________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૨૧૬
સાપ, વીંછી અને ઘો આદિ અધમ જાતિના પશુ-પક્ષીની ગતિમાં ઉત્પન્ન થાય છે. II ૬૭ II
ટીકાર્થ : રાત્રિ ભોજન કરનાર ભવાંતરમાં ધુવડ, કાગડા, બિલાડા, ગીધ, હરણ, મચ્છ, ભૂંડ, સાપ, વીંછી, ઘો, નોળિયા, ગીરોલી અને પાપબંધ થાય તેવી અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. || ૬૭ || વનમાલાનું ઉદાહરણ આપીને રાત્રિભોજન-દોષની મહત્તા બતાવે છે—
२३९ श्रूयते ह्यन्यशपथा - ननादृत्यैव लक्ष्मणः निशाभोजनशपथं कारित: वनमालया
I
॥ ૬૮ ॥
અર્થ : રામાયણમાં સંભળાય છે કે, રાજા દશરથની પુત્રવધુ વનમાલાએ લક્ષ્મણજીને બીજા સોગંદનો અસ્વીકાર કરીને રાત્રિભોજનનો સોગંદ કરાવ્યો. ॥ ૬૮ ॥
ટીકાર્થ : સંભળાય છે કે, વનમાલાએ બીજા સોગંધનો અનાદર કરીને લક્ષ્મણજીને રાત્રિભોજનના સોંગન કરાવ્યા હતા.
રામાયણમાં સંભળાય છે કે, દશરથપુત્ર લક્ષ્મણ પિતાની આજ્ઞાથી રામ અને સીતા સાથે ફર્યા ત્યાર પછી રામ સાથે આગળ દેશાન્તરમાં જતાં પૂર્વર (વિજય) નગરમાં મહિધરરાજાની પુત્રી વનમાલાને પરણ્યો. પછી રામની સાથે વનવાસમાં જવાની ઈચ્છાવાળો લક્ષ્મણ તેની પત્ની વનમાલાને ત્યાં મૂકતો જાય છે, તેના વિરહથી દુ:ખી બનેલી તેનું ફરી આગમન નહિ થાય તેમ સંભાવના કરતાં તેણીએ લક્ષ્મણને સોગન અપાવ્યાં. ‘હે પ્રિયા ! રામને તેના ઈચ્છેલા દેશમાં સ્થાપન કરીને જો હું તને મારા દર્શન આપીને ખુશ ન કરું, તો પ્રાણાતિપાત આદિ પાપ કરનારાની જે ગતિ થાય, તે ગતિને હું પામું ?’ વનમાલાને તે સોગનથી સંતોષ ન થયો અને 'જો તમે રાત્રિભોજન કરનારાની ગતિના સોગન કરો. તો જ હું મને રજા આપું, નહિંતર નહિ. એમ કહ્યું એટલે તે પ્રમાણે સ્વીકારી તેણે આગળ બીજા દેશ તરફ પ્રયાણ કર્યું. આ પ્રમાણે બીજા સોગનનો અનાદર કરી વનમાલાએ લક્ષ્મણને રાત્રિભોજન સંબંધી સોગન કરાવ્યા. આ વિષયની વધારે હકીકત ગ્રંથ વધી જાય તે કારણે અહીં લખી નથી || ૬૮ ||
શાસ્ત્ર-નિદર્શન વગર સમગ્ર લોકોનું અનુભવસિદ્ધ રાત્રિભોજન-વિરતિનું ફળ કહે છે २४० करोति विरतिं धन्यो, यः सदा निशि भोजनात् ।
सोऽर्द्ध पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः
॥ ૬ ॥ અર્થ : જે ધન્યપુરૂષ સદાકાળ રાત્રિભોજનની વિરતિને કરે છે. તે (સો વર્ષવાળા) પુરૂષ આયુષ્યનાં અર્ધા (પચાસ વર્ષ જેટલા) ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. II ૬૯ ||
ટીકાર્થ : જે કોઈ ધર્મારાધક રાત્રિભોજનનો પચ્ચક્ખાણ કરે તે પુરૂષનું અર્ધ આયુષ્ય તો ઉપવાસવાળું ગણાય. એક ઉપવાસ પણ નિર્જરાનું કારણ હોવાથી મહાફળવાળું છે. સો વર્ષના આયુષ્યવાળાને લગભગ પચાસ વર્ષ ઉપવાસનો સરવાળો થાય. તો તેનું કેટલું ફળ થાય ? આ તો સો વર્ષવાળાની વાત કરી, પરંતુ પૂર્વકોટી વર્ષ જીવનારને તો અર્ધો કાળ ઉપવાસ રાત્રિ-ભોજનની વિરતિમાં થાય. ॥ ૬૯ || આ પ્રમાણે રાત્રિભોજનના ઘણાં દોષો જણાવ્યા, તેના ત્યાગમાં ગુણો છે, તેને કહેવા એ અમારી શક્તિની બહારની વાત છે—