SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૨૪-૨૯ ૨૦૩ જેનું માંસ હું અહીં ખાઉં છું. તે આવતા ભવમાં મને ભક્ષણ કરનારો થશે.” || ૨૬ | માંસ-ભક્ષણના મહાદોષ કહે છે१९८ मांसास्वादनलुब्धस्य, देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः, शाकिन्या इव दुर्धियः ॥ २७ ॥ અર્થ : જેમ દુષ્ટ બુદ્ધિવાળી શાકિનીને બીજાને મારવાની બુદ્ધિ થાય છે, તેમ માંસના સ્વાદમાં લુબ્ધ બનેલા પુરૂષને પણ પ્રત્યેક પ્રાણીને મારવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. || ૨૭ | ટીકાર્થ : જેમ શાકિની જે જે પુરુષને સ્ત્રીને કે અન્ય પ્રાણીને દેખે છે, તેને તેને હણવાની તેની બુદ્ધિ પ્રવર્તે છે, તેવી રીતે માંસના સ્વાદમાં લંપટ બનેલા દુર્બુદ્ધિવાળા પુરુષને જે જે મત્સાદિક જળચર, મૃગલા, ડુક્કરાદિક, ઘેટાં, બકરાં વગેરે સ્થળચર અને તેતર, લાવક આદિ ખેચર કે ઉંદર આદિને પણ મારવાની બુદ્ધિ થાય છે. ર૭ | વળી માંસાહારીઓ ઉત્તમ પદાર્થોનો ત્યાગ કરી હલકા પદાર્થ ગ્રહણ કરે છે, તેની બુદ્ધિની અધમતાને બતાવતા જણાવે છે– १९९ ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य, भुञ्जते ते हलाहलम् ॥ २८ ॥ અર્થ : જેઓ દિવ્યભોજનો પાસે હોવા છતાં માંસને ખાય છે, તેઓ અમૃતના રસને છોડીને હલાહલ ઝેર ખાય છે. || ૨૮ || ટીકાર્થઃ સર્વ ધાતુઓનું પોષણ કરનાર, સર્વ ઈન્દ્રિયોને પ્રીતિ આપનાર દૂધ, દૂધપાક, માવો, બરફ, પેંડા, શિખંડ, દહીં, લાડવા, પુડલા, ઘેબર, ગોળપાપડી, વડી, પૂરણ, વડાં, પાપડ, શેરડી, ગોળ, સાકર, દ્રાક્ષ, આંબા (કેરી), કેળાં, દાડમ, નાળિયેર, નારંગી, ખજૂર, અખરોટ, રાયણ, ફણસ આદિ અનેક દિવ્ય સામગ્રી હોવા છતાં તેનો અનાદર કરીને મૂર્ખ મનુષ્યો ખરાબ ગંધવાળાં, દેખવા પણ ન ગમે તેવા ઉલટી થાય તેવાં, ડુક્કર વગેરેના માંસ ખાય છે, તેઓ ખરેખર જીવિતની વૃદ્ધિ માટે અમૃતરસનો ત્યાગ કરીને જીવિતનો અંત કરનાર હલાહલ ઝેરનું પાન કરે છે. નાના બાળક પણ પત્થરનો પરિહાર કરી સુવર્ણને જ પકડે છે, તેવા બાળકથી પણ માંસ ભક્ષણ કરનાર વધારે બાલિશ છે. / ૨૮ / બીજા પ્રકારે માંસ ભક્ષણના દોષ કહે છે– २०० न धर्मो निर्दयस्यास्ति, पलादस्य कुतो दया ? । પત્નનુષ્યો ને તત્તિ, વિદ્યાપવિશેનદિ છે ૨૧ છે અર્થ : નિર્દય પુરુષમાં ધર્મ નથી હોતો અને માંસ ખાનારને દયા ક્યાંથી ? માંસ ભક્ષણનો લોભી ઉપરની વાત જાણતો નથી. માંસના દોષ જાણે તો પણ તે બીજાને તે દોષ કહેતો નથી. / ૨૯ ટીકાર્થ : ધર્મનુ મૂલ દયા છે, તેથી કૃપા-રહિતને ધર્મ હોતો નથી. માંસ ખાનારને પણ વધ કરનાર કહેલો હોવાથી તેને પણ દયા નથી, તેથી તેમાં પણ નિધર્મના નામનો દોષ છે. પ્રશ્ન થયો છે કે ચેતનાવાળો પુરૂષ પોતાના આત્મામાં ધર્મોના અભાવનો આક્ષેપ કેવી રીતે સહન કરી શકે ? તેનો જવાબ આપતાં જણાવે છે કે, માંસલંપટને દયા કે ધર્મ કશી ખબર પડતી નથી. કદાચ જાણતો પણ હોય તો પણ પોતે માંસ છોડી શકતો નથી. એટલે સર્વે મારા જેવા માંસ ખાવાવાળા થાવ, એ કારણે ચામડાવાળો માફક
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy