________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૦-૧૦૧
૧૬૭ હે દેવ ! તેઓએ તો તે જ ક્ષણે સ્વયં દીક્ષા અંગીકાર કરી છે, એ પ્રમાણે દ્વારપાળોએ રામને વિનંતી કરી. અરે ! મુક્તિમાર્ગ પર રહેલા તેઓ તો વંદન કરવા લાયક છે અને છોડી દેવા યોગ્ય છે, એ પ્રમાણે રામની આજ્ઞાથી તે જ ક્ષણે રક્ષકોએ નમસ્કાર કરી તેને છોડી દીધા. વિશલ્યા કન્યા અને સાથે આવેલી બીજી કન્યાઓ સાથે લક્ષ્મણે ત્યાં લગ્ન કર્યા અને ક્રોધ કરવામાં શિરોમણિ રાવણ યુદ્ધ કરવા માટે આવ્યો. રામને પ્રણામ કરીને ધનુષ્ય-બાણધારી લક્ષ્મણ યુદ્ધમાં જવા તૈયાર થયો. કારણકે “પરાક્રમી વીર પુરૂષોને વેવાહન ઉત્સવ કરતા પણ યુદ્ધનો ઉત્સવ મહાન હોય છે.” રાવણે જે જે ભયંકર અસ્ત્ર છોડ્યું તે લક્ષ્મણના અચ્ચે કેળના થડની જેમ છેદી નાંખ્યું. પોતાના હથિયારો ખંડિત થવાથી ક્રોધ પામેલા રાવણે ચક્ર ફેંક્યું. તે ચક્ર લક્ષ્મણની છાતી પર ચપેટા માફક પડ્યું પણ ધારથી વાગ્યું નહિ. તે જ ચક્ર લઈને લક્ષ્મણે રાવણના મસ્તકનો છેદ કરી નાંખ્યો. “કેટલીક વખત પોતાના જ અશ્વોથી પોતાને પડવાનું થાય છે.”
ર્ણની સળી સરખી નિર્મળ શીલથી શોભતી સીતાને રામે ગ્રહણ કરી અને બિભીષણને લંકાની રાજ્યગાદીએ સ્થાપન કર્યો. શત્રુનો વિનાશ કરી બંધુ, પત્ની અને મિત્ર સહિત રામ પોતાની અયોધ્યા નગરીમાં ગયા અને પારકી સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છાથી પણ રાવણ કુલનો ક્ષય કરીને નરકે ગયો. આ પ્રમાણે સીતા રાવણનું કથાનક પૂર્ણ થયું. / ૯૯ || તે કારણથી દુર્યજ્ય એવી પરસ્ત્રીનો પણ ત્યાગ કરવો. १५६ लावण्यपुण्यावयवां, पदं सौन्दर्यसम्पदः ।
નાના શત્ની-પપ, નહાત્ પરસ્ત્રિયમ્ | ૨૦૦ છે અર્થઃ લાવયથી પવિત્ર દેવાળી, સૌન્દર્યની સંપત્તિના સ્થાનભૂત, અને કળાઓમાં કુશળ એવી પણ પરસ્ત્રીનો ત્યાગ કરવો. || ૧૦૦ //
ટીકાર્થ: દુર્યજ્યપણાના કારણો કહે છે– લાવણ્ય, સ્પૃહણીયા રૂપાદિ ગુણોથી પણ વધારે ગુણવાળા પવિત્ર અવયવોવાળી, સૌન્દર્ય-સંપત્તિયુક્ત સ્ત્રીવર્ગને ઉચિત બોતેરકલા-સમૂહમાં કુશળ, પારકી સ્ત્રીઓમાં લાવણ્ય, રૂપ, ચતુરાઈ, હોવાથી છોડવી ઘણી મુશ્કેલી છે. તેથી આ હેતુ કહેવા પૂર્વક ત્યાગ કરવા જણાવ્યું છે. || ૧૦૦ છે. પરસ્ત્રી ગમનના દોષો કહીને પરસ્ત્રીથી વિરમેલાની પ્રશંસા કરે છે– १५७ अकलंकमनोवृत्तेः, परस्त्रीसन्निधावपि ।
સુદર્શનચ ફ્રિ ઝૂમ:, સુદર્શનસમુન્નત્તિઃ ? ૨૦૨ . અર્થઃ સમ્યગ્દર્શનની ઉન્નતિ કરનારા અને પરસ્ત્રીની પાસે પણ અકલંક મનોવૃત્તિવાળા સુદર્શન શેઠની તો અમે વાત શું કરીએ ? | ૧૦૧ ||
ટીકાર્થ : પરસ્ત્રી પાસે રહેવા છતાં પણ નિષ્કલંક ચિત્તવૃત્તિવાળા સુદર્શન નામના મહાશ્રાવકની અમે કેટલી સ્તુતિ કરીએ? સુદર્શનની હકીકત આ પ્રમાણે સંપ્રદાયથી સમજવી – સુદર્શનની કથા
અંગદેશમાં અલકાપુરી કરતાં ચડિયાતી ચંપા નામની નગરી હતી. ત્યાં નરવાહન (કુબેર) કરતા અધિક દધિવાહન નામવાળો રાજા હતો તેને દેવાંગનાઓના લાવણ્યને તિરસ્કાર કરનાર કળાઓમાં કુશળતાથી અભયા નામની મહાદેવી હતી.