SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ગમે તેટલાં પરિગ્રહ હોય તો પણ તેની ઈચ્છાની તૃપ્તિ થતી નથી, એટલું જ નહિ પણ અસંતોષ વધતો જ જાય છે— ૧૮૦ ‘કૈલાસ-હિમાલય સરખા સુવર્ણ અને ચાંદીના અસંખ્યાત પર્વતો થઈ જાય અને કદાચ તે લુબ્ધ મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે, પણ તેટલા પરિગ્રહથી પણ ઈચ્છાપૂર્ણ થતી નથી. કારણકે જેમ આકાશનો છેડો નથી, તેમ ઈચ્છાઓ પણ અંતવગરની અનંત છે.” (ઉ. ત્ત. ૯/૪૮) “પશુઓ સાથે ડાંગર અથવા સુવર્ણવાળી સંપૂર્ણ પૃથ્વી મળી જાય તો પણ તે એકની ઈચ્છા પૂર્ણ કરવા સમર્થ બની શકતી નથી– એમ સમજી તપશ્ચર્યાનું સેવન કરવું. કવિઓએ પણ કહેલું છેઃ– આ તૃષ્ણાનો ખાડો એટલો અગાધ છે, કે અંદર પૂરવા માટે ગમે તેટલું નાંખીએ તો પણ પુરાતો નથી. વળી નવાઈની વાત એ છે કે, તે પૂર્ણ કરવા માટે મોટા મોટા પુરણો નાંખીએ તેમ તેમ અંદર ખોદાતું જાય છે અને ખાડો વધતો જાય છે તથા ઘણા મોટા અતિઉન્નત વૈભવો મેળવીને પણ તૃષ્ણા અખંડિત જ રહે છે. મહાપર્વત પર આરૂઢ થએલો હવે ગગનમાં આરૂઢ થાઉં' એવી ઈચ્છા રાખે છે. ॥ ૧૧૧ || એ જ કહે છે– १६८ तृप्तो न पुत्रैः सगरः कुचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलक श्रेष्ठी, न नन्दः कनकोत्करैः ॥ ११२ ॥ અર્થ : સગરચક્રી પુત્રોથી સંતોષ નથી પામ્યો. કુચિકકર્ણ વણિક ગાયના ધણથી તૃપ્ત નથી થયો, તિલક શ્રેષ્ઠિ ધાન્યના ઢગલાથી સંતુષ્ટ થયો નથી અને નંદરાજા સોનાના ઢગલાથી તૃપ્તિ પામ્યો નથી. ॥ ૧૧૨ || ટીકાર્થ : બીજા ચક્રવર્તી સગર સાઠ હજાર પુત્રોથી તૃપ્તિ ન પામ્યો, કુચિકર્ણ ઘણાં ગાયોના ગોકુલોથી પણ તૃપ્ત ન થયો. તિલકશેઠ ધાન્યોથી તૃપ્ત ન થયો. નંદરાજા સુવર્ણની ટેકરીઓ મળવા છતાં પણ તૃપ્તિ ન પામ્યો– તેથી પરિગ્રહ એ અસંતોષનું જ કારણ છે. સગરાદિકની સંપ્રદાયથી આવેલી કથા આ પ્રમાણે જાણવી— સગર ચક્રવર્તીની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામનો રાજા અને સુમિત્ર નામનો યુવરાજ બંને પૃથ્વીનું રક્ષણ કરતા હતા. જિતશત્રુ રાજાને અજિતસ્વામી તીર્થંકર પુત્ર હતા અને મહાભુજાવાળા સુમિત્રને સગર ચક્રવર્તી નામના પુત્ર હતા. જિતશત્રુ અને સુમિત્ર બંનેએ દીક્ષા અંગીકાર કરી ત્યાર પછી અજિતસ્વામિ રાજા થયા અને સગર યુવરાજ થયો. કેટલોક કાળ ગયા પછી અજિતસ્વામિએ દીક્ષા લીધી અને ભરત માફક સગર ચક્રવર્તી રાજા થયો. આશ્રય કરનાર મુસાફરના થાકને દૂર કરનાર મહાવૃક્ષની શાખા માફક તે ચક્રવર્તીને સાઠ હજાર પુત્રો થયા. સગરના સર્વ પુત્રોમાં જનુ નામના મોટા પુત્રે એક વખત પિતાને ગમે તે કારણે સંતોષ પમાડી વરદાન પ્રાપ્ત કર્યું અને વરદાનથી ચક્રવર્તીના દંડાદિક રત્નો સાથે પોતાના બાંધવો સહિત પૃથ્વીના પર્યટન કરવાની ઈચ્છા જનુકુમારે પ્રગટ કરી. સગરે પણ તે રત્નો આપ્યા અને પિતાની રજા મેળવી તેઓએ ત્યાંથી પ્રયાણ શરૂ કર્યું. તેઓ સૂર્યથી પણ અધિક તેજસ્વી હજારો છત્ર મંડળવાળી મહાઋદ્ધિથી મહાભક્તિથી, દરેક જિનચૈત્યોની પૂજા કરતા હતા અને વિચરતા વિચરતા અનુક્રમે અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા એવા તે પર્વત ઉપર પોતાના બંધુઓ અને પરિમિત પરિવાર સાથે જનુએ આરોહણ કર્યું. તેના ઉપર એક યોજન લાંબું. અર્ધ યોજન પહોળું, ત્રણ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy