SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સુમિત્ર દેવલોક ગયા. મૃત્યુ સર્વ માટે સાધારણ છે. તો પછી તારા પુત્રનું મૃત્યુ કેમ સહન કરી લેતો નથી ?” બ્રાહ્મણે કહ્યું, તમારી વાત સત્ય છે, પણ મારે આ એક જ પુત્ર છે, માટે તમારે બચાવવો જ જોઈએ. ‘દીન અનાથનું રક્ષણ કરવું એ સત્પુરુષોનો નિયમ છે.' હવે ચક્રવર્તીએ કહ્યું કે બ્રાહ્મણ ! તું મૂંઝાઈશ નહિ. મરણના દુ:ખમાં ભવ-વૈરાગ્ય ભાવના જ માત્ર શરણ છે. ત્યારે બ્રાહ્મણે પણ એ જ પ્રમાણે કહ્યું કે, હે પૃથ્વીનાથ ! જો આ પ્રમાણે તમે સમજેલા છો તો સાઠ હજાર પુત્રોના મરણથી તમે પણ મોહ ન પામશો. ત્યાર પછી રાજાએ જેટલામાં પૂછ્યું કે, ‘આ શી હકીકત છે. ?' તેટલામાં સંકેત કરેલા સૈનિકોએ આવી બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. ભયંકર એવા આ સમાચારથી સગ૨૨ાજા મૂર્છા પામ્યા અને વજ્ર વડે જેમ પર્વત તેમ રાજા ભૂમિ પર ઢળી પડ્યા. મૂર્છા ઉતરી અને રાજાને ભાન આવ્યું, ત્યારે સામાન્ય માનવી માફક ક્ષણવાર રુદન કરીને સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યા- ‘મારા પુત્રો મારા વંશની શોભા વધારશે તો મને આનંદ કરાવશે-એવા પ્રકારની આશા સંસારને અસાર જાણવા છતાં પણ મેં કરી, તો મને ધિક્કાર હો આટલા પુત્રોથી મને તૃપ્તિ ન થઈ, તો બીજાને બે-ત્રણ કે ત્રણ-ચાર કે ચાર-પાંચ પુત્રોથી કેવી રીતે થાય ? મારા જીવતા આ પ્રમાણે અણધાર્યા તૃપ્તિ પામ્યા વગરનાની આ ગતિ થઈ તે આટલા મારા પુત્રો હોવા છતાં પણ મને તૃપ્ત કેવી રીતે કરી શકે? પુત્રોથી અતૃપ્તિવાળા તે આ પ્રમાણે વિચારી, તે મોટા પુત્રના પુત્ર ભગીરથનો રાજ્યભિષેક કરી અજિતનાથ ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી અક્ષયપદ પામ્યા. એ પ્રમાણે સગર ચક્રવર્તીની કથા પૂરી થઈ. કુચિકર્ણની કથા મગધદેશમાં સુઘોષા નામે ગામ હતું. ત્યાં કુચિકર્ણ નામનો પ્રસિદ્ધ ગ્રામવાસી હતો. ક્રમે કરીને તેને એક લાખ ગાયો એકઠી થએલી ટીપે ટીપે સરોવર આખું ભરાઈ જાય. જુદાં જુદાં ગોવાળોને પાળવા માટે તે ગયો અર્પણ કરી, પરંતુ બહાર તે ગોવાળિયાઓ આ સારી ગાય મારી છે, આ તારી નથી—એમ માંહોમાંહે એકબીજા લડવા લાગ્યા. કુચિકર્ણે ગાયોના વિભાગ પાડીને કોઈકને ધોળી, કોઈકને કાળી, કોઈકને રાતી, કોઈકને પીળી ગાયો એવી રીતે જુદા જુદા અરણ્યોમાં ગોકુળ સ્થાપન કર્યા અને ત્યાં વાસો કરીને તે દહી-દૂધનું ભોજન કરતો રહેતો હતો. દરરોજ દરેક ગોકુળોમાં ગોધનની વૃદ્ધિ કરતો હતો. મદિરાનો વ્યસની જેમ મદિરાથી તેમ દહીં-દૂધથી તે અતૃપ્ત બન્યો. એમ કરતાં તેને નીચે ઉંચે ફરતાથી રસવાળું અર્જીણ થયું અને આગની અંદર પડ્યો હોય તેવો, અંદર દાહ ઉત્પન્ન થયો. ‘અરે ! મારી ગાયો ! નવા વાછરડાઓ ! અરે મારા બળદો ! તમને હું પાછા ક્યારે મેળવીશ' એ પ્રમાણે ગોધનમાં અસંતોષ પામેલો મરીને તે તિર્યંચગતિ પામ્યો. એ પ્રમાણેની કુચિકર્ણની કથા. તિલક શેઠની કથા પૂર્વકાલમાં અચલપુર નામના નગરમાં તિલક નામનો શેઠ હતો તે નગરોમાં અને ગામડાઓમાં ધાન્ય સંગ્રહ કરતો હતો. તે ગ્રાહકોને અડદ, મગ, તલ, ડાંગર, ઘઉં, ચણા વગેરે દોઢું લેવાની શરતથી વેચતો હતો અને મોસમ આવે ત્યારે દોઢું વસુલ કરતો હતો. ધાન્યથી ધાન્ય, ધનથી ધાન્ય, પશુથી ધાન્ય એમ ગમે તે ઉપાયોથી તત્ત્વની માફક ધાન્યનું ધ્યાન કરતો ધાન્ય ખરીદ કરતો હતો. દુકાળના સમયમાં ધાન્યના વેપારમાં ઉપાર્જન કરેલા ઘણા ધન વડે ચારે તરફ ધનની જેમ ધાન્યના કોઠારો ભરી દીધા. વળી સુકાળ સમયમાં ધાન્ય ખરીદી ખરીદી એકઠું કર્યું. ‘પુરુષે એક વખત સ્વાદ ચાખ્યો હોય, પછી તેની આસક્તિ છૂટતી નથી' ધાન્ય-સંગ્રહમાં કોડો ક્રીડાઓનો વધુ પણ આ ગણકારતો ન હતો, તેમજ પંચેન્દ્રિય જાનવરો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy