________________
૧૬૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ બાજુ તે જ નગરીમાં સમગ્ર વેપારીઓમાં અગ્રેસર શ્રેષ્ઠ કાર્યો કરનાર વૃષભદાસ નામનો શેઠ હતો. તેને યથાર્થ નામવાળી જૈનધર્મની ઉપાસના કરનાર, શીલ રત્નાભૂષણ ધારણ કરનારી અહદાસી નામની ભાર્યા હતી. તે શેઠને સુભગ નામનો એક ભેંસો ચારનાર નોકર હતો. જે હંમેશા ભેંસોને વનમાં ચરાવવા લઈ જતો હતો. એક વખત મહા મહિને સંધ્યા-સમયે વનમાંથી પાછો કરતો હતો. ત્યારે તેણે વસ્ત્ર વગરના ઉઘાડા શરીરવાળા કાર્યોત્સર્ગ કરતા મુનિને જોયા આવી શિયાળાની રાત્રિમાં ઠુંઠા માફક જે સ્થિરતાથી ઉભા રહી કાઉસ્સગ્ન કરે છે, ખરેખર આ મહાત્માને ધન્ય છે. એમ વિચારો તે સુભગ ઘરે ગયો. જેમણે હિમની વેદના ગણકારી નથી, એવા તે મહામુનિના ચિંતનથી કોમળ મનવાળા તેણે રાત્રિ પસાર કરી. રાત્રિ પૂર્ણ થતા પહેલા સવારે તે ભેંસોને લઈને ત્યાં ગયો. જ્યાં કાઉસ્સગ્નમાં રહેલા મુનિ હતા. કલ્યાણી ભક્તિવાળો સુભગ તેમને નમન કરી ઉપાસના કરવા લાગ્યો, અહો ! તેવાઓમાં પણ કોઈક સ્વાભાવિક વિવેક હોય છે. જાણે શ્રદ્ધાથી તેના દર્શન કરવા માટે હોય તેમ આ સમયે સૂર્ય ઉદયાચલ પર આરોહણ કર્યું. કાર્યોત્સર્ગમાં રહેલા મુનિ “નમો અરિહંતાણં' એવા શબ્દોને ઉચ્ચારતા બીજા સૂર્ય હોય તેમ આકાશતલમાં ઉડ્યા. આ સાંભળી સુભગે વિચાર્યું કે, “નક્કી આ આકાશગામિની વિદ્યા છે.” એવી બુદ્ધિથી તેણે નમસ્કાર-પદ હૃદયમાં સ્થાપન કર્યું. જાગતાં, ઊંઘતા ઉભા રહેતા, ચાલતાં, રાત્રે અને દિવસ ઘરમાં કે બહાર, મલિન વસ્ત્ર કે શરીર હોવા છતાં પણ તે “નમો અરિહંતાણં' પદ બોલવા લાગ્યો. “એક જ ગ્રહણ કરનારા તેવા જ હોય છે. ત્યાર પછી શેઠે તેને પૂછયું કે, જગતમાં ઉત્કૃષ્ટ પ્રભાવ કરનાર પંચપરમેષ્ઠિ નમસ્કાર પદ તેને ક્યાંથી પ્રાપ્ત થયું ? એટલે ભેંસ ચારનારે સમગ્ર હકીકત જણાવી શેઠે બહુ સારું બહુ સારું એમ કહી તેને સમજાવ્યું કે આ માત્ર આકાશગમનના કારણવાળી વિદ્યા નથી પણ આ વિદ્યા તો સ્વર્ગ અને અપવર્ગ અર્થાત મોક્ષના પણ હેતભૂત છે. ત્રણે જગતમાં જે કંઈ સુંદર અને દુર્લભ વસ્તુ છે. તે સર્વ આના પ્રભાવથી સહેલાઈથી મળે છે. સમુદ્રના જળનું માપ કરવા કોઈ શક્તિમાન નથી.' તેમ આ પંચપરમેષ્ટિ-નમસ્કારનો વૈભવ-પ્રભાવ માપવા કોઈ સમર્થ નથી. હે ભાગ્યશાળી ! તે પુણ્યયોગે સુંદર પ્રાપ્ત કર્યું. પરંતુ મલિન વસ્ત્ર કે શરીરવાળા ઉચ્છિષ્ટોએ કદાપિ ગુરુનામ ન બોલવું જોઈએ. ત્યારે સુભગે શેઠને કહ્યું. વ્યસની જેમ વ્યસનને તેમ હું ક્ષણવાર પણ આ છોડવા શક્તિમાન નથી. ત્યારે શેઠે હર્ષપૂર્વક તેને આમ કહ્યું કે, તું આ આખો નવકારમંત્ર શીખી લે, જેથી આ લોક અને પરલોકમાં તારું કલ્યાણ થાય. ત્યાર પછી આખો નવકારમંત્ર પ્રાપ્ત કર્યો. જાણે નિધાન પ્રાપ્ત કર્યું હોય. તેમ સુંદર આશયવાળા સુભગે તેનું વારંવાર પારાયણ શરૂ કર્યું. આ ભેંસ ચારનારને આ નમસ્કારમંત્ર સુધા-તુષાની વેદના દૂર કરનાર થયો. આ પ્રમાણે આ સુભગ પંચપરમેષ્ઠિ નમસ્કારનો પાઠ કરવામાં વ્યસનવાળો બની ગયો, એમ કરતાં કેટલાંક કાળે વર્ષાકાળ આવ્યો. નિરંતર ફેલાતી મેઘધારા રૂપી બાણની શ્રેણિ વડે જાણે નવીન મેઘ આકાશ અને પૃથ્વીને બાંધી દેતો હોય તેમ કરતો હતો. આવા સમયે સુભગ પણ ઘરેથી ભેસો લઈને બહાર ગયો. ચરાવીને પાછો ફરતો હતો, ત્યારે વચમાં મહાપુરવાળી જળપૂર્ણ નદીને જોઈને તે લગાર ભય પામ્યો અને કંઈક વિચારતો ઉભો રહ્યો. ત્યાર પછી ભેસો તો નદી તરીને સામે કિનારે પહોંચી ત્યાર પછી આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નવકાર ભણતો કૂદકો મારી તે ઉંચે ઉડ્યો અને નદીના મધ્યમાં પડ્યો. ત્યાં કાદવનની અંદર યમરાજાના દાંત સરખો મજબૂત ખેરના કાષ્ઠનો ખીલો હતો, તે આના હૃદય-સ્થાનમાં પેસી ગયો, તો પણ તે જ પ્રમાણે તે પંચપરમેષ્ઠિ-નમસ્કારનું સ્મરણ કર્યા કરતો હતો. તે સમયે ખીલા વડે મર્મસ્થાન વિંધાવાથી તે કાલધર્મ પામ્યો. ત્યાર પછી તે શેઠાણી અદાસીની કુક્ષિમાં અવતર્યા. નમસ્કારમાં તલ્લીન બનેલાઓની સદ્ગતિમાં વિસંવાદ થતો નથી.