SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, ગ્લો.૧-૯ ૧૯૭ ટીકાર્થ: ભાત વગેરે અન્ન, પુષ્પમાળા, તાંબૂલ, વિલેપન, ઉદ્વર્તન, ધૂપ, સ્નાન-પાન વગેરે જે એક જ વખત ભોગવાય તે ભોગ, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, ઘર, પથારી, ખુરશી, કોચ, ઘોડાગાડી, વાહનાદિક અનેક વખત ભોગવાય તે ઉપભોગ કહેવાય || ૫ || આ ભોગોપભોગ-વ્રત ભોગવવા યોગ્ય વસ્તુનું પરિમાણ કરવાથી થાય છે. બે શ્લોકોથી ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓ જણાવે છે– १७७ मद्यं मांस, नवनीतं, मधूदुम्बरपञ्चकम् । अनन्तकायमज्ञात-फलं रात्रौ च भोजनम् ॥ ६ ॥ १७८ आमगोरससम्पृक्तद्विदलं पुष्पितौदनम् । दध्यहर्द्वितयातीतं कुथितान्नं च वर्जयेत् ॥ ७ ॥ અર્થ : મદિરા, માંસ, માખણ, મધ, કાકોદુંબર, આદિ પાંચ ઉદુંબર અનંતકાય વસ્તુઓ, અજ્ઞાતફળો, રાત્રિ ભોજન, કાચા દહીં-દૂધ, મિશ્રિત કઠોળ, વાસી ભાત, બે દિવસ ઉપરનું અને સડેલું અન્ન આ સર્વ પદાર્થો અભક્ષ્ય તથા વર્ક્સ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે / ૬-૭ | ટીકાર્થ: કાષ્ઠ અને પિષ્ટની બનેલી મદિરા-દારૂ, જળચર, સ્થલચર અને ખેચર જીવોનું માંસ, માંસ સાથે ચામડું, લોહી, ચરબી, હાડકાં પણ સમજવા. ગાય, ભેંસ, બકરી, ઘેટી એમ ચારનું માખણ, માખીનું ભમરીનું કૌત્તક, એમ ત્રણ પ્રકારનાં મધ, ઉદુમ્બર આદિ પાંચ અનંતકાય, અજાણ્યાં ફલ, અને કૃત્તિકનું રાત્રિભોજન, કાચા, ગોરસ સાથે, કઠોળ, વાસી ભાત, પલાળેલા ફણગા-અંકુર ફૂટેલા કઠોળ, બે દિવસ (દૂધ-દહીં) પછીનું દહીં, સડેલું અન વિગેરેનો ત્યાગ કરે. તે ૬-૭ // તેમાં દશ શ્લોકોથી મદિરા છોડવાના કારણો જણાવે છે – १७९ मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः । वैदग्धीबन्धुरस्यापि दौर्भाग्येणेव कामिनी ॥ ८ ॥ અર્થ : જેમ દુર્ભાગ્યના યોગે બુદ્ધિના બેતાજ મનુષ્ય પાસેથી સ્ત્રી ભાગી જાય છે, તેમ મદિરા પાન કરવાથી બુદ્ધિ દૂરથી જ પલાયન થાય છે. | ૮ | ટીકાર્થ : નિધન અને દર્ભાગ્યના દોષથી ઘણા ચતુર પુરુષની પત્ની જેમ પલાયન થાય, તેમ મદિરાપાન કરવા માત્રથી બુદ્ધિ સર્વથા ક્ષય પામે છે. || ૮ || १८० पापा: कादम्बरीपान-विवशीकृतचेतसः । जननी हा प्रियीयन्ति जननीयन्ति च प्रियाम् ॥ ९ ॥ અર્થ : મદિરાપાનથી વિવશ ચિત્તવાળા પાપી પુરૂષો માતાને પત્ની માને છે અને પત્નીને માતા માને છે. || ૯ | ટીકાર્થ : મદિરાપાન કરવાથી વિહ્યલ ચિત્તવાળા પાપીઓ ભાન ગુમાવવાથી માતા સાથે પ્રિયાનું અને પ્રિયા સાથે માતાનું વર્તન એમ અવળા વર્તનવાળા બની જાય છે. || ૯ || • ૧. તાડ વિગેરે ઝાડના રસ-તાડી, ૨. લોટ વગેરે પદાર્થો કહોવડાવીને
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy