SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિરાધને સમજાવીને પાછો વાળ્યો. રામભદ્ર કિષ્ક્રિધાનગર પાસે લશ્કરનો પડાવ નંખાવ્યો અને યુદ્ધ કરવા માટે લંપટ સુગ્રીવને આહ્વાન કર્યું. આહ્વાન કરવા માત્રથી બનાવટી સુગ્રીવ ગર્જના કરતો આવી પહોંચ્યો. કારણકે “ભોજન માટે જેમ બ્રાહ્મણો, તેમ શૂરાઓ યુદ્ધ કરવા માટે આળસુ હોતા નથી. મદોન્મત વન હાથી સરખા તે બંને દુદ્ધર ચરણ સ્થાપન કરવાથી પૃથ્વીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. સરખા રૂપવાળા તે બંનેને દેખીને આપણો ક્યો અને શત્રુ કયો ? એ પ્રમાણે સંશય થવાથી ક્ષણવાર રામ ઉદાસીન જેવા થયા. જે બનવાનું હોય તે બનો' એમ વિચારી રામભદ્ર વજાવર્ત નામનો ધનુષ્ટકાર કર્યો. ત્યાર પછી તે ધનુષ્ટકારથી ક્ષણવારમાં સાહસગતિની રૂપ-પરાવર્તન કરનારી વિદ્યા હરણી માફક પલાયન થઈ ગઈ. અરે ! સર્વને પ્રપંચથી મુંઝવણમાં નાંખીને પરદારા સાથે રમણ કરવાની ઈચ્છા કરે છે ? હે પાપી ! તારું ધનુષ તૈયાર કર. એમ કહી તેની તર્જના કરી. રામે એક જ બાણથી તેના પ્રાણો હરણ કર્યા. હરણ મારવામાં સિંહને બીજા પંજાની જરૂર પડતી નથી. વિરાધ માફક સુગ્રીવને રામે રાજ્ય પર સ્થાપન કર્યો અને સુગ્રીવ પણ પહેલાની જેમ પોતાની પ્રજા વડે નમન કરાયો. આ બાજુ વિરાધ રામના કાર્ય માટે સૈન્ય લઈને આવ્યો. કારણકે કૃતજ્ઞ પુરુષો સ્વામિકાર્ય કર્યા વગર રહી શકતા નથી. ભામંડલ પણ વિદ્યાધર-સેના સાથે ત્યાં આવ્યો. કુલીન પુરુષોને સ્વામિકાર્ય તે ઉત્સવથી પણ અધિક ઉત્સવ છે. સુગ્રીવ જાંબુવદ્ હનુમાન, નીલ, નલ વગેરે પ્રસિદ્ધ પરાક્રમવાળા પોતાના સામંતોને ચારે બાજુથી બોલાવ્યા. વિદ્યાધર રાજાઓનાં સૈન્યો ચારે બાજુથી આવી ગયા પછી સુગ્રીવે રામભદ્ર પાસે આવી આ પ્રમાણે વિનંતી કરી કે, અંજના અને પવનનો પુત્ર આ વિજયી હનુમાન આપની આજ્ઞાથી લંકામાં સીતાના સમાચાર મેળવવા જશે. રામથી આજ્ઞા પામેલો અને પોતાને ઓળખાવનાર મુદ્રિકા આપીને પવનપુત્ર હનુમાન પવનની જેમ આકાશ-માર્ગે ગયો. ક્ષણવારમાં લંકામાં આવી પહોંચ્યો અને ઉદ્યાનમાં શિશુપાવૃક્ષની નીચે મંત્ર માફક રામનું ધ્યાન કરતી સીતાને જોઈ. વૃક્ષશાખામાં અદશ્ય બનેલા હનુમાને ઉપરથી સીતાના ખોળામાં ઓળખ માટે મુદ્રિકા, ફેંકી, તેને દેખી તે અત્યંત હર્ષ પામી. તરત જ ત્રિજટાએ રાવણ પાસે જઈને વિનંતી કરી કે, આટલો કાળ તો સીતા ચિતાવાળી હતી, પણ અત્યારે તો આનંદમાં આવી ગઈ છે. ત્યારે તેણે વિચાર્યું કે, જરૂર હવે તે રામને ભૂલીને મારી સાથે રમણ કરવાની અભિલાષાવાળી થઈ છે, એમ હું માનું છું માટે ત્યાં જઈ તું એને સમજાવ. એ પ્રમાણે મંદોદરીને આજ્ઞા કરી. ત્યાર પછી પતિના દૂત-કાર્ય માટે મંદોદરી ત્યાં ગઈ અને સીતાને પ્રલોભન આપતી વિનીત બની આ પ્રમાણે કહેવા લાગી. “આ રાવણ રાજા અપૂર્વ ઐશ્વર્ય સૌન્દર્યાદિ અનેક ગુણોથી અલંકૃત છે. રૂપ અને લાવણ્યની સંપત્તિ તારા અનુરૂપ છે, અજ્ઞાની દેવે તમારા બંનેનો યોગ ન સાધી આપ્યો, તો પણ અત્યારે તે યોગ થાઓ. માટે તમારું ધ્યાન કરતા સેવવા યોગ્ય રાવણની પાસે જઈને ક્રીડા કરો, હે સુંદર નેત્રવાળી ! હું અને બીજી સર્વ રાણીઓ તમારી આજ્ઞાને વહન કરીશું ત્યારે સીતાએ મંદોદરીને તિરસ્કારપૂર્વક કહ્યું, અરે ! પતિનું દૂત કાર્ય કરનારી પારિણી ! દુર્મુખિ ! તારા પતિ માફક તારું મુખ કોણ દેખે છે ? હું રામની પાસે જ રહેલી છું એમ જાણ, કારણ કે લક્ષ્મણ અહીં આવેલા છે, જે ખરાદિકની જેમ તારા બાંધવો સહિત તારા પતિને હણશે. હે પાપિણી ! તું અહિંથી ઊભી થા, ઊભી થા, હવે તારી સાથે મારે વાત પણ કરવી નથી, આ પ્રમાણે તિરસ્કાર પામેલી કોપ કરતી તે ત્યાંથી નીકળી ગઈ. હવે હનુમાન નીચે ઉતરી સીતાને નમીને બે હાથની અંજલિ જોડી બોલ્યો કે, “હે દેવિ ! ભાગ્યથી લક્ષ્મણ સાથે રામ જયવંતા વર્તે છે. રામથી આજ્ઞા પામેલો હું તમારા સમાચાર મેળવવા માટે અહીં આવ્યો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy