________________
૨૦૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજાને માંસ ન ખાવાનો ઉપદેશ આપતો નથી. સંભળાય છે– કોઈક ગામડીઓ માર્ગમાં જતો હશે, તેને એક સાપણે ડંખ્યો. સાપણ “આ સર્વેને કરડો' આવું વિચારીને બીજા કોઈને તે માર્ગે જતા અટકાવ્યા નહિ, સાપણ બીજાને કરડી, તેણે પણ બીજા જનારને કહ્યું નહિ, એવી રીતે સાતને કરડી. માંસ-ભક્ષણ કરનાર પણ માંસ ભક્ષણના પાપથી પોતે નરકે પડે ‘દુષ્ટાત્માઓ પોતે નાશ પામે અને બીજાઓને પણ નાશ પમાડે છે' એ નિયમ મુજબ બીજાઓને પણ ઉપદેશ આપી માંસાહારથી રોકતા નથી. | ૨૦ ||
२०१ केचिन् मांसं महामोहादश्नन्ति न परं स्वयम् ।
રેવપત્રતિથિયોપિ યહૂરે છે ૩૦ અર્થ : કેટલાંક લોકો માત્ર માંસ ખાય છે, એટલું જ નહિ પણ મહામોહના પ્રભાવથી બીજા દેવપિતા-અતિથિ આદિની તૃપ્તિ માટે માંસનો બલિ પણ આપે છે. | ૩૦ ||
ટીકાર્થ : કુશાસ્ત્રોથી ઠગાએલા કેટલાંક અજ્ઞાનતાથી એકલા પોતે જ માંસ ખાય છે, એટલું જ નહિ, પરંતુ દેવતાઓને મૃત્યુ પામેલા પિતાદિક પૂર્વજોને અને આમંત્રેલા બ્રાહ્મણ અતિથિઓને કલ્પના કરી ધરાવે છે. તેમના ધર્મ શાસ્ત્રકારોએ આવું કહેલું છે, તે વાતનું સમર્થન કરે છે | ૩૦ ||
२०२ "क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य, परोपहृतमेव वा । રેવાન્ પિત્તન સમખ્યર્ચ, વાવનું માંસ ન તુષ્યતિ'' ૩૨
(મનુ સ્મૃ. પ૩િ૨) અર્થ : જે મનુષ્ય માંસને ખરીદીને અથવા પોતે જ ઉત્પન્ન કરીને કે બીજા વડે બલિદાન કરાયેલા માંસથી દેવ તથા પિતાઓની પૂજા કરીને ખાય છે તે મનુષ્યને દોષ લાગતો નથી. / ૩૧ //
ટીકાર્થ : કસાઈની દુકાનેથી વેચાતુ લે તે માંસ દેવની પૂજામાં લઈ શકાતું નથી. એટલે શિકાર કરનાર કે જાળથી પક્ષીઓ પકડનાર પારધી પાસેથી મૃગ કે પક્ષીઓનાં માંસ ખરીદ કરીને અથવા પોતે ઉત્પન્ન કરીને બ્રાહ્મણ માગીને, ક્ષત્રિય શિકાર કરીને અથવા બીજાએ તેમને ભેટ આપ્યું હોય, તે માંસથી દેવતાનું અને પિતૃઓનું પૂજન કરીને પછી ખાય તો દોષ નથી.' આ કથન મહાઅજ્ઞાનતાથી ભરેલું છે, તે અમે પહેલા પ્રાણીઓનાં ઘાતનું કારણ માંસ પોતે ખાવું તે અયુક્ત હોવાથી, દેવતાને ધરાવવાની વાત તો કરી જ કેમ શકાય ? દેવતાઓએ તો પૂર્વના સુકૃત પુણ્યયોગે ધાતુરહિત વૈક્રિય શરીર મેળવેલું છે, તેમ જ તેઓ કવલાહાર વગરના છે, તે માંસ કેવી રીતે ખાય ? જે ભક્ષણ કરનાર નથી તેને ધરાવવાની કલ્પના કરવી, તે નર્યું અજ્ઞાન જ છે. પિતૃ આદિ પૂર્વજો પોતપોતાના સુકૃત-દુષ્કૃત પ્રમાણે ગતિ પામેલા હોય અને કર્માનુસારે ફલ અનુભવતા હોય છે, પરંતુ પુત્રાદિકોના સુકૃતથી તેઓ તરી શકતા નથી. તેઓને વળી માંસ ધરાવવાના પાપથી બચાવી કે તારી શકાતા નથી. પુત્રાદિકોએ કરેલું સુકૃત-પુણ્ય તેઓને મળતું નથી. આંબાને સિંચવાથી નાળિયેરી કે બીજા વૃક્ષો ફળતા નથી. નરકમાં પાડનાર માંસ અતિથિને કે પરોણાગત કરવા યોગ્યને આપવું એ મહાઅધર્મ માટે થાય છે. આ પ્રમાણે તેઓનું વર્તન પણ અજ્ઞાન ભરેલું છે. હવે કદાચ તમે કહેશો કે “શ્રુતિ-સ્મૃતિમાં વિધાન કરેલું હોવાથી તેમાં શંકા ન કરવી અને ખંડન ન કરવું. તો તેનો પરિહાર કરતાં જણાવે છે કે, શ્રુતિના અપ્રામાણિક વચનોમાં શ્રદ્ધા કરવી અશક્ય છે અને તેના આ વચનો કેવી રીતે શ્રદ્ધા કરી માનવા ? જેમ કે– ગાયનો સ્પર્શ પાપનાશ કરે છે. વૃક્ષોની પૂજા, ઘેટાં બકરાંનો વધ સ્વર્ગ આપનાર થાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતાદિક