________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯
૧૬૩ ખેચરદેવીઓ ઉપદ્રવ પામતી હતી. જંગમ પર્વત સરખા મલ્લયુદ્ધ કરતાં તે બંનેના શસ્ત્રો છેદાઈ ગયાં. ત્યારે માંહોમાંહે ક્રોધથી મસ્તક-મુગટો અફાળવા લાગ્યા. ક્ષણવારમાં આકાશમાં ઉડતા, ક્ષણવાર ભૂમિ પર પડતા તે બંને વીરચૂડામણિ કૂકડા જેવા શોભતા હતા. મહાપ્રાણવાળા બંને એક બીજાને જીતવા સમર્થ ન બન્યા. એટલે વૃષભની જેમ ખસીને દૂર ઉભા રહ્યા. થાકી ગયેલ શરીરવાળો સુગ્રીવ ફરી યુદ્ધ કરવા અસમર્થ બન્યો. એટલે કિષ્કિધાપુરમાંથી બહાર નીકળી એક સ્થાને બેઠો. ત્યાં અસ્વસ્થ માનસવાળો બનાવટી સુગ્રીવ રહ્યો. પણ વાલિપુત્રે અંતઃપુરમાં પ્રવેશ કરવા મના કરી. નીચું મસ્તક કરીને સુગ્રીવ વિચારવા લાગ્યો કે, “અહો ! કોઈક સ્ત્રીલંપટી કપટ કરવામાં હોંશિયાર એવો મારો આ શત્રુ છે. મારા સ્વજનોને પણ શત્રુએ પ્રપંચથી વશ કરી પારકા બનાવ્યા, ખેદની વાત છે કે, પોતાના અશ્વોએ જ કપટથી છાપો મરાવ્યો. માયા પરાક્રમ કરવામાં સર્વોત્કૃષ્ટ શત્રુનો વધ મારે કેવી રીતે કરવો ? વાલિના નામને લજવનાર પરાક્રમભ્રષ્ટ મને ધિક્કાર થાઓ, મહાબળવાળા અખંડ પુરુષવ્રતવાળા વાલિ ખરેખર ધન્ય છે. જેણે તૃણ માફક રાજ્યનો ત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ કરી. જો કે મારો પુત્ર ચંદ્રરશ્મિ જગતમાં બળવાન છે, પરંતુ બે વચ્ચેના ભેદને ન સમજનાર તે કોનું રક્ષણ કરે કે કોને હણે ? પરંતુ ચંદ્રરશ્મિએ એટલું સારું કર્યું કે, તે પાપીનો અંતઃપુરમાં પ્રવેશ થવા ન દીધો, આ શત્રુને વધ કરવા માટે હું ક્યા બળવાનનો આશ્રય કરું ? કારણકે, “શત્રુઓ પોતાથી અથવા બીજા દ્વારા હણવા યોગ્ય છે.'
પાતાલ, ભૂમિ અને સ્વર્ગ એ ત્રણે લોકમાં પરાક્રમી મત્તના યજ્ઞને બંધ કરાવનાર રાવણનો શત્રુના ઘાત માટે આશ્રય કરું? પરંતુ એ તો સ્વભાવથી સ્ત્રીલંપટ ત્રણ લોકમાં કાંટા સરખો છે. તે વળી પોતે જ તેને અને મને તરત હણીને તારાને સ્વાધીન કરશે. આવા સંકટની પ્રાપ્તિમાં તો કઠોર પર સાહાય કરવામાં શક્તિમાન હતો. પરંતુ તેને તો રામે હણી નાંખ્યો છે, માટે તે રામ અને લક્ષ્મણ પાસે જઈ તેમની મૈત્રી કરું. તે સમયે પ્રાપ્ત થએલા વિરાધને પણ તેઓએ રાજ્ય અપાવ્યું હતું. શક્તિશાળી ભુજાબળવાળા તેઓ બંને અત્યારે તો વિરાધના આગ્રહથી પાતાળલંકામાં રહેલા છે? આ પ્રમાણે સુગ્રીવે પોતે એકાંતમાં વિચારીને વિશ્વાસવાળા એવા દૂતને વિરાધની નગરીમાં મોકલ્યો. તે દૂત પાતાલલંકામાં જઈને વિરાધને પ્રણામ કરીને પોતાના સ્વામીને હકીકત કહીને આ પ્રમાણે જણાવ્યું કે, “અમારા સ્વામી આવા પ્રકારના સંકટમાં પડ્યા છે, તો તે તમારા દ્વારા રઘુનંદનનું શરણ કરવા ઈચ્છા રાખે છે. “સુગ્રીવ અહીં તરત ચાલ્યો આવે. પુરુષોનો સમાગમ પુણ્યથી થાય છે. આ પ્રમાણે તેનાથી કહેવાએલા દૂતે આવીને તે હકીકત સુગ્રીવને જણાવી. ત્યાર પછી અશ્વોના હેષાવના શબ્દોથી સર્વ દિશાઓને મુખરિત બનાવતો વેગથી દૂરને પાસે કરતો ચાલવા લાગ્યો. પાડોશીના ઘર માફક તે પાતલલંકામાં પહોંચ્યો અને વિરાધને મળ્યો અને વિરાધ તેને મળ્યો. વિરાધે પણ આગળ થઈ રક્ષણ કરનાર રામભદ્રને નમસ્કાર કરાવ્યો, અને તેના દુઃખની હકકત જણાવી. સુગ્રીવે પણ એ જ પ્રમાણે કહ્યું કે, આ દુઃખમાં તમો જ શરણભૂત છો. “છીંક રોકાતા સર્વથા મુંઝાઈ ગયા હોઈએ ત્યારે સૂર્ય જ માત્ર શરણ છે અત્યારે પોતે સંકટમાં હોવા છતાં પણ તેઓ તેનું દુઃખ છેદવા માટે ગયા, કારણકે, “મહાપુરુષોને સ્વકાર્ય કરતા પણ પરકાર્ય માટે અધિક પ્રયત્ન હોય છે.' વિરાધે સીતાહરણનો વૃત્તાન્ત જણાવાએલા સુગ્રીવે બે હાથ જોડી અંજલિ કરી રામને વિનંતી કરી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરતા સૂર્ય જેવા આપ તો સર્વનું રક્ષણ કરનાર છો. આપને કોઈના કારણ કે સહાયની અપેક્ષા હોતી નથી તો પણ હે દેવ ! હું આપને વિનંતી કરું છું કે, આપની કૃપાથી શત્રુને ઠેકાણે કર્યા પછી મારા આખા સૈન્ય સાથે હું આપને અનુસરનારો બની હું તરત સીતાના સમાચાર લાવીશ. સુગ્રીવ સાથે રામભદ્ર કિન્કિંધા નગર તરફ પ્રયાણ કર્યું. પાછળ આવતા