________________
૨ ૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૪. સૂરિપદ એક સમયે ગુરુસાથે વિહાર કરતાં કરતાં તે સોમદેવ મુનિ નાગપુરે (નાગપુરમાં) આવ્યા, તે વખતે ધનદ નામનો વણિક વસતો હતો. તે પૂર્વભવના કર્મથી ઘણો ગરીબ હતો. તેણે ઘરની જમીન ખોદી ત્યારે કોલસાનો ઢગલો નીકળી આવ્યો. આ કોયલાને તેણે ઘરને આંગણે ભેગા કર્યા હતા. ધનદને ત્યાં સોમદેવ મુનિ ગુરુ સાથે ગોચરી માટે પધાર્યા, અને ધર્મલાભ આપ્યો. ત્યારે ધનદે કહ્યું કે ઘરમાં જુવારની ઘેંસ રાંધી છે, તે દેતાં શરમ થાય છે, છતાં તે સુજતો (પ્રાસુક) આહાર છે તે લેવાની કૃપા કરો, ત્યારે સોમદેવમુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે “આ વણિકના આંગણામાં તો સોના મહોરોનો ઢગલો પડ્યો છે, છતાં તે પોતાને નિર્ધન કેમ કહે છે?” ત્યારે ગુરુશ્રીએ જાણ્યું કે આ મુનિના સ્પર્શથી ખરેખર આ કોલસાનો ઢગલો સોના મહોરોનો થશે એમ વિચારી તેમણે તે ઢગલા ઉપર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું અને તેમ કર્યાથી તુરત તે કોલસાનો ઢગલો હેમનો થઈ ગયો. ધનદે આમ થયે તરત ગુરુશ્રીને કહ્યું કે “શ્રી સોમદેવમુનિને સૂરિપદ આપો, હું તે મહોત્સવ કરીશ.” એટલે ગુરુમહરાજે શિષ્યને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી તેમનું નામ હેમચંદ્રચાર્ય રાખ્યું સંવત ૧૧૬૨
૫. મંત્રસાધનો પ્રચંડ બ્રહ્મચર્ય શ્રી હેમાચાર્ય કાશ્મીર ભણી ચાલ્યા, અને ત્યાં પોતાના બળથી સરસ્વતી દેવીને પ્રત્યક્ષ બોલાવી તેની પાસે વર લીધો. પછી પોતાના ગુરુએ આપેલા સિદ્ધચક્ર મંત્ર સાધતા હતા. આ સાધવામાં શ્રી દેવેન્દ્રસુરિએ તથા મલયગીરિસૂરિ નામના બે આચાર્યોનો માર્ગમાં સમાગમ થયો. ત્રણે કુમાર નામના સંગ્રામમાં આવ્યા, ત્યાં એક ધોબી પાણીને આરે લુગડાં ધોતો હતો; ને લુગડાં ઉપર અનેક ભમરાઓ ગુંજાવર કરી રહ્યા હતા. શ્રી હેમસૂરિએ એક સાડીમાં ભમરા જોઈને તે પદ્મિની નારીના ચીર હોવાં જોઈએ, તેથી ધોબીને તે કોનાં લુગડાં છે એમ પૂછતાં તેણે કહ્યું કે “આ ગામના રાજાની રત્નાવતિ નામની પદ્મિની સ્ત્રી છે તેનાં છે. ત્રણે આચાર્યો રાજાને ત્યાં જઈ ધર્મલાભ આપ્યો. રાજાએ નિરવદ્ય સ્થાનકે ઉતાર્યા. હંમેશાં દેશના સમતાપોષક દેવાવા લાગી. આમ થતાં ચોમાસું પૂરું કરી પછી વિહાર કરવાનું જણાવ્યું તે ગામના રાજાએ ઘણું રહેવાનું કહ્યું, ત્યારે તેઓ તે વિનતી સ્વીકારી ન શક્યા કારણકે એક સ્થલે સુવિહિત મુનિ ન રહે અને રહેવાથી સંયમ ન સચવાય એમ શાસ્ત્રની આજ્ઞા છે. પછી “કોઈ કામ હોય તો કહો' એમ રાજાએ કહેતાં શ્રી દેવેંદ્રસુરિ બોલ્યા કે “એક છે તો ખરું, પણ જીભ ઉપડતી નથી. પણ તેથી વિદ્યા સિદ્ધ થાય તેમ છે. પછી આગ્રહ કરતાં કહ્યું કે તારી
સ્ત્રી પદ્મિની છે, તે જો નગ્નપણે અમારી સન્મુખ ઉભી રહે તો અમે વિદ્યા સાધી શકીએ. તે વખતે તું પણ તલવાર લઈને ઉભો રહે, અને જો અમે તન, મન, અને વચનથી કંઈ પણ ચૂકીએ, એક રોમમાં પણ તે સંબંધી કામ થાય તો અમોને હણી નાખજે., ગુણથી રાજી થયેલ રાજાએ હા કહી. પછી આચાર્યો ગિરનાર આવ્યા, અને ત્યાં જિનપ્રતિમા આગળ રહી નગ્ન પધિનિ પાસે આચાર્યો મંત્ર સાધવા લાગ્યા, અને નૃપ તલવાર લઈ ઉભો રહ્યો,
મેરુ ચૂલિકા નવિ ચળે, ન ચળે શેષ ફણીદ્ર;
વિધિ લિખત જિમ નવ ચળે, ન ચળે ચિત્ત મુનીંદ્ર. મુનિઓનું ચિત્ત ચળ્યું નહી, મંત્ર સધાયો, અને વિમલેશ્વર યક્ષ આવી ઉભો રહ્યો અને વર માંગવા કહ્યું. શ્રી દેવેન્દ્રસૂરિએ કાંતિથી જિનપ્રાસાદ શ્રીસેરીસમેમાં લાવવો, અને વિદ્યાવાદ પોતાને આપવો એ વર માગ્યો. શ્રી મલયગિરિ સૂરિએ સિદ્ધાંતોની વૃત્તિ કરું એવી શક્તિ માગી, જ્યારે શ્રી હેમાચાર્યે હું વચનબળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org