SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ અણુવ્રતોની વિસ્તારથી વ્યાખ્યા સમજાવ્યા બાદ હવે ગુણવ્રતોનો અવસર પ્રાપ્ત થયો તેમાં પ્રથમ ગુણવ્રત જણાવે છે – ___ १७२ दशस्वपि कृता दिक्षु, यत्र सीमा न लक्ष्यते । । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद्गुणवतम् ॥ १ ॥ અર્થ : જેમાં દશે દિશામાં કરેલી ગમન મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. તે દિગ્વિરતિ નામનું પ્રથમ ગુણવ્રત છે. || ૧ || ટીકાર્થઃ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઉર્ધ્વ, અધોરૂપ દશે દિશાઓ કે ઓછી દિશા માટે જે જવાની મર્યાદા નક્કી કરી નિયમ અંગીકાર કરવો, તે ઉત્તરગુણરૂપ હોવાથી ગુણવ્રત કહેવાય. આ અણુવ્રતોના રક્ષણ કરનાર કે ગુણ અથવા ઉપકાર કરનાર હોવાથી દિશા પરિણામ વિરતિ નામનું પ્રથમ ગુણવ્રત કહેવાય / ૧ / હિંસાદિક પાપસ્થાનકોથી વિરતિરૂપ અણુવ્રતો કહ્યાં, તે તો યુક્ત કહેવાય પરંતુ દિવ્રતમાં કયા પાપસ્થાનકની નિવૃત્તિ કહી છે. જેથી તેને વ્રત કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, અહિ પણ હિંસાદિક પાપસ્થાનકોની વિરતિ છે, તે વાત કહે છે. १७३ चराचराणां जीवानां, विमर्दननिवर्त्तनात् । तप्ताऽयोगोलकल्पस्य, सद्वतं गृहिणोऽप्यदः ॥ २ ॥ અર્થ : દિશાવિરતિ વ્રતથી ત્રસ-સ્થાવર જીવોના વિનાશનો વિરામ થાય છે તેથી તપેલા લોઢાના ગોળા સમાન ગૃહસ્થને ગુણકારી બનવાથી આ વ્રતને સદ્ગત કહ્યું છે. / ૨ // ટીકાર્થ: તપેલા લોહગોલક સરખા ગૃહસ્થને નક્કી કરેલી દિશા-મર્યાદા બહાર રહેલા ત્રસ, સ્થાવર જીવોને જતાં-આવતાં જે મર્દન થાય, તે રૂ૫ હિંસાની નિવૃત્તિ કરવી. હિંસાનો પ્રતિષેધ કરનાર હોવાથી ગૃહસ્થને પણ આ ગુણવ્રત કહેવાય. હિંસાના પ્રતિષેધ સાથે અસત્ય આદિ બીજા પાપોની પણ નિવૃત્તિ થાય છે. શંકા કરી કે, એવી રીતે સાધુઓને પણ દિગ્વિરમણ વ્રત લેવાનો પ્રસંગ આવશે. તે માટે જણાવ્યું કે ગૃહસ્થ આરંભ-પરિગ્રહવાળો હોવાથી જ્યાં જ્યાં ચાલે, બેસે, ઉઠે, ખાય, સૂવે કે કોઈપણ કાર્ય કરે, ત્યાં તપેલા લોઢાના ગોળા ગબડવા માફક જીવની વિરાધના કરે છે, કહ્યું છે કે :- તપેલો લોઢાનો ગોળો જ્યાં ગબડે, ત્યાં બાળ્યા સિવાય ન રહે, તેમ પ્રમાદી ગૃહસ્થ તેવા કારણને પામીને દરેક સ્થાનમાં કયું પાપ ન કરે ? (શ્રાવક પ્રજ્ઞપ્તિ ગા. ૨૮૧ ), સમિતિ - ગુપ્તિ સહિત પ્રધાન વ્રતવાળા સાધુઓને આ દોષ લાગતો નથી, તેથી તેમને દિગ્વિરતિની જરૂર નથી. / ૨ //
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy