SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હણનાર, લેનાર, વેચનાર, વગેરે કરતાં પણ ભક્ષણ કરનાર મોટો પાપી છે. કારણ કે તે કેટલાંક સમયના પોતાના જીવિત માટે કે પોતાના માંસની પુષ્ટિ માટે પારકાના જીવિતનો નાશ કરે છે. કહેવું છે કેબીજાના પ્રાણોને હણીને જેઓ પોતાને પ્રાણવાળા બનાવે છે, તેઓ થોડા દિવસો માટે પોતાના આત્માને ભાવી વિનાશ નોંતરે છે. તથા પોતાના એકના થોડા જીવન ખાતર ઘણા જીવ-સમુદાયને દુઃખ કરે છે. તેઓ શું પોતાના જીવને શાશ્વત-અજરામર માને છે ? || ૨૩ || એ જ વાત દુર્ગછા સાથે જણાવતાં કહે છે. १९५ मि( मृष्टान्नान्यपि विष्ठास्या-दमृतान्यपि मूत्रसात् । યુથર્મિનસ્થા , તે જ પાપમાવત્ ? | ૨૪ | અર્થ : જેમાં મિષ્ટભોજનો પણ વિષ્ટારૂપે પરિણામે છે અને અમૃત જેવાં સ્વાદિષ્ટ પીણાં પણ મૂત્રપણે પરિણામ પામે છે. તેવા આ તુચ્છ તનની પુષ્ટિ માટે કયો બુદ્ધિમાન પાપનું આચરણ કરે ? | ૨૪ || ટીકાર્થ : ચોખા, મગ, અડદ, ઘઉં, વગેરેના સ્વાદિષ્ટ ભોજનો પણ છેવટે વિષ્ટાપણે પરિણમે છે, દૂધ વગેરે સુંદર પીણાઓ મૂત્ર બની જાય છે, આ શરીર પણ અશુચિય છે, તો પછી કયો સમજુ આ શરીર માટે પ્રાણિઘાત કરવાનું પાપ આચરે ? | ૨૪ || હવે માંસભક્ષણમાં દોષ નથી. એમ કહેનારને નિંદે છે १९६ मांसाशने न दोषोऽस्ती-त्युच्यते यैर्दुरात्मभिः । व्याधगृध्रवृकव्याघ्र-शृगालास्तैर्गुरूकृताः ॥ २५ ॥ અર્થ : ‘માંસ ખાવામાં કોઈ દોષ નથી આવું જે દુરાત્મા બોલે છે, તેઓએ શિકારી, ગીધ, વરૂ, વાઘ અને શિયાળને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. || ૨૫ || ટીકાર્થ : જે દુરાત્માઓ માંસ ખાવામાં દોષ નથી એમ કહે છે. જેમ કે – માંસ ભક્ષણ કરવામાં, મદ્યપાન કરવામાં અને મૈથુન સેવનમાં દોષ નથી, કારણકે આ તો જીવોની પ્રવૃત્તિ છે, જેઓ તેની નિવૃત્તિ કરે છે, તે મહાફળવાળી છે' આ પ્રમાણે કથન કરનારાઓએ ખરેખર શિકારીઓ, ગિધડાઓ, જંગલી કૂતરા, વાઘ, શિયાળ આદિને પોતાના ઉપદેશક ગુરુઓ બનાવ્યા જણાય છે.” કહેલા શિકારીઓ આદિ ગુરુઓ સિવાય આવા પ્રકારનો ઉપદેશ કે શિક્ષણ બીજા કોઈ સજ્જન તો ન જ આપે. મહાજનને પૂજ્ય હોય તે આવો ઉપદેશ કે શિક્ષણ તો ન જ આપે. નિવૃત્તિ તો મહાફળવાળી છે. “ એમ બોલનારને “પ્રવૃત્તિ દોષવાળી નથી' એમનું પોતાનું વચન આપોઆપ વિરોધ પ્રગટ કરે છે. આવાને વધારે શું કહેવું? || ૨૫ // નિરુકત-બલથી પણ માંસ ત્યાગ કરવા લાયક જણાવે છે– १९७ "मां स भक्षयिताऽमूत्र, यस्य मांसमिहाम्यहम् ?। एतन्मांसस्य मांसत्वे, निरुक्तं मनुरब्रवीत्" ॥ २६ ॥ (મનુ સ્મૃ. ૫/૫૫) અર્થ : “હું જેનું માંસ અહીં ખાઉં છું. તે જીવ પરલોકમાં મારું માંસ ખાશે” આ પ્રમાણેનું વચન મનુએ માંસના માંસપણાની વ્યાખ્યામાં કહ્યું છે. || ૨૬ //. ટીકાર્થ : જે મનુએ પણ માંસ શબ્દના અક્ષરો છૂટા પાડીને નિરુક્ત અર્થ આ પ્રમાણે કહેલો છે કે,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy