________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧
૧૭૧
કે, અલિ ! મેં સુદર્શન સાથે રમણ કરી જ લીધું એમ જાણ. ચતુર રમણીઓ વડે કઠોર વનવાસી તપસ્યાઓ પણ સ્વાધીન બની ગયા, તો પછી કોમળ મનવાળો ગૃહસ્થ ક્યા હિસાબમાં ? જો હું એની સાથે સમાગમ ન કરે તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.' એમ વાતચીતો કરતાં કરતાં તેઓ ક્ષણવારમાં ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં નંદનવનમાં જેમ અપ્સરાઓ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરે, તેમ અભયા સાથે કપિલાએ ક્રિીડા કરી અને થાકી ગએલાં બંને પોત-પોતાના સ્થાનકે ગયા.
હવે અભયા રાણીએ પોતાની પ્રતિજ્ઞા સર્વ વિજ્ઞાનમાં નિષ્ણાત એવી પંડિતા નામની ધાવમાતાને જણાવી ત્યારે પંડિતાએ કહ્યું, અરે ઓ પુત્રિ ! તે આ મંત્રણા યોગ્ય કરી નથી. તે અજ્ઞ ! તું મહાત્મા પુરુષોની પૈર્યશક્તિ હજુ જાણતી નથી. જિનેશ્વરોની અને મુનિઓની સેવા-ભક્તિમાં નિશ્ચલ મનવાળો આ સુદર્શન છે. આ તારી પ્રતિજ્ઞા તેની આગળ નિષ્ફળ અને તિરસ્કારપાત્ર છે. બીજો સામાન્ય શ્રાવક પણ હંમેશા પરનાર-સહોદર હોય, તો પછી આ મહાસત્ત્વ-શિરોમણિ માટે તો શું કહેવું ? હંમેશા બ્રહ્મચર્ય ધનવાળા સાધુઓ જેના ગુરુઓ છે, એવા મહાશીલ આદિ વ્રતની ઉપાસના કરનાર તેનું અબ્રહ્મનું સેવન કેવી રીતે કરાવાય ? હંમેશા ગુરુકુલમાં રહેનાર સદા ધ્યાન અને મૌનનો આશ્રય કરનાર હોય તેને લાવવા કે તેની પાસે જવા માટે કોણ સમર્થ થઈ શકે? સર્પની ફણાના મણિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી સારી, પરંતુ તેના શીલનું ખંડન કરવાની પ્રતિજ્ઞા કદાપિ પણ સારી નથી. હવે અભયાએ ધાવમાતાને કહ્યું કે, કોઈ પ્રકારે એક વખત તું તેને અહીં લાવ, ત્યાર પછી જે કંઈપણ કરવાનું હશે, તે સર્વ હું જોઈ લઈશ, તારે છલ કરવાનું નથી. પંડિતા મનમાં કઈક વિચારીને બોલી કે, જો તારો આ નિશ્ચય જ છે, તો પછી આ એક ઉપાય છે કે પર્વ દિવસે તે અવાવરા ખાલી મકાન વગેરે સ્થલમાં કાઉસ્સગ્નમાં રહે છે, તે સ્થિતિમાં હોય ત્યારે જો લાવવો હોય તો લાવી શકાય, પરંતુ તે સિવાય તો લાવી શકાય નહિ. આ ઉપાય બરાબર છે અને તારે હંમેશા આ વિષયમાં પ્રયત્ન કરવો. આ પ્રમાણે રાણીએ કહ્યું. ત્યારે ધાવમાતાએ પણ તે કરવાનું સ્વીકાર્યું ત્યાર પછી કેટલાંક દિવસો વીત્યા બાદ જગતને આનંદ કરાવનાર કૌમુદી મહોત્સવ આવી પહોંચ્યો એટલે અધિક ઉત્સવ કરવાની ઈચ્છાવાળા ઉત્સુક ચિત્તવાળા રાજાએ રાજ્યરક્ષક પુરૂષોને આજ્ઞા કરી કે “પડતો વગાડીને નગર લોકોને જણાવો કે સર્વ લોકોએ સર્વઋદ્ધિ સાથે કૌમુદી-મહોત્સવ જોવા માટે ઉદ્યાનમાં આવવું.” એ રાજાનો હુકમ છે. “આવતીકાલે પ્રાતઃકાળમાં ચાતુર્માસમાં ધર્મક્રિયાઓ કરીશ' એવા મનવાળા સુદર્શને આ રાજશાસનમાં સાંભળી ખેદ-પૂર્વક વિચાર્યું કે, “પ્રાતઃકાલે મન તો ચૈત્યવંદન કરવા ઉત્સુક થાય છે અને પ્રચંડ રાજ આજ્ઞા ઉદ્યાનમાં જવા માટે થઈ છે. હવે કયો ઉપાય કરવો? જે થવાનું હોય તે થાવ' એમ વિચારી તેણે રાજાને ભેટવું આપી વિનંતી કરી કે, તમારી કૃપાથી આવતીકાલે પર્વદિવસ હોવાથી હું દેવાર્શનાદિ કરું. રાજાએ તેની વિનંતી માન્ય રાખી. બીજા દિવસે જિનેશ્વરોનું ભક્તિથી સ્નાત્ર, વિલોપન અને પુષ્પોથી અર્ચન કરી ચૈત્ય-પરિપાટી ફર્યો ત્યાર પછી સુદર્શન રાત્રે પૌષધવ્રત અંગીકાર કરી નગરના કોઈક ચોકમાં કાર્યોત્સર્ગ કરી રહ્યો. ધાવમાતા પંડિતાએ અભયાને કહ્યું કે, તારા મનોરથો કદાચ પૂર્ણ થશે ? પરંતુ આજે તું ઉદ્યાનમાં ન જઈશ. “આજે મારું મસ્તક દુઃખે છે. એમ રાજાને કહીને રાણી રોકાઈ ગઈ. સ્ત્રીઓ ખરેખર પ્રપંચ કરવાની વિદ્યાને તો વરેલી જ હોય છે. ત્યાર પછી લેપની બનાવેલી કામદેવની મૂર્તિને વસ્ત્રથી ઢાંકીને વાહનમાં સ્થાપન કરી પંડિતા રાજમહેલમાં પ્રવેશ કરવા ગઈ. ચોકીદારીઓ પૂછ્યું કે, “આ શું છે ? એમ કહી તેને રોકી ત્યારે કૂટકપટની સંપત્તિની ભાંડાગારિણી પંડિતાએ સ્કૂલના પામતા જણાવ્યું કે, શરીર-કારણે દેવી આજે ઉદ્યાનમાં નથી ગયા અને કામદેવ આદિકની પૂજા પણ મહેલમાં જ કરવાનાં છે, આ કામદેવની મૂર્તિનો પ્રવેશ