________________
તૃતીય પ્રકાશ, શ્લો.૩૦-૩૩
૨૦૫
પૂર્વજોને તૃપ્તિ થાય છે. કપટ કરનાર દેવો એ આપ્તો છે. અગ્નિમાં હવન કરે, તો દેવતાને પ્રીતિ કરનાર થાય છે.’ એવા પ્રકારનાં શ્રુતિ-વચનોમાં યુક્તિ સમજનારાં કેવી રીતે શ્રદ્ધા કરે ? કહેલું છે કે–
“વિષ્ટા ભક્ષણ કરનારી ગાયોને સ્પર્શ પાપ હરણ કરનાર થાય છે. વૃક્ષો પૂજવા યોગ્ય છે, બોકડાનો વધ સ્વર્ગ પ્રાપ્ત કરાવે છે, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ ધરાઈ જાય છે, કપટ કરનાર દેવો આપ્ત ગણાય છે. અગ્નિમાં હવન કરેલ દેવોને પહોંચી જાય છે. આવા પ્રકારની શ્રુતિની અસાર વાણીની લીલા
કોણ પામી શકે છે ?'
તેથી કરી માંસથી દેવપૂજા-આદિક શાસ્ત્ર-વિધાનો એ નર્યું અજ્ઞાન છે. વિસ્તારથી હવે સર્યું. ॥ ૩૧ ||
કોઈ શંકા કરે કે મંત્રથી સંસ્કારિત કરેલો અગ્નિ બાળતો કે પકાવતો નથી, તેમ મંત્રથી સંસ્કાર કરેલું માંસ દોષ માટે થતું નથી. કહેલું છે કે—, ‘શાશ્વત' વેદ વિધિમાં આસ્થાવાળાએ કોઈ પ્રકારે મંત્રોથી સંસ્કાર કર્યા વગરનાં પશુઓનું ભક્ષણ ન કરવું પણ મંત્રોથી સંસ્કાર કરેલાનું જ ભક્ષણ કરવું.' (મનુસ્મૃતિ ૫/૩૬)
તે માટે અહીં જણાવે છે—
२०३ मन्त्रसंस्कृतमप्यद्या - द्यवाल्पमपि नो पलम् भवेज्जीवितनाशाय, हालाहललवोऽपि हि
1
૫ ૩૨ ॥
અર્થ : મંત્રથી પવિત્ર કરાયેલા જવના દાણા જેટલા માંસને પણ નહિં ખાવું કેમ કે, હલાહલ ઝેરનો કણિયો પણ જીવિતના નાશને માટે થાય છે. ॥ ૩૨ ||
ટીકાર્થ : જવ જેટલું અલ્પ પણ માંસ, મંત્રથી પવિત્ર કરેલું હોય તો પણ ન ખાવું. અગ્નિની દહનશક્તિને મંત્રો રોકી શકે છે, તેમ નરકાદિ ગતિ પ્રાપ્ત કરાવનાર માંસની શક્તિને મંત્રો રોકી શકતા નથી. જો એમ જ બની શકતું હોય તો સર્વ પાપો કરીને પાપ નાશ કરનાર મંત્રનું વારંવાર સ્મરણ કરીને કૃતાર્થ બની શકાય ને મંત્રથી જ સર્વ પાપો નાશ થતાં હોવાથી એવી રીતે સર્વ પાપોનો પ્રતિષેધ પણ નકામો બની જાય. હવે કદાચ કહેશો કે ‘થોડી મિંદરા’ લીધી હોય, તો તે મૂર્છા પમાડતી નથી. તેમ અલ્પમાંસ પાપ માટે થતું નથી. તેના જવાબમાં કહે છે કે ઝેરનો કણિયો પણ જીવિત નાશ કરનાર થાય છે, તેમ અલ્પમાંસ પણ દુર્ગતિમાં લઈ જનાર બને છે ॥ ૩૨ ॥
હવે માંસનો મોટામાં મોટો દોષ બતાવીને ઉપસંહાર કરે છે :
२०४ सद्यः संमूच्छितानन्त- जन्तुसन्तानदूषितम्
।
નાધ્વનિ પાથેય, જોનીયાપિશિત સુધી: ?૫ રૂરૂ ॥
અર્થ : પ્રાણીનો વધ થતા જ અનંતા સંમૂર્ચ્છિમ જીવો જેમાં ઉત્પન્ન થાય છે. તેવા જીવોથી દૂષિત અને નરકના માર્ગમાં ભાતા સમાન માંસને કયો બુદ્ધિમાન પુરુષ ખાય ? || ૩૩ ||
ટીકાર્થ : પ્રાણીને કાપતાં કે વધુ કરતાંની સાથે જ તરત તેની (માંસની) અંદર નિગોદરૂપ અનંતા સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. શાસ્ત્રમાં કહેલું છે. કાચાં કે રાંધેલા માંસ કે રંધાતી માંસ-પેશીઓમાં નિગોદના સમૂચ્છિમ જીવોને જન્મ-મરણ સતત જણાવેલા છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. આ કારણે કયો સમજુ નરકના ભાતા સરખું માંસ-ભક્ષણ કરે ?