SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ****** : અર્થ : “તું બળદોનું દમન કર, ખેતરને ખેડ, ઘોડાઓને નંપુસક બનાવ” ઈત્યાદિ પાપોપદેશ દાક્ષિણ્યના વિષય વિનાના કાર્યમાં શ્રાવકોએ ન કરવો જોઈએ. ।। ૭૬ ।। ૨૨૦ ટીકાર્થ : ‘તારે ત્યાં નાના વાછરડા છે, તેને કેમ દમતો નથી ? દમન કર ‘અરે ! હવે વરસાદ સમય નજીક આવ્યો એટલે ધાન્ય વાવવા માટે ખેતર ખેડીને તૈયાર કર' ‘વરસાદ વરસ્યો, વાવણીની મોસમ ચાલી જશે' ‘ખેતરો પાકી ગયા છે, તો લણી લો' ‘સાડા ત્રણ દિવસમાં ડાંગર વાવી દો' હવે નજીકના સમયમાં રાજાને ઘોડાની જરૂર પડશે, તો ખસી કરી દમન કરો.' ઉપલક્ષણથી ગ્રીષ્મકાળમાં ખેતરમાં અગ્નિ દેવરાવવો, આવા પ્રકારનો પાપોપદેશ શ્રાવકથી ન કરાય, બંધુ પુત્ર આદિના વિષયમાં દાક્ષિણ્યના કારણે તેમ પ્રેરણા આપવી પડે તો તે અશક્ય-પરિહાર. દાક્ષિણ્યના પ્રસંગ સિવાય જેમ આવે તેમ બોલી મુખરતાથી પાપ-પ્રેરણા ન કરવી. ॥ ૭૬ | હવે હિંસાના સાધનભૂત અધિકરણો ન આપવા માટે જણાવે છે— 1 २४८ यंत्रलाङ्गलशस्त्राग्नि- मुशलोदूखलादिकम् दाक्षिण्याविषये हिंस्त्रं, नार्पयेत्यकरुणापरः ૫ ૭૭ ।। અર્થ : કરૂણામાં પરાયણ દાક્ષિણ્ય વિષય સિવાય બીજાં કોઈને યંત્ર હળ, શસ્ત્રો, અગ્નિ, સાંબેલું, ખાંડણીયું, આદિ હિંસક વસ્તુઓ ન આપે. ॥ ૭૭ || ટીકાર્થ : ગાડાં, યંત્ર, હળ, તરવાર આદિ શસ્ર, અગ્નિ, સાબેલું, ખાંડણીઓ, દસ્તો, આદિ શબ્દથી ધનુષ ધમણ આદિ હિંસા કરનારી વસ્તુઓ, દયાવંત શ્રાવક દાક્ષિણ્યતાના વિષયને છોડી બીજાને ન આપે. || 6 || ।। ૭૮ ॥ હવે પ્રમાદાચરણરૂપ અનર્થદંડના ચોથા ભેદને તથા તેના પરિહારને ત્રણ શ્લોકોથી સમજાવે છે २४९ कुतूहलाद्गीतनृत्त-नाटकादिनिरीक्षणम् कामशास्त्रप्रसक्तिश्च, द्यूतमद्यादिसेवनम् २५० जलक्रीडाऽऽन्दोलनादि - विनोदो जन्तुयोधनम् 1 रिपोः सुतादिना वैरं, भक्तस्त्रीदेशराट्कथाः ॥ ७९ २५१ रोगमार्गश्रमौ मुक्त्वा, स्वापश्च सकलां निशाम् । 11 एवमादि परिहरेत्, प्रमादाचरणं सुधीः ॥ ૮૦ ॥ અર્થ : બુદ્ધિવાન શ્રાવકે સઘળાય પ્રમાદરૂપ આચરણનો ત્યાગ કરવો. કુતુહલથી ગીત, નૃત્ય, નાટકાદિને જોવા, કામશાસ્ત્રના વાંચનમાં આસક્તિ, જુગા૨-મદિરા આદિ વ્યસનોનું સેવન કરવું. જલક્રીડા કરવી, હીંચકા ખાવા આદિનો આનંદ માણવો. જીવોને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વેર રાખવું. ‘ભોજન-સ્ત્રી-દેશ અને રાજકથા' આ ચાર પ્રકારના વિકથા કરવી. રોગ સમયે અને માર્ગના થાકને મૂકીને આખી રાત નિંદ્રા કરવી' ઇત્યાદિ સઘળાય પ્રમાદરૂપ આચરણનો ત્યાગ કરવો. ॥ ૭૮ ૭૯ ૮૦ | ટીકાર્થ : કૌતુકથી તે તે ઈન્દ્રિયોના વિષયોનો યથાયોગ્ય ભોગ કરવો. અર્થાત્ કુતુહલથી ગીત સાંભળવા. નાટક-સરકસ આદિ જોવાં, કુતુહલ ગ્રહણ કરવાથી નિમિત્ત વિના જિનયાત્રાદિ કારણકે લગ્નાદિ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy