૂલ્યથી ખરીદવી. (૩) શત્રુના રાજ્યમાં પ્રવેશ કરવો. (૪) સમાન વર્ણવાળી હીન વસ્તુ ભેળવીને અનાજ આદિ ચીજો વેચવી અને (૫) ખોટા તોલ-માપ કરવા- આ પાંચ અતિચાર અસ્તેય વ્રતના કહ્યા છે. ॥ ૯૨ ||
ટીકાર્થ : ત્રીજા સ્થૂલ અદત્તાદાન-વિરમણના પાંચ અતિચારો કહેલાં છે. ચોરોને ‘ચોરી કરો’ એમ પ્રેરણા કરવી અથવા તો ચોરને જરૂરી હથિયારો કોશ, કાતર, શારડી આદિ મફત કે વેચાતા આપવા. અહીં જો કે ‘હું ચોરી કરું નહિ કરાવું નહિ' એ પ્રમાણે વ્રત અંગીકાર કર્યું હોય. તેને આ અતિચારથી વ્રત-ભંગ થાય જ. છતાં પણ ‘તમે હમણાં ઉદ્યમ વગરના કેમ બેસી રહેલા છો ? જો તમારી પાસે ભોજનાદિ ન હોય તો હું તમને આપું. તમારા ચોરેલા માલનો ખરીદનારો કોઈ નહિ હશે તો હું ખરીદી લઈશ' એવા વચનોથી ચોરોને પ્રેરણા આપે. પોતાની કલ્પનાથી એમ માને કે, હું ચોરી કરવાની પ્રેરણા નથી આપતો, પણ તેઓની આજીવિકાની પ્રેરણા કરૂં છું. તો તેની વ્રતપાલનની બેદરકારી નહિ હોવાથી આ અતિચાર ગણ્યો. આ પ્રમાણે આ પ્રથમ અતિચાર. તથા ચોરે સુવર્ણાદિક ચોરેલી વસ્તુ આણી હોય. તેને મૂલ્ય આપી કે ફોગટ લેવી, તે કે ચોરેલી વસ્તુ છાની ગ્રહણ કરે, તે ચોર કહેવાય. તેથી ચોરી કરવાથી વ્રતનો ભંગ થયો.
‘હું તો વેપાર કરું છું પણ ચોરી નથી કરતો' એ પરિણામથી વ્રતનું સાપેક્ષપણું હોવાથી વ્રત-ભંગ થતો નથી. તેથી દેશથી પાલન અને દેશથી ભંગરૂપ ભંગાભંગરૂપ અતિચાર થયો. એમ બીજો અતિચાર. ‘શત્રુના રાજ્યમાં ગમન' રાજ્યની બાંધેલી હદ કે સેનાનો પડાવ હોય, તેને ઉલ્લંઘન કરવું, નિષેધ છતાં શત્રુના રાજ્યમાં જવું. એક-બીજા રાજ્યોએ પરસ્પર કરેલી વ્યવસ્થાનું ઉલ્લંધન કરવું. એક રાજ્યનો નિવાસી બીજા રાજ્યમાં પ્રવેશ કરે, બીજા રાજ્યનો નિવાસી નિષેધ છતાં પ્રવેશ કરે, અહીં તે સ્વામિ અદત્ત, જીવ-અદત્ત, તીર્થકર-અદત્ત અને ગુરુ-અદત્ત આ ચાર અદત્તો પૈકી સ્વામિ-અદત્તરૂપ છે, તે એ રૂપે રાજાના નિષેધ છતાં જાય તો જનારને ચોર જેટલો દંડ થાય છે. માટે વસ્તુતઃ રાજાની ચોરીરૂપ હોવાથી વ્રત-ભંગ થાય, છતાં જનારના મનમાં ‘હું તો વ્યાપારદિ અર્થે જ ગયો છું.’ ‘મેં ચોરી કે જાસુસી કરી નથી.’ એમ વ્રતની સાપેક્ષતા-સમજણ હોવાથી વ્રત રક્ષણ કરવાની અપેક્ષા ગઈ નથી. તેમ જ લોકમાં પણ તે ચોર કહેવાતો નથી, તેથી તેને અતિચાર કહેલો છે. એમ ત્રીજો અતિચાર કહ્યો. સરખી હલકી વસ્તુ સારામાં ભેળસેળ કરી આપવી કે સારી વસ્તુને બદલે હલકી સેરવી દેવી જેમ કે ઊંચી જાતના ક્રમોદ ચોખામાં હલકી જાતના ચોખા, ઘીમાં ચરબી, હિંગમાં ખેરનો ભુકો, તેલમાં મૂતર, ઉત્તમ સુવર્ણમાં ભળતી