________________
૧૭૨
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવીએ છીએ. તેમજ આજે બીજા દેવોની મૂર્તિનો પણ પ્રવેશ કરાવાશે. લારપાલે તેને કહ્યું કે, આ પ્રતિમા બતાવીને જ જા એટલે કામદેવની મૂર્તિ ખુલ્લી કરી બતાવી અને ગઈ. પંડિતાએ પ્રતિહારને ગફલતમાં નાંખવા માટે બે ત્રણ બીજી મૂર્તિઓ લાવી પ્રવેશ કરાવ્યો. “અહો નારીઓની છેતરવાની કળા-કુશળતા કેવી હોય છે ! સુદર્શનને વાહનમાં સ્થાપન કરી ખેસથી ઢાંકી ચોકીદારોથી અલના નહિ પામેલી પંડિતાએ લાવી અયાને અર્પણ કર્યો. ત્યાર પછી વિકારો પ્રદર્શિત કરતી મદનાતુર બનેલી તેણે સુદર્શનને અનેક પ્રકારે ક્ષોભ પમાડ્યા પ્રયત્ન કર્યો અને કહ્યું, “હે નાથ ! આ કામદેવ તીક્ષ્ય બાણોથી નિઃશંકપણે મને હેરાન કરે છે. આ કંદર્પના જેવા તમે હોવાથી મે તમારું શરણ સ્વીકાર્યું છે તે સ્વામિ ! શરણ કરવા લાયક ! શરણ આવેલી પીડિત એવી મને બચાવો. “મહાપુરુષો પારકા કાર્ય માટે અકાર્ય પણ જરૂર કરે છે. તમને કપટથી અહિં લાવ્યા છીએ, તો તે વિષયમાં તમારે કોપ ન કરવો. પીડા પામેલાના રક્ષણ-કાર્યમાં કપટ ગણાતું નથી.” ત્યાર પછી ઉંચા પ્રકારે પરમાર્થ વિચારવામાં વિચક્ષણ સુદર્શન પણ દેવતાની પ્રતિમા માફક કાર્યોત્સર્ગમાં નિશ્ચલ ઉભો રહ્યો. ફરી પણ અભયાએ કહ્યું. “હે નાથ ! હું મનોહર હાવભાવથી તમને બોલાવું છું, તો મૌન બની ઉપેક્ષા કેમ કરો છો ? હવે કષ્ટવાળા વ્રતનો ત્યાગ કરો અને હવેથી તમે આવું કષ્ટ કાર્ય કરશો નહિ. મારી પ્રાપ્તિથી તમને વ્રતનું ફલ અને આત્માનું કાર્ય સિદ્ધ થયેલું. સમજવું હે માનદ ! ઝુરતી યાચના કરતી, નમ્ર બનેલી મને સ્વીકારો. સ્વીકારો. દેવયોગે ખોળામાં આવી પડેલા રત્નને શા માટે ગ્રહણ કરતા નથી ? હજુ ક્યાં સુધી સૌભાગ્ય-ગર્વનું નાટક કરશો?” એ પ્રમાણે બોલતી તેણે તેના હાથ વડે ગોળ પુષ્ટ ઉંચા સ્તન સખત ગ્રહણ કરાવ્યા અને પદ્મિની કમળના દાડા સરખી કોમળ બે ભુજાઓથી ગાઢપણે આલિન કર્યું. તેના આવા અનુકળ ઉપસર્ગોમાં પણ ધીર બુદ્ધિવાળો તે અડોલ રહ્યો. “મેરું કોઈ દિવસ ચલાયમાન થાય ખરો ? સુદર્શને વિચાર્યું કે, જો કોઈ પ્રકારે આનાથી મુક્ત થાઉં, તો જ કાર્યોત્સર્ગ પારવો નહિતર મને અનશન હો. “મરવાની ઈચ્છાવાળા હે મુર્ખ ! માન્ય કરવા યોગ્ય એવા મારું તું અપમાન ન કર, મનુષ્યોને શિક્ષા કરવી કે ઉપકાર કરવો એવા કાર્ય કરવામાં સમર્થ મનવાળી નારીને શું તું જાણતો નથી ?' હે જડ ! કામદેવને આધીન થયેલી મને તું આધીન થા, નહિતર તું યમરાજાનો મહેમાન બનીશ, એ વાતમાં સંદેહ ન રાખીશ” આ પ્રમાણે આવેશની હદમાં જેમ જેમ ચડવા લાગી તેમ તેમ મહાત્મા સુદર્શન ધર્મધ્યાનમાં ચડવા લાગ્યા. આ પ્રમાણે આખી રાત્રિ તેણે કદર્થના કરી, તો પણ તે ધ્યાનથી ચલાયમાન ન થયા “નાવડીના દંડ તાડન કરવાથી મહાસમુદ્ર કોઈ દિવસ ક્ષોભાયમાન બને ખરો ?' ત્યાર પછી પ્રભાત જોઈ તેણે નખો વડે પોતાનું શરીર વલોર્યું અને મોટા શબ્દથી ચીસો પાડી કે, “કોઈ પુરૂષે મારા પર બળાત્કાર કર્યો. તે પછી ત્યાં ઉતાવળા ચોકીદારો આવ્યા. ત્યારે તેઓએ કાર્યોત્સર્ગમાં રહેલા સુદર્શનને જોયા. “આમ આ સંભવતું નથી. એમ માની ચોકીદારોએ તરત રાજાને નિવેદન કર્યું. એટલે તેણે આવી અભયાને પૂછ્યું. તેણે રાજાને જણાવ્યું કે, “હે દેવ ! આપને પૂછીને અમે અહીં રોકાયા, ત્યારે પિશાચ સરખો આ અકસ્માત અહીં આવ્યો એટલે તેને એમ જોયો, બોકડાં જેવા ઉન્મત્ત કામ વ્યસનવાળા આ પાપીએ રમણ કરવાની ઈચ્છાથી મીઠાં વચનો વડે મારી માંગણી કરી. ત્યારે મેં તેને કહ્યું અરે ! અસતી માફક સતીની ઈચ્છા ન કર. ‘ચણા માફક મરી ચાવી શકાતા નથી. તે પછી તેણે બળાત્કારથી મારી આ સ્થિતિ કરી. તરત જ મેં પોકાર કર્યો. અબળામાં બીજું બળ ક્યાંથી હોય ? સુદર્શનમાં આ વાત અસંભવિત છે એમ માની સુદર્શનને વારંવાર પુછ્યું “આ શી હકીકત છે ? રાજાએ પૂછવા છતાં પણ સુદર્શન કંઈપણ ન બોલ્યો. “અતિશય ઘસેલું પણ ચંદન બીજાના તાપની શાન્તિ માટે થાય છે.” “પરદાર-ગમન કરનારા ચોરોનું મૌન એ પણ લક્ષણ છે.”