SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૬૮-૭૨ ૨૧૭ २४१ रजनीभोजनत्यागे, ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञादृते कश्चिदपरो वक्तुमीश्वरः ટીકાર્થ : રાત્રિભોજન ત્યાગ કરવાના જે સર્વપ્રકારના ગુણો છે, તેને કેવળી સિવાય બીજો કોઈ કહેવા સમર્થ નથી. || ૭૦ || ॥ ૭૦ ॥ હવે ક્રમ પ્રમાણે કાચા દૂધ, દહીં, છાશ, આદિ-ગો૨સ સાથે ભેગા થએલા કઠોળના બનેલા ભોજનનો પ્રતિષેધ જણાવે છે २४२ आमगोरससंपृक्त-द्विदलादिषु जन्तवः તા: તિમિ: સૂક્ષ્મા-સ્તસ્માત્તાનિ વિવર્તયેત્ ॥ 9 ॥ અર્થ : કેવળજ્ઞાની ભગવંતોએ કાચા દહીં-દૂધ, આદિથી મિશ્રિત દ્વિદળ વગેરે ભોજનમાં સૂક્ષ્મ જંતુઓ જોયા છે, તેથી દ્વિદળ આદિ ભોજનનો ત્યાગ કરવો. ॥ ૭૧ || ટીકાર્થ : કાચા ગોરસમાં કઠોળ કે તેના અવયવો ભેગા થાય, તો તેમાં કેવળી ભગવંતોએ સૂક્ષ્મજીવો દેખેલા છે, માટે તેનો ત્યાગ કરવો. આ જૈનશાસનની આવા પ્રકારની મર્યાદા છે કે ‘આગમથી જાણી શકાય તેમાં હેતુઓને પ્રતિપાદન કરે, અને હેતુઓથી જાણી શકાય તેવા પદાર્થોમાં માત્ર આગમને આગળ કરી પ્રતિપાદન કરે તેવા પદાર્થોનું પ્રતિપાદન કરનાર આજ્ઞા-વિરાધક કહેલો છે. જે હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમમાં આગમથી એ પ્રમાણે પ્રભુ-શાસનના સિદ્ધાંતો પ્રરૂપે તે આજ્ઞાઆરાધક છે અને તેથી વિપરીત રીતે પ્રરૂપણા કરનાર સિદ્ધાંત-વિરાધક છે' (સન્મતિ, ૧૪૨), આ નિયમાનુસાર કાચા ગોરસમાં ભળેલા કઠોળ આદિમાં હેતુથી જાણી શકાય તેવો જીવોનો સદ્ભાવ નથી પણ તે જીવો આગમથી જ જાણી શ્રદ્ધા કરવા યોગ્ય છે. તે અન્ન તેમાં જે જંતુઓ છે, તે કેવળી ભગવંતોએ દેખ્યા છે, તેથી તે જંતુ-મિશ્રિત તથા કાચા ગો૨સ સાથે કઠોળ મિશ્રિત ભોજનની વાનગીનો ત્યાગ કરવો, તેવું ભોજન કરવાથી પ્રાણાતિપાત નામનું પ્રથમ પાપસ્થાનક લાગે છે. કેવળીઓનાં વચનો નિર્દોષ હોવાથી આપ્ત-પ્રામાણિક પુરૂષોનાં વચનથી વિપરીત ન હોય || ૭૧ || તેમજ એમ ન સમજવું કે મઘ વિગેરેથી માંડી કોહવાયેલ સ્વાદ વિગેરે બગડી ગયા હોય કે વાસી અન્ન વગેરે જ અભક્ષ્ય છે પરંતુ ઘણાં જીવોના સંબંધવાળા હોય તેવાં બીજા પણ અભક્ષ્યોને આગમથી જાણીને ત્યાગ કરવો જોઈએ, તે કહે છે २४३ जन्तुमिश्रं फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत् । सन्धानमपि संसक्तं, जिनधर्मपरायणः ।। ૭૨ ।। અર્થ : શ્રી જિનધર્મમાં પરાયણ એવા પુરૂષે બીજા પણ જીવયુક્ત ફળ, ફુલ, પાંદડા અને (કેરી આદિના) જંતુ મિશ્રિત બોળ-અથાણાંનું પણ વર્જન કરવું. ॥ ૭૨ ॥ ટીકાર્થ : જૈનધર્મ-પરાયણ દયાળુ શ્રાવક બીજા જીવોના સંસર્ગવાળા ફળ, ફુલ, પાંદડા, કે તેવી બીજી વસ્તુઓ તથા બોળ અથાણાનો ત્યાગ કરે. ફળ સિવાયના બીજા ત્રસ જીવોથી યુક્ત મહુડાં, બીલીફળ, આદિ ફળો, શક્તિ, સરગવ, કે મહુડાં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy