SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ લોભ-લક્ષણ પાપસ્થાનની વિરતિ કરનાર પણ આ વ્રત છે, તે કહે છે १७४ जगदाक्रममाणस्य प्रसरल्लो भवारिधेः યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સ્વનનં વિષે તેન, યેન, વિવિરતિ: વૃત્તા || રૂ || અર્થ : જે આત્માએ દિશાવિરતિ રૂપ વ્રત ધારણ કર્યું છે. તેણે જગત ઉપર આક્રમણ કરનાર અને ચોતરફ ફેલાયેલાં લોભ સમુદ્રને સ્ખલના કરી છે. ।। ૩ || ટીકાર્થ : જે પુરુષે દિશા-પરિમાણ વ્રત અંગીકાર કર્યું, એટલે તેને બહાર ન જવાથી ત્યાં રહેલ સુવર્ણ, રૂપું. ધન-ધાન્યાદિકને વિષે ઘણે ભાગે તેને લોભ થતો નથી. લોભાધીન બનેલો જીવ ઊર્ધ્વલોકમાં દેવની સંપત્તિ, મધ્યલોકમાં રહેલી ચક્રવર્તી વગેરેની સંપત્તિ અને પાતાલ લોકમાં રહેલા નાગકુમારાદિ દેવોની સંપત્તિની અભિલાષા કરતો ત્રણે ભુવનને પણ મનોરથ વડે ઈચ્છા કરે છે, તેથી લોભને જગતનો આક્રમણ કરનાર જમાવ્યો. વળી લોભને સમુદ્રની ઉપમાં આપી. જેમ અનેક પ્રકારના વિકલ્પો રૂપી કલ્લોલોથી આકુળ અને જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા પ્રકારના આગળ વધતા લોભને સ્ખલના કરનાર દિગ્વિરતિ વ્રત છે. આ વ્રતને લગતા આંતર શ્લોકો : ગૃહસ્થોને આ વ્રત જીંદગી-પર્યંત, ચાર મહિના કે ઓછા કાળનું પણ હોય છે. હંમેશા સામાયિકમાં રહેલા, જયણા પૂર્વક બધી પ્રવૃત્તિ કરતા સાધુઓને તો કોઈપણ દિશા-વિષયક વિરતિ-અવિરતિ હોતી નથી. ચારણ-મુનિઓને તો ઊર્ધ્વમાં મેરુશિખર ઉપર, તિરછી દિશામાં રુચકપર્વત ઉપર પણ ગમન કરવાનું થાય છે. તેથી તેમને દિગ્વિરતિ હોતી નથી. સુંદર બુદ્ધિવાળો જે દરેક દિશામાં જવાની મર્યાદા કરે, તે સ્વર્ગાદિકમાં અખૂટ સંપત્તિઓનો સ્વામી બને છે. ॥ ૩ ॥ ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત કહે છે : १७५ भोगोपभोगयोः संख्या शक्तया यत्र विधीयते । भोगोपभोगमानं तद् द्वैतीयीकं गुणव्रतम् ॥ ૪ ॥ અર્થ : જે વ્રતમાં શક્તિ મુજબ ભોગોપભોગની સંખ્યા કરાય. તેને ભોગોપભોગમાન નામનું બીજું ગુણવ્રત કહેવાય || ૪ || ટીકાર્થ : જેના લક્ષણો આગળ જણાવીશું તેવા ભોગ અને ઉપભોગની જે વ્રતમાં શારીરિક કે માનસિક શક્તિ અનુસાર સંખ્યાનું પરિમાણ કરાય, તે ભોગોપભોગ-માન નામનું બીજું ગુણવ્રત કહેવાય. || ૪ || ભોગ અને ઉપભોગની વ્યાખ્યા સમજાવે છે - १७६ सकृदेव भुज्यते यः स भोगोऽन्नस्त्रगादिकः । पुनः पुनः पुनर्भोग्य - उपभोगोऽङ्गनादिकः ॥ ક્ 11 અર્થ : અન્ન, ફુલમાળ, આદિ જે પદાર્થો એકવાર ભોગવાય તેને ભોગ કહેવાય અને સ્ત્રી આદિ (અલંકાર, વસ્ત્ર વગેરે) જે પદાર્થો વારંવાર ભોગવાય, તે ઉપભોગ કહેવાય. || ૫ ||
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy