SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૨ ૧૮૧ ગાઉ ઉંચું, અને ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પ્રવેશ કર્યો. તે ચૈત્યમાં વર્તમાન ચોવીશીમાં થએલા ઋષભાદિક ચોવીશ અરિહંતોના તેઓના પોતપોતાની સંસ્થાન-પ્રમાણ વર્ણવાળા બિબો સ્થાપન કરેલા હતા. તેની ક્રમસર પૂજા કરી. ત્યાર પછી ભરતનાં સો ભાઈઓનાં પવિત્ર સ્તૂપોને વંદના કરી અને શ્રદ્ધાવાળા તેણે કંઈક વિચારીને આમ કહ્યું કે, “અષ્ટાપદ સરખું સ્થાન ક્યાંય નથી' એમ માનું છું કે, માટે હું પણ આના જેવું બીજું ચૈત્ય કરાવું. ભરત ચક્રવર્તી મુક્તિ પામવા છતાં પણ હજુ ભરતખંડનું ચક્રવર્તીપણું ભરતખંડના સારભૂત આ પર્વતના શિખર પર રહેલ ચૈત્યના બહાનાથી ટકી રહેલું છે. એમણે આ ચૈત્ય કરાવ્યું. હવે ભવિષ્યમાં થનારા રાજાઓ આનો વિનાશ કરે નહિ માટે આપણે તેનું રક્ષણ કરવાનો ઉપાય કરી. ત્યાર પછી હજાર દેવતાઓથી અધિષ્ઠિત દંડરત્ન હસ્તથી ગ્રહણ કરી તેણે અષ્ટાપદની ચારે બાજું ભમાવ્યું. એટલે કહોળા માફક એક હજાર યોજન ભૂમિ ઊંડી ખોદાઈ અને એવી રીતે તેનાથી દંડ ભમાવતા નાગદેવોનાં ભવનો પણ ભાંગી ગયા. તે દેવો ભય પામી પોતાના સ્વામી જ્વલન પ્રભુને શરણે ગયા. તેણે અવધિજ્ઞાનથી જાણી જહુ પાસે આવી ક્રોધથી એમ કહ્યું. “અરે ! મત્ત બની તમે નિષ્કારણ અનંત જંતુઓના ઘાત કરનારૂં ભયંકર ભૂમિ-વિદારણ કેમ કર્યું ? અજિતસ્વામિના ભત્રીજા અને સગર ચકીના પુત્રોએ આવું અકાર્ય કરાય ? કુલને કલંક લગાડનારા ! તમે આ શું પાપ કર્યું જહનુકુમારે કહ્યું કે, “મેં તો અહિ આવી ચૈત્યના રક્ષણ માટે આ કર્યું. તમારા ભવનો વિનાશ પામ્યા. તે મારા અજાણમાં થયું છે, તો એ સહી લેવા વિનંતી કરું છું” જ્વલનપ્રભુ દેવે કહ્યું કે, “અજ્ઞાનથી આ તારી ભૂલ થઈ છે તે હું સહી લઈ જતો કરૂં છું હવે ફરી આવી ભૂલ ન કરીશ” એમ કહીને તે પોતાના સ્થાને ગયો. બંધુ સહિત જહુનુકુમારે વિચાર્યું કે, આ ખાઈ તો કરી પણ વખત જશે, તેમ તે ધૂળથી પાછી પુરાઈ જશે, તેથી તે દંડથી ગંગાનદીને ખેંચી લાવ્યો અને તેનો પ્રવાહ ખાઈમાં વહેવડાવ્યો એટલે તેના જળથી નાગકુમારોના ભવનો ફરી ઉપદ્રવવાળા બન્યા.” નાગકુમારો સાથે ક્રોધ પામેલા જ્વલનપ્રભુએ ત્યાં આવીને દાવાનલ જેમ વૃક્ષોને તેમ તેઓ સર્વને બાળી ભસ્મ કરી નાંખ્યા. ‘કાયર સરખા આપણા દેખતાં જ આપણા સ્વામીને બાળી નાંખ્યા. આપણને ધિક્કાર થાઓ.” એમ ચિતવતા શરમથી સૈનિકો અયોધ્યા નજીક આવીને રહેલા હતા. આપણા સ્વામીને હવે મુખ પણ કેવી રીતે બતાવવું ? અને આ વાત પણ કેવી રીતે કહેવી ? એ પ્રમાણે તેઓ મંત્રણા કરતા હતા, ત્યારે કોઈક બ્રાહ્મણે તેમને આમ કહ્યું કે, આ વાત રાજાને હું એવી રીતે કહીશ, જેથી તેમને મોહ નહિ થાય અને તમારા પ્રત્યેનો રોષ પણ ઉતરી જડે તમે ગભરાશો નહિ. એમ તે સૈનિકોને કહીને એક અનાથ મૃતક લાવીને તે બ્રાહ્મણ રાજકારે ગયો અને પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો હોય એમ વિલાપ કરવા લાગ્યો. રાજાએ વિલાપનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, મારો એકનો એક પુત્ર સર્પ કરડવાથી ચેષ્ટા વગરનો બની ગયો છે, માટે હે દેવ ! આને જીવતો કરો, પછી રાજાએ સર્પનું ઝેર ઉતારનાર એવો નરેન્દ્રોને આજ્ઞા કરી એટલે તેઓએ પણ પોતાના મંત્ર-કૌશલ્યનો પ્રયોગ કર્યો. પરંતુ રાખમાં નાંખેલા ઘીની માફક તે નિષ્ફળ ગયો. આ મરેલાને જીવતો કરવો શક્ય નથી, તેમજ આ બ્રાહ્મણ પણ સીધી રીતે સમજાવી શકાય તેવો નથી. એમ વિચારી તેઓએ કહ્યું કે, “અત્યાર સુધીમાં પહેલાં જેને ઘરે કોઈ મૃત્યુ પામ્યો ન હોય ત્યાંથી તું ઘણી રાખ લાવ તો તેનાથી અમે આને જીવતો કરીએ ત્યાર પછી રાજાના હુકમથી દ્વારપાળો નગરીઓમાં, ગામોમાં તપાસ કરવા લાગ્યા, પણ એવું એક ઘર ન મળ્યું કે, અત્યાર સુધી જેને ત્યાં કોઈ મૃત્યુ પામ્યા ન હોય. રાજાએ પણ કહ્યું કે, “મારા કુલમાં પણ કુલકરો મૃત્યુ પામ્યા છે. ભગવાન ઋષભસ્વામી, ભરત ચક્રવર્તી, રાજા બાહુબલી, સૂયશા, સોમયશા અને બીજા અનેક મૃત્યુ પામીને કોઈ મોશે અને કેટલાક સ્વર્ગમાં ગયા. જિતશત્રુ મોક્ષે ગયા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy