________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૫
૧૯૩
કે
બાહ્ય એવા સંગોને પણ નિયંત્રણ કરવા સમર્થ બની શકતો નથી, તે બિચારો આ અત્યંતર પરિગ્રહસેનાને કેવી રીતે જીતી શકશે ? પરિગ્રહ એ અવિદ્યાઓને ક્રીડા કરવા માટે ઉદ્યાન, દુઃખરૂપી જળનો સમુદ્ર તૃષ્ણારૂપી મહાવેલડીનો અદ્વિતીય કંદ હોય તો પરિગ્રહ છે. અહો ! આશ્ચર્ય થાય છે કે સર્વ સંગના ત્યાગ કરનારા મુનિઓને પણ ધન રક્ષણ કરવામાં તત્પર બનેલાઓ ધનના અર્થીપણાની શંકા કરે છે, રાજા, ચોર, કુટુંબી, અગ્નિ, પાણી આદિનો ભય રાખનારા ધનમાં એકતાન બનેલ ધનવાનો રાત્રે પણ ઉંઘતા નથી. દુકાળ કે સુકાળમાં વનમાં કે વસતિમાં પણ શંકાના રોગથી સબડતા ધનવાનો દરેક સ્થાનોમાં દુઃખી હોય છે, નિર્દોષ હોય કે દોષવાળા હોય, તેવા નિર્ધનો સુખેથી જીવે છે, પરંતુ ધનિકો લોકમાં ઉત્પન્ન કરેલા દોષો વડે દુ:ખી થાય છે મનુષ્યોને ધન ઉપાર્જનમાં, રક્ષણ કરવામાં, નાશ પામે કે ખર્ચ કરવામાં દરેકને દુઃખ આપનાર થાય છે. કાનથી પકડેલ રીંછની લીલાને ધારણ કરે છે, માંસના એક ટુકડાને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા શ્વાનો વડે જેમ શ્વાનો, તેમ સ્વજનો વડે પણ ધનવંતો પીડા પામે છે, તેવા ધનને ધિક્કાર થાઓ, ‘હું આ પ્રમાણે અર્થની પ્રાપ્તિ કરું, આમ રક્ષણ કરીશ, આ પ્રમાણ તેમાં વધારો કરીશ.’ યમરાજાના દાંતયંત્રમાં રહેલો હોવા છતાં ધનવાન તેની આશા છોડતો નથી. પિશાચ સરખી આ ધનની આશા જેટલી ઉશ્રૃંખલ થાય છે, દરમિયાન માણસોને અનેક વિડંબનાઓ બતાવે છે. જો તમે સુખ, ધર્મ અને મુક્તિ-સામ્રાજ્યની અભિલાષા રાખતા હો, તો આત્મા સિવાયના પર પદાર્થોનો ત્યાગ કરીને એક માત્ર આશા-તૃષ્ણાને સ્વાધીન કરો. સ્વર્ગ અને અપવર્ગરૂપ નગરના પ્રવેશને અટકાવનાર વજ્ર સરખી ધારવાળી કુહાડીથી ભેદી ન શકાય તેવી આશારૂપ મહાઅર્ગલા છે. પુરૂષોને આશા જ રાક્ષસી છે. વિષમંજરી અને જુની મદિરા છે, સર્વ દોષ ઉત્પન્ન કરનારી આશાને ધિક્કાર હો. તે મહાત્માઓને ધન્ય છે, તેઓ જ પુણ્યવંત છે અને તેઓ દુઃખસમુદ્ર તરી ગયા છે, જેઓએ જગતને મૂર્ચ્યા ઉત્પન્ન કરનાર આશા-સર્પિણીને જીતેલી છે. તેઓ સુખેથી રહી શકે છે કે જેઓએ પાપની વેલડી સરખી, દુ:ખની ખાણ, સુખનો નાશ કરનાર અગ્નિ સરખી, અને અનેક દોષો ઉત્પન્ન કરનારી આશા તૃષ્ણાને નિરાશા બનાવી છે. તૃષ્ણા દવાગ્નિનો મહિમા કોઈક અલૌકિક છે કે જે ધર્મમેઘ સરખી સમાધિને તે જ ક્ષણે ઓલવી નાંખે છે. તૃષ્ણા-પિશાચીથી પરાધીન બનેલા પુરુષો ધનવંતો આગળ દીનવચનો બોલે છે. ગાયન કરે છે, નૃત્ય અને હાવભાવ કરતા પણ શરમાતા નથી. જ્યાં આગળ વાયરો કે સૂર્ય-ચંદ્રના કિરણો પ્રવેશ કરી શકતા નથી, ત્યાં પુરુષોના રોકટોક વગરના આશારૂપી મહાતરંગો પહોંચી જાય છે, જે પુરુષ આશાને આધીન બન્યો છે, તેણે પોતાનું દાસપણું મેળવ્યું છે, અને જેણે આશાને પોતાની દાસી બનાવી છે, તેનું ત્રણ જગતમાં સ્વામીપણું છે, પુરૂષને વિષે આશા નૈસર્ગિકી અર્થાત્ સ્વાભાવિક નથી, કારણકે પુરુષ ઘરડો થાય તો પણ તે ઘરડી થતી નથી. આ તૃષ્ણા એવા કોઈ ઉત્પાત કરાવે છે કે તેની હાજરીમાં કોઈ સુખ મેળવી શકતું નથી. પુરુષોને શરીરની કરચલીઓ વલય સરખી બની ગઈ હોય, તેમ જ શ્યામ કેશો સફેદ પલિયાં થઈ ગયા હોય, તેને પુષ્પની માળા કરી. આ મંડન કરીને કૃતાર્થ બનેલી આશા બીજું ક્યું મંડન કરે ? આશાએ જે પદાર્થોના ત્યાગ કર્યો તે પ્રાપ્ત થયેલ અર્થથી પણ વધી જાય છે. આશા જે અર્થોને સ્વીકારે છે, તે તો સ્વપ્નમાં પણ દુર્લભ છે. પુરુષ જે પદાર્થોને ઘણા પ્રયત્નથી મેળવવાની અભિલાષા કરે છે, તે જ પદાર્થો આશાને તિલાંજલિ આપનારને વગર પ્રયત્ને પ્રાપ્ત થાય છે. જો પુરુષનો પુણ્યોદય જાગતો હોય તો આશા-પિશાચિકી નકામી છે, અને જો પુણ્યોદય નથી, તો પણ આશા-પિશાચિકા નકામી છે જેણે તૃષ્ણાનો ત્યાગ કરી સંતોષવૃત્તિ સ્વીકારી છે, તે ભણેલો, પંડિત, ડાહ્યો, પાપભીરું અને તપોધન છે. સંતોષાકૃત ધારણ કરનારને પોતાને સ્વાધીન જે સુખ છે, તે પરાધીન વૃત્તિવાળા-અસંતોષવાળાને ક્યાંથી