SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ હોય ? સંતોષ બખ્તર ધારણ કરનાર ઉપર તૃષ્ણાનાં બાણોની શ્રેણિ પણ વ્યર્થ જાય છે. તેને કેવી રીતે આવતી અટકાવવી એ વિષયમાં તું આકુલ ન થઈશ. કરોડો વાક્યોથી જે વાત કહેવાની છે, તે હું તમને એક જ વાક્યથી કહું છું કે, જેની તૃષ્ણા-પિશાચી શાન્ત બની, તેણે પરમપદ પ્રાપ્ત કરી લીધું. આશાની પરાધીનતાનો ત્યાગ કરી પરિગ્રહનું પ્રમાણ ઘટાડી સાધુધર્મમાં અનુરાગવાળી બુદ્ધિ કરી ભાવસાધુપણાના કારણરૂપ દ્રવ્યસાધુપણું અર્થાત શ્રાવકપણું સેવન કરવા તત્પર બનો. મિથ્યા દૃષ્ટિઓ કરતાં સમ્યગ્દર્શનવાળા જનો ચડીયાતા ગણેલા છે, અને તેઓ કરતાં પણ પરિમિત આરંભ-પરિગ્રહવાળા દેશવિરતિ-ધર્મવાળા શ્રાવકો ઉત્તમ છે. તીવ્ર તપ સેવન કરનારા અન્યતીર્થિકો જે ગતિને પામે છે. તે ગતિને સોમિલ માફક શ્રાવકધર્મ પાલન કરનારા અગર શ્રાવકધર્મ લગાર મલિનપણે કે દોષોવાળો પણ પાળ્યો હોય તો પણ પામી શકે છે. અન્યમતવાળા અજ્ઞાનીઓ મહિને મહિને ડાભના અગ્ર ભાગ પર રહેલ જેટલું ભોજન કરી પારણું કરતા હોય, પરંતુ તેઓ સંતોષવ્રતવાળા શ્રાવકની સોળમી કળાની તુલનામાં આવી શકતા નથી અદ્ભૂત તપસ્યા કરનારા તામલિ કે પૂરણ પર સુશ્રાવકને યોગ્ય ગતિ કરતાં પણ હીનગતિને પામ્યા છે, હે ચેતન ! તું તૃષ્ણા-પિશાચીના વળગાડ સરખું ઉન્મત ચિત્ત ન કર, પરિગ્રહની મૂચ્છ ઘટાડીને સંતોષ ધારણ કર યતિધર્મની ઉત્તમતા વિષે શ્રદ્ધા કર, જેથી આઠભવની અંદર અપર્વગ અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરી શકો. | ઇતિ પરમાત શ્રીકુમારપાલ રાજાને સાંભળવાની ઈચ્છાથી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને અધ્યાત્મ-ઉપનિષદ્ નામનો પટ્ટબંધ થએલો છે, તે યોગશાસ્ત્રના પોતે રચેલા વિવરણના બીજા પ્રકાશનો આગમોદ્ધારક આ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગુર્જરાનુવાદ સમાપ્ત થયો (૨)
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy