SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય ૨૧ અને શ્રીમદ્ ગુરુશિષ્યનો સંબંધ કઈ રીતે થયો તે જોઈશું. ૨. જન્મ ધંધુકા નગરમાં ચાચિગ (ચાચો) શાહ નામનો મોઢ વણિક વસતો હતો, તેને પાહિની (ચાહિરી) નામની સ્ત્રી હતી. તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું કે “મેં એક અમૂલ્ય ચિતામણિ રત્ન ગુરુ મહારાજને સમર્પણ કર્યું, આ સ્વપ્નનું ફળ પૂછવા તે ઉપાશ્રયે ગઈ. આ વખતે ઉપરોક્ત શ્રી દેવચંદ્રસૂરિ ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમને પૂછવામાં આવતાં કહ્યું કે- “હે શ્રાવિકા ! તમને એક સુંદર પુણ્યશાળી અને મહિમાવંતો પુત્ર થશે, પરંતુ તે પુત્રરત્નને તમે ગુરુ મહારાજને અર્પણ કરશો અને તે શ્રી જૈનશાસનનો ઉદ્યોત કરશે !” ગુરુ વિહાર કરી ગયા. આ દિવસથી તેને ગર્ભ રહ્યો, અને નવ માસ પૂરા થતાં સંવત ૧૧૪૫ના કાર્તિક સુદી પૂર્ણિમાને દીને પુત્રનો જન્મ થયો. માતપિતાએ તેનો ઉત્સવ કરી ચંગદેવ એ નામ આપ્યું. ૩. દીક્ષા પુત્ર પાંચ વર્ષનો થયો, ત્યારે દેવચંદ્રસૂરિ પણ આ અવસર જોઈ પધાર્યા. સૂરિને વંદવા સર્વ સંઘ ગયો, ત્યારે માતા પણ આ પુત્રને લઈ વંદન કરવા ગઈ. આ વખતે પુત્ર ચંગદેવ બાલચેષ્ટા કરતો ગુરુના આસનપાટ ઉપર બેસી ગયો. આ જોઈને આચાર્યે માતાને કહ્યું કે “પ્રથમ મેં જણાવેલું સ્વપ્નનું ફળ યાદ છે કે? તે પૂર્ણ થવાનો હવે અવસર આવ્યો છે. તો અમોને તે પુત્ર ભાવસહિત આપો તો ઘણું પુણ્ય થશે.” પછી બાળકના અંગનાં લક્ષણો ગુરુએ જોયાં, અને તે પરથી કહ્યું કે “જો આ પુત્ર ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોય તો સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ યા વણિક કુળમાં જન્મ્યો હોય તો મહા અમાન્ય થાય. વણિક કુળમાં જન્મ્યો છે તેથી તે જો દીક્ષા ગ્રહણ કરે તો આ કલિયુગમાં કૃતયુગ પ્રવર્તાવે તેવો થાય ! ત્યારે પુત્રની માતા બોલી મારો પતિ કે જે માહેશરી-વૈષ્ણવ છે તે બહારગામ ગયેલ છે. જો તે કોપે તો તેને શો ઉત્તર દેવો?' આ સંવાદ પછી માતાએ પોતાના ભાવોલ્લાસપૂર્વક પુત્રને ગુરુને સોંપ્યો. ગુરુએ તેને શો ઉત્તર દેવો?' આ સંવાદ પછી માતાએ પોતાના ભાવોલ્લાસપૂર્વક પુત્રને ગુરુને સોંપ્યો. ગુરુએ તેને કર્ણ પુરીમાં ઉદયનમંત્રી પાસે તેને ઘેર રાખ્યો, અને ત્યાં વિદ્યાભ્યાસ કરતો વધવા લાગ્યો. હવે અહીં ચાચો શેઠ ઘેર આવતાં બાળકને જોયો નહિ, એટલે સ્ત્રીને પૂછતાં થયેલી હકીકત સાંભળી, ત્યારે બહુ સુખેદ થયો, અને અન્ન પાણીનો ત્યાગ કોપથી કરી શ્રી ગુરુપાસે કર્ણપુરી (કર્ણાવતિ) આવ્યો; એટલે શ્રી ગુરુમહારાજે એવો સજ્જડ પ્રતિબોધ આપ્યો કે તેણે પીગળી જઈ પોતાનો પુત્ર દીક્ષા લીએ તેની અનુમતિ આપી. ઉદયનમંત્રીએ શેઠને પોતાને ઘેર તેડી જઈ ઉત્તમ ભોજન કરાવીને કહ્યું કે “હે શેઠ ! આપે આપના પુત્ર ને ગુરુને આપ્યો તેથી મહાનું પુણ્ય ઉપાર્જન કર્યું છે. લ્યો આ ત્રણ લાખ મહોર. તેથી તમે ધર્મ કાર્ય કરજો . ચાચાશેઠે કહ્યું કે “મે ધનને માટે પુત્રદાન કર્યું નથી, તેથી મારે તે મહોરો જોઈતી નથી. મેં ધર્મને માટે કરેલ છે.” આમ કહી તે પોતાને ઘેર પાછો આવ્યો. ચંગદેવ જ્યારે નવ વર્ષનો થયો ત્યારે-સંવત ૧૧૫૪માં ગુરુએ દીક્ષા આપી, સોમદેવ મુનિ એ નામ આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy