________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૨૧૮
44
વ્રત કહ્યું. ભોગોપભોગનું કારણ ઘનોપાર્જન પણ ભોગોપભોગ ઉપચારથી કહેવાય. તેનું પરિમાણ પણ ભોગોપભોગવ્રત કહેવાય. તેથી શ્રાવકને ખરકર્મનો પરિહાર કરીને બીજા નિર્દોષ કાર્યથી આજીવિકા કરવાની હોય. આ અહીં સંક્ષેપમાં જણાવ્યું. અતિચારના અધિકારમાં વિશેષ કહીશું. ભોગોપભોગવ્રત સમજાવ્યું. ॥ ૭૨ ॥
ત્રીજું ગુણવ્રત અનર્થદંડ-વિરમણ
હવે અનર્થદંડ-વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાનો અવસ૨ થયો, તેના ચાર પ્રકાર બે શ્લોકોથી સમજાવે છે—
२४४ आर्तरौद्रमपध्यानं, पापकर्मोपदेशिता
I
॥ ૭૨ ॥
1
योऽनर्थदण्डस्त्याग-स्तृतीयं तु गुणव्रतम् ૫ ૭૪ ॥
અર્થ : અનર્થદંડ ચાર પ્રકારના છે. (૧) આર્ત-રૌદ્રધ્યાન (૨) પાપકર્મનો ઉપદેશ આપવો (૩) હિંસાત્મક શસ્ત્રાદિનું દાન કરવું ને (૪) પ્રમાદોનું સેવન કરવું. શરીરાદિના અર્થદંડના પ્રતિપક્ષ રૂપ અનર્થદંડનો ત્યાગ કરવો, તે ત્રીજું ગુણવ્રત કહેવાય. || ૭૩-૭૪ ||
हिंस्त्रोपकारिदानं च प्रमादाचरणं तथा
२४५ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः
ટીકાર્થ : આર્ત-રૌદ્ર સ્વરૂપ અપધ્યાન કરવું, પાપકાર્યોનો ઉપદેશ કે પ્રેરણા આપવી, હિંસાના સાધનો બીજાને આપવા, અને પ્રમાદ સેવવો. આ ચાર પ્રકારના અનર્થદંડ કહેવાય. શરીર આદિના કારણે જે પાપ કરવું પડે, તે અર્થદંડ અને જેમાં પોતાને કે બીજાને કંઈ લાભ ન થાય અને વગર કારણે આત્મા પાપથી દંડાય અર્થદંડથી વિપરીતપણે રહેલો અનર્થદંડ, તેનો ત્યાગ કરવો, તે ત્રીજું ગુણવ્રત કહેવાય.
ખરાબ ધ્યાન કરવું તે અનર્થદંડનો પ્રથમભેદ, તેનો આર્ત અને રૌદ્ર એવા બે ભેદ છે. ઋત એટલે દુઃખ તેમાં થવાવાળું અથવા અર્તિ, પીડા, યાતના તેમાં થવાવાળું ધ્યાન તે આર્તધ્યાન, તેના ચાર પ્રકાર છે. (ધ્યાનશતક ૬-૧૦) ૧. અણગમતા શબ્દાદિક વિષયોના સંયોગમાં તેના વિયોગ ચિંતવવા સ્વરૂપ અને વળી તેના અસંયોગની પ્રાર્થના, તે પ્રથમભેદ, ૨. શૂલ વિગેરે રોગ થયા હોય ત્યારે તેના વિયોગ સંબંધી વિચા૨ો ક૨વા અને ફરી તેની પ્રાપ્તિ ન થાય તેની ચિંતા કરવી, તે આર્તધ્યાનનો બીજો ભેદ. ૩. મનગમતા ઈષ્ટ શબ્દાદિક વિષયો તથા શાતાવેદનીય અવિયોગના પરિણામ-સ્વરૂપ સંપ્રયોગ અભિલાષ નામનો ત્રીજો ભેદ ૪. દેવેન્દ્ર ચક્રવર્તી આદિના વૈભવની પ્રાર્થનારૂપ, નિયાણું, તે ચોથા પ્રકારનું આર્તધ્યાન છે. જે માટે કહેલું છે—
આર્તધ્યાન
દ્વેષમલિનતાવાળા જીવને શબ્દાદિક વિષયવાળા અણગમતા પદાર્થો માટે અતિશય વિયોગ ચિંતવન અને ફરી તેનો સંયોગ ન થાય તેવી ચિંતા કરવી. તથા પેટનું શૂલ, મસ્તક આદિ વેદનાનો વિયોગ થાય તેનું એકાગ્રપણે ધ્યાન કરવું અને તેના અસંયોગની ચિંતા, તેના પ્રતિકાર માટે આકુળ મનવાળા બનવું. ઈષ્ટ અનુકુળ વિષયો અને શાતા વેદનીયમાં રાગવાળા બની તેના અવિયોગનું ધ્યાન કરવું તથા તેના સંયોગની અભિલાષા કરવી. દેવેન્દ્ર, ચક્રવર્તી, આદિના ગુણોની - સમૃદ્ધિની પ્રાર્થના સ્વરૂપ અત્યંત અજ્ઞાનભૂત અધમ નિયાણું ચિંતવવું. રાગ, દ્વેષ, અજ્ઞાન યુક્ત જીવને આ ચારે પ્રકારનું આર્તધ્યાન સંસાર