SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૭૩-૭૬ ૨૧૯ વધારનાર અને તિર્યંચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન બીજાને રોવડાવે છે તે રુદ્ર - દુઃખનું કારણ, તેનાથી કરેલું અથવા તેનું કર્મ તે રૌદ્ર ધ્યાન ચાર પ્રકારનું છે. ૧. હિંસાનુંબંધી ૨. મૃષાનુબંધી ૩. તેયાનુબંધી અને ૪. ધન-સંરક્ષણાનું બંધી. તે માટે કહેલું છે. “જીવનો વધ, બંધન, ડામ દેવો, નિશાની કરવી, મારવા વિષયક ચિતવવું. અતિક્રોધરૂપી ગ્રહથી ગ્રસ્ત થએલું. નિર્દય મનવાળું. અધમવિપાકવાળું, હિંસાનુંબંધી રૌદ્રધ્યાન કહેવાય. ૨. ચાડી ખાવી, અસભૂત, ખોટા આળ આપવાં, પ્રાણિઘાત આદિ વચનનું પ્રણિધાન કરવું, માયાવી છૂપા પાપ કરનાર, પ્રતિજ્ઞા તોડનારને આ ધ્યાન હોય. ૩. તથા તીવ્ર ક્રોધ અને લોભાકુલ ચિત્તવાળાને પ્રાણીને મારવાના અનાર્ય પરિણામ થવાં. પરદ્રવ્ય હરણ કરવાનું ચિત્ત કરવું. પરલોકના નુકશાનના વિચાર વગરનાને આવા પરિણામ થાય ૪. શાબ્દિક વિષયના સાધનો તથા ધન રક્ષણ કરવામાં સાવધાની રાખનાર, દરેક તરફથી તેના હરણની શંકા અને લઈ જનાર ને મારી નાંખવાના ક્રૂર પરિણામવાળું ચિત્ત કરવું. રાગ, દ્વેષ અને મોહના વિકારવાલા જીવને નરકગતિના કારણરૂપ સંસાર વધારનાર એવું આ ચાર પ્રકારનું રૌદ્ર ધ્યાન હોય છે.” (ધ્યાનાશતક ૧૮-૨૪), આ પ્રમાણે આર્ત અને રૌદ્ર સ્વરૂપ અપધ્યાન, તે અનર્થદંડનો પ્રથમ ભેદ. પાપકર્મનો ઉપદેશ અથવા પ્રેરણા આપવી, તે બીજો ભેદ, હિંસાના ઉપકરણો-છરી, ચપ્પ, તલવાર, અગ્નિ, ઘંટી આદિ અધિકરણ બીજાને આપવાં તે ત્રીજો ભેદ અને ગીત, નૃત્ય આદિ રાગાદિ વધારનાર પ્રમાદનું સેવન કરવું. તે અનર્થદંડનો ચોથો ભેદ. શરીર કુટુંબાદિ નિમિત્તે પ્રાણી દંડાય, તે પ્રયોજન કારણવાળો હોવાથી અર્થદંડ કહેવાય અને જેમાં કંઈ પ્રયોજન ન હોય. અર્થદંડથી જે પ્રતિપક્ષરૂપે હોય તે અનર્થદંડ તેનો જે ત્યાગ તે અનર્થદંડ-વિરતિ નામનું, ત્રીજું ગુણવ્રત કહેવાય. કહ્યું છે કે :- “જે ઈન્દ્રિય અને સ્વજન આદિને નિમિત્તે પાપ કરવું પડે, તે અર્થદંડ, અને તે સિવાયનું અનર્થદંડ કહેવાય. | ૭૩-૭૪ ||. અપધ્યાનનું સ્વરૂપ અને પરિમાણ કહે છે– २४६ वैरिघातो नरेन्द्रत्वं पुरघाताग्निदीपने खेचरत्वाद्यपध्यानं, मुहूर्तात्परतस्त्यजेत् ॥ ७५ ॥ અર્થ : વૈરીનો નાશ, રાજાપણાનો ઉપભોગ, નગરનો વિનાશ, અગ્નિ સળગાવવો, વિદ્યાધરપણું ભોગવવું આદિ દુષ્ટ ચિંતનને અશુભધ્યાન કહેવાય. તે અશુભધ્યાનનો એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટ) કે તેથી વધારે સમય ત્યાગ કરવો. || ૭૫ || ટીકાર્થ : શત્રુનો ઘાત કરવાનો સંકલ્પ, તેમ નગર-નાશ અગ્નિ-દાહ દેવાનો વિચાર તે રૂપ રૌદ્ર ધ્યાન. ચક્રવર્તી કે આકાશગામિની વિદ્યાવાળો થાઉં, દેવઋદ્ધિ અપ્સરા-દેવાંગના વિદ્યાધરીઓ ભોગવનારો થાઉં, તે રૂપ આર્તધ્યાન. તેના પરિણામ-વિચાર-ધ્યાનના ત્યાગરૂપ વ્રત, એક મુહુર્તથી વધારે કાળ માટે જે ત્યાગ કરવો, તે અપધ્યાન-વિરતિરૂપ અનર્થદંડ-વિરતિનો પ્રથમ ભેદ. || ૭૫ હવે પાપોપદેશ સ્વરૂપની વિરતિ જણાવે છે– २४७ वृषभान् दमय क्षेत्रं, कृष षष्ढय वाजिनः । दाक्षिण्याविषये पापो-पदेशोऽयं न कल्पते ॥ ७६ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy