________________
૨૪૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
અર્થ : (૧) મિથ્યા ઉપદેશ કરવો (૨) અન્ય ઉપર ખોટા દોષ ચડાવવા (૩) ગુપ્ત વાતને પ્રગટ કરવી. (૪) વિશ્વાસના મર્મને જાહેર કરવો અને (૫) ખોટા દસ્વાવેજ કરવા, આ પાંચ અતિચાર બીજા વ્રતના કહ્યાં છે. || ૯૧ .
ટીકાર્થ : મિથ્યા ઉપદેશ અસદુપદેશ, સત્યના પચ્ચક્ખાણવાળાને પરપીડા કરનારું વચન અસત્ય જ છે, તેથી પ્રમાદથી બીજાને પીડા કરનાર ઉપદેશમાં અતિચાર લાગે છે, જેમ કે – “ગધેડા, ઊંટોને બેસાડી કેમ રાખ્યા છે ? તેની પાસે કામ કરાવો, ભાર ઉંચકાવો, ચોરોને હણો” અથવા તો યથાસ્થિત અર્થ, તે તથોપદેશ તે સાધવા યોગ્ય ગણાય. વિપરીત તે અયથાર્થોપદેશ : જેમ કે - બીજા કોઈ સંદેહવાલાએ પ્રશ્ન કર્યો, તેને સરખો જવાબ ન આપવો. સાચી વાત ન કહેવી. અથવા તો વિવાદમાં પોતે કે બીજા દ્વારા આડા-અવળા કોઈ જુદા અભિપ્રાયવાળા જવાબ આપવાની પ્રેરણા કરવી. તે પ્રથમ અતિચાર વગર વિચાર્યું કોઈના ઉપર ખોટા દોષ કે કલંકનું આરોપણ કરવું. જેમ કે – તું ચોર કે પરસ્ત્રી ગમન કરનાર છે.' કેટલાક વળી સહસા અભ્યાખ્યાનના સ્થાનમાં રહસ્યાભ્યાખાન કહે છે. તેઓનું કથન જણાવે છે– રહ એટલે એકાંત, તેમાં થવાવાળું એકાંતમાં કહેવું, ખોટી પ્રશંસા કરવી, કે ખોટા કલંક ચડાવવા, રહસ્યાભ્યાખાન આ પ્રમાણે સમજવું કે, જો કોઈ વૃદ્ધસ્ત્રી હોય તેને એકાન્તમાં કહે છે કે આ તારો-ભર્તાર તરુણ સ્ત્રીમાં બહુ પ્રેમ કરનારો છે. હવે જો તરુણી હોય તો તેને એમ કહે છે કે, આ તારો પતિ કામ-કળામાં કુશળ પ્રૌઢ ચેષ્ટાવાળી મધ્યમ વયવાળી સ્ત્રીમાં અનુરાગી બન્યો છે, તથા આ તારો પતિ બહુ વિષય-વાસનાવાળો છે, અથવા મર્દાનગી વગરનો છે, એમ હાસ્ય કરે તથા સ્ત્રી માટે ખોટી વાત ઉભી કરી તેના પતિ પાસે કહે કે, મને એકાંતમાં તારી પત્ની કહેતી હતી કે, તારા અતિશય વિષય-સેવનથી તે બિચારી કંટાળી ગઈ છે. અથવા તો તે કહેતી હતી. હું મારા પતિને પણ વિષય-ક્રીડામાં થકવી નાખું છું અથવા દંપત્તિ યુગલમાંથી કોઈ સ્ત્રી કે પુરૂષને જે પ્રકારે રાગની અધિકતા વધે, તે પ્રકારે તેવા પ્રકારના એકાંતમાં અનેક રીતે વિષયની ગુપ્તવાતો મશ્કરી વિનોદ ખાતર કરવી તે અતિચાર છે. જાણી-સમજી દુરાગ્રહથી જૂઠ બોલવામાં આવે, તો વ્રતનો ભંગ થાય. કહેલું છે કે- “સહસા અભ્યાખ્યાન વિગેરે જો જાણવા છતાં કરવામાં આવે તો વ્રતભંગ થાય અને જો ઉપયોગ વિના હાંસી કે મજાકમાં વગર વિચાર્યું આળ-કલંક ચડાવે, તો તે અતિચાર સમજવો.” આ બીજો અતિચાર હવે, “ગુહ્ય ભાષણ' નામનો અતિચાર સમજાવતા કહે છે કે-સર્વને ન જણાવવા યોગ્ય. જેમ કે રાજાદિકના કાર્ય સંબંધી ગુપ્ત વાતો જાણવાનો અધિકાર નથી, પણ ઈંગિત આકારથી બીજા કારણે તે વાત જાણી કે અનુમાનથી સમજી બીજાને કહી દે કે, અમુક માણસો રાજ્ય-વિરૂદ્ધ ચોક્કસ કાર્યો કરવાનો વિચાર કરી રહ્યા છે અથવા તો ગુહ્ય ભાષણ એટલે ચાડી કરવી, જેમ કે કોઈ બે માણસો પરસ્પર પ્રીતિવાળા હોય. તેમાંથી એકના મુખ-ચહેરાના અને વર્તાવના આધારે એકનો અભિપ્રાય બીજાને તેવી યુક્તિપૂર્વક જણાવે. જેથી તેની પ્રીતિ તૂટી જાય. આ ત્રીજો અતિચાર તથા વિશ્વાસુની ગુપ્ત મંત્રણા જાહેર કરવી. વિશ્વાસુ મિત્ર, સ્ત્રી વગેરે. તેઓની ગુપ્ત ખાનગી વાતો જાહેર કરવી. જો કે તેના કહ્યા પ્રમાણે સત્ય હોય તેથી અતિચાર ન લાગે, તો પણ ગુપ્ત રાખવાની હકીકત જાહેર કરી અને તેથી મિત્ર સ્ત્રીને લજ્જાથી મરણ પામવાનો પ્રસંગ આવે. તે કારણે પરમાર્થથી તે અસત્ય છે, ભંગરૂપ હોવાથી અતિચાર લાગે. ગુહ્ય ભાષણમાં ઈંગિત આકારાદિથી અધિકાર ન હોવા છતાં ગુહ્ય પ્રગટ કરે છે, અહીં તો તે પોતે મંત્રણા કરીને જે ગુપ્ત મંત્રણા પ્રગટ કરી – આ બંને વચ્ચે ફરક છે. અર્થાત એક વિશ્વાસઘાત રૂપ અને એક કલંક ચાડી રૂપ છે. એ પ્રમાણે વિશ્વાસઘાત નામનો ચોથો અતિચાર જણાવ્યો તથા “ફૂટ લેખ' ખોટું લખાણ. ખોટું દસ્તાવેજ કે બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો