SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કરતી, ચપળ નેત્રવાળી, ખડા થએલાં, રોમાંચ કંચુકવાળી કપિલાએ કહ્યું કે, “અહિં કપિલ નથી, માટે કપિલાની સંભાળ લો. તમને વળી કપિલ કે કપિલામાં ક્યાં ભેદ છે ?' કપિલાની શું સંભાળ લેવી જોઈએ? એમ બોલતા સુદર્શનને વળી કપિલાએ કહ્યું કે, જ્યારથી માંડી તમારા મિત્રે અભૂત ગુણવાળા તમારી પ્રશંસા મારી પાસે કરી. ત્યારથી આ કામખ્વર મને હેરાન-પરેશાન કરી રહ્યો છે. ગ્રીષ્મના તાપથી તપેલી પૃથ્વીને જેમ મેઘનો સમાગમ થાય, તેવી રીતે મારા ભાગ્યથી વિરહ-પીડિત મને કપટથી પણ તમારું આગમન પ્રાપ્ત થયું છે હે નાથ ! આજે હું આપના આધીન બની છું. લાંબા કાળથી કામદેવના ઉન્માદથી વ્યાકુળ બનેલી મને તમારા આલિંગનરૂપ અમૃતવૃષ્ટિ વડે સાત્ત્વન આપો.” ત્યારે સુદર્શને મનમાં વિચાર્યું કે, દૈવને પણ મુશ્કેલીમાં મૂકનાર એવો આનો પ્રપંચ પણ વિચિત્ર છે, આ સ્ત્રીને ધિક્કાર થાઓ, ત્યાર પછી હાજર બુદ્ધિવાળા તેણે આમ કહ્યું કે હે ગાંડી ! યુવાનો માટે તારી વાત યોગ્ય ગણાય. પરંતુ હું તો નપુંસક છું. ફોગટ મારા પુરુષવેષથી તું ઠગાઈ જણાય છે. ત્યાર પછી તત્કાલ વિરક્ત બનેલી તેણે ઠીક જાઓ જાઓ.” એમ બોલતા દ્વારા ઉઘાડ્યા, એટલે સુદર્શન તેના ઘરમાંથી બહાર નીકળી ગયો. “આ નરકારમાંથી મારી થોડામાં મુક્તિ થઈ.” એમ વિચારતા સુદર્શન ઉતાવળા પગલે પોતાના ઘરે પહોંચ્યા,. ખરેખર આ સ્ત્રીઓ કૂડ કરવામાં રાક્ષસીઓ કરતાં પણ ચડી જાય તેવી છે, પ્રપંચમાં શાકિની જેવી, ચપળતામાં વીજળી સરખી ભયંકર છે. આવા પ્રકારની કુટિલ કપટી ચપળ જુઠી સ્ત્રીથી મને ભય લાગે છે. એ પ્રમાણે નિર્ણય કરી નક્કી કર્યું કે, હવે કોઈકના ઘરે કદાપિ એકલા ન જવું. શુભ આકરાં ધર્મકાર્યો કરતો જાણે સાક્ષાત્ મૂર્તસ્વરૂપે સજ્જનનો આચાર હોય તેવો તે કોઈ દિવસ ખોટો આચાર આચરતો ન હતો. એક દિવસ તે નગરમાં તેના યોગ્ય સમયે સમગ્ર જગતને આનંદના સ્થાનરૂપ ઈન્દ્ર મહોત્સવ પ્રવર્તી રહ્યો હતો. ચંદ્ર અને અગસ્તિથી વિરાજિત સાક્ષાત્ શરદકાળ હોય તેવા સુદર્શન અને પુરોહિત સાથે રાજા ઉદ્યાનમાં આવ્યો. આ બાજુ વિમાનમાં જેમ દેવી તેમ પાલખીમાં આરૂઢ થઈ કપિલા સાથે અભયારાણી રાજાની પાછળ ચાલી. દેહધારી સતીધર્મની જેમ છ પુત્ર સાથે સુદર્શનની પત્ની મનોરમાં પણ વાહનમાં બેસીને ત્યાં ઉઘાનમાં ગઈ. તેને જોઈ કપિલાએ અભ્યારાણીને પૂછ્યું કે, “સ્વામિનિ ! રૂપ અને લાવણ્યના સર્વસ્વ ભંડાર સરખી સુંદર વર્ણવાળી આગળ જનારી આ કોણ છે !' ત્યારે અભયારાણીએ કહ્યું કે, શું તું આને ઓળખતી નથી? આ પોતે ગૃહલક્ષ્મી સરખી સુદર્શનની ધર્મપત્ની છે તે સાંભળી વિસ્મય પામેલી કપિલાએ કહ્યું કે, હે દેવી ! જો આ સુદર્શનની ગૃહિણી હોય તો તેનું કૌશલ્ય મોટું ગણાય. રાણીએ પૂછ્યું કે, તેનું કૌશલ્ય મોટું કેવી રીતે ? ત્યારે કપિલાએ કહ્યું કે, તેણે આટલા પુત્ર ભાંડરણાઓ જન્મ આપ્યો તે. અભયાએ કહ્યું કે, સ્વાધીન પતિવાળી સ્ત્રી પુત્રોને જન્મ આપે. તેમાં કૌશલ્ય કર્યું ? ત્યારે કપિલાએ કહ્યું કે, વાત સાચી કે પતિ પુરુષ હોય તો તેમ બને, પણ સુદર્શન તો પુરુષવેશમાં ધારણ કરનાર નપુંસક છે. તે વાત તને કેવી રીતે ખબર પડી ? એમ રાણીએ પૂછયું ત્યારે સુદર્શનનો જે અનુભવ થયો હતો તે જણાવ્યો. અભયારાણીએ કપિલાને કહ્યું કે આ રીતે થયું હોય તો તે છેતરાઈ છે. હે મુર્ખ ! તે પારકી સ્ત્રીમાં નપુંસક છે, પણ પોતાની સ્ત્રીમાં તેવો નથી. ત્યાર પછી વિલખી થયેલી કપિલાએ ઈર્ષ્યાથી કહ્યું કે હું તો મુર્ખ ઠગાઈ પણ તમે ચતુર છો, તો તમારામાં કેટલી અધિકતા છે તે જોઈશું. ત્યારે અભયાએ જણાવ્યું કે, હે ભોળી ! રાગથી હાથ વડે પકડેલો જડ પત્થર પણ પીગળી જાય, તો પછી સજીવ પુરુષની મારી પાસે કેટલી તાકાત ? ઈર્ષ્યાપૂર્વક કપિલાએ પણ કહ્યું કે, આમ ફોગટ ગર્વ ન કરો, અને ગર્વ વહન કરતાં હો તો હે દેવી! તે સુદર્શનની સાથે ક્રીડા કરી બતાવો. એટલે રાણીએ અહંકારપૂર્વક તેને જણાવ્યું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy