________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૧
૧૬૯
ગર્ભમાં આવ્યા પછી ત્રણ મહિના વીત્યા બાદ ભાર્યાએ શેઠને પોતાના દોહલાઓ જણાવ્યા કે, જિનેશ્વરોની પ્રતિમાઓને સુગંધી જળથી અભિષેક કરવાની, વિલેપન કરવાની અને પુષ્પોની પૂજા કરવાની અભિલાષા થઈ છે તથા મુનિભગવંતોને વસ્ત્રાદિકથી પ્રતિલાભવાની, શ્રીસંઘની પૂજા કરવાની અને દીનોને દાન આપવાની મને ઈચ્છા થઈ છે. વિગેરે તેના દોહલા સાંભળી હર્ષિત મનવાળા શેઠે ચિંતામણિરત્ન માફક પૂર્ણ કર્યા. ત્યાર પછી નવ મહિના અને સાડા સાત દિવસ ગયા પછી શેઠાણીએ શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. તત્કાળે શેઠે હર્ષપૂર્વક શુભ દિવસે મહોત્સવપૂર્વક પુત્રનું ‘સુદર્શન’ એવું યથાર્થ નામ પાડ્યું. માતા-પિતાના ઉત્તમ મનોરથ સાથે ક્રમે કરી વયથી વૃદ્ધિ પામતા સુદર્શનને યથાયોગ્ય સમગ્ર કળાઓ પણ ગ્રહણ કરી. સાક્ષાત્ લક્ષ્મી સરખી મનોરમ કુળ અને આકૃતિવાળી મનોરમા નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. ચંદ્ર જેવો સૌમ્ય આકૃતિવાળો તે માત્ર માતા-પિતાના હર્ષ માટે ન થયો પણ રાજા અને સર્વલોકના હર્ષ માટે થયો.
આ બાજુ આ નગરીમાં રાજાના હૃદયમાં સ્થાન પામેલો વિદ્યા-સમુદ્રનો પારગામી કપિલ નામનો પુરોહિત હતો. વસંત ઋતુને જેમ કામદેવ સાથે તેમ સુદર્શન સાથે કપિલને સર્વ કાળની વિનાશ ન પામે તેવા પરમ મૈત્રીવાળી પ્રીતિ થઈ. જેમ બુધ સૂર્યનું તેમ આ પુરોહિત ઘણે ભાગે મહાત્મા સુદર્શનનું પડખું છોડતો ન હતો. કપિલ પુરોહિતને એક દિવસ કપિલા ભાર્યાએ પૂછ્યું કે, હંમેશના કાર્યોનું વિસ્મરણ કરીને તમે આટલો વખત ક્યાં પસાર કરો છો ? ‘હું' સુદર્શનની પાસે રહું છું' એમ કહ્યું એટલે સુદર્શન કોણ ? એમ કપિલાએ પૂછતાં તેણે જવાબ આપ્યો કે, સજ્જન પુરુષોમાં અગ્રેસર, જગમાં અદ્વિતીય પ્રિય દર્શન કરવા યોગ્ય મારા મિત્ર સુદર્શનને જો તું નથી જાણતી તો તું કંઈ જાણતી નથી.' તો પછી તમે તેને હવે ઓળખાવો એમ કહ્યું, એટલે કપિલે કહ્યું કે, એ ઋષભદાસ શેઠનો બુદ્ધિશાળી પુત્ર છે. વળી આ રૂપથી કામદેવ, કાન્તિથી ચંદ્ર તેજથી સૂર્ય, ગંભીરતાથી સમુદ્ર, ક્ષમા વડે ઉત્તમમુનિ. દાનમાં ચિંતામણિ ગુણરૂપી માણિક્યનો રોહણાચલ પર્વત પ્રિય વચન બોલવામાં જાણે સુધાકુંડ, પૃથ્વીના મુખના આભૂષણ સરખા એના સમગ્ર ગુણો કહેવા કોણ સમર્થ છે ? તે ગુણ-ચુડામણીનું શીલ કદાપિ સ્ખલના પામતું નથી.' પતિ પાસેથી તેના ગુણો સાંભળીને કપિલા કાવિલ બની અને તેના ઉપર અનુરાગવાળી થઈ. ઘણે ભાગે બ્રાહ્મણની સ્ત્રીઓ ચપળ હોય છે.' ત્યાર પછી યોગિની જેમ પરબ્રહ્મને તેમ કપિલા હંમેશા સુદર્શનના સમાગમના ઉપાયો વિચારવા લાગી.
કોઈક દિવસે રાજાની આજ્ઞાથી કપિલ બીજા કોઈ ગામ ગયો. ત્યારે કપિલા સુદર્શનના ઘરે ગઈ. કપટી એવી કપિલાએ સુદર્શનને કહ્યું કે, આજે તમારા મિત્રનું શરીર બરાબર ન હોવાથી અહીં તમને મળવા આવ્યા નથી. એક તો શરીરે કુશળતા નથી. બીજું તમારા વિરહથી પણ દુભાય છે, તે કારણે તમને બોલાવવા માટે તમારા મિત્રે મને મોકલી છે, ‘મને અત્યારે સુધી આ ખબર ન હતી.' એમ કહીને તરત જ તેના ઘરે આવ્યો. ‘પોતે સરળ હોય તેવા સજ્જનો બીજાના કપટની શંકા કરતા નથી’ ત્યાં પ્રવેશ કરતાં તેણે પુછ્યું કે, મારો મિત્ર ક્યાં છે ? કપિલાએ કહ્યું. આગળ ચાલો, અંદરના ભાગમાં તમારા મિત્ર સુતેલા છે. લગાર આગળ ચાલીને સુદર્શને પૂછ્યું કે, અહીં પણ કપિલ નથી, તો ક્યાંય ગયા છે ? ત્યારે કપિલાએ કહ્યું કે, શરીર બરાબર ન હોવાથી પવન વગરના સ્થાનમાં સુતેલા છે. માટે અંદરના શયનગૃહમાં જઈને ત્યાં તમારા મિત્રને મળો. ત્યાં પણ મિત્રને ન દેખતા પૂછ્યું કે કપિલા ! કપિલ ક્યાં છે ? એમ સ૨ળ આશયવાળા સુદર્શને પૂછ્યું ત્યાર પછી તે દ્વાર બંધ કરીને કામદેવને ઉત્તેજિત કરનાર પોતાના મનોહર અંગો કંઈક ખુલ્લા કરતી અને બારીક વસ્ત્રથી ઢાંકતી મજબૂત બાંધેલી નીવીની ગાંઠને પણ ઢીલી