SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ *✰✰✰* યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજી જગ્યા પર મને જન્મ આપ્યો અને માતાજીને કોઈક મુનિએ કહ્યું કે, જ્યારે ખર વગેરેને દશરથ પુત્ર રામ હણશે, ત્યારે તે તારા પુત્રને પાતાલલંકાની ગાદીએ બેસાડી રાજા બનાવશે તેમાં સંશય ન રાખવો તેથી આજે સમય પ્રાપ્ત કરીને આપનો આશ્રય કરું છું. અને આપે મને પિતાના વેરીનો વધ કરીને ખરીદેલો પોતાનો સેવક જાણવો. ત્યાર પછી મહાભુજાવાળા રામે તેને પાતાલલંકા અપાવી. સમય જાણનારાઓને સ્વામીઓ આપમેળે ફળીભૂત થાય છે. લક્ષ્મણ સાથે રામે આને ગાદી પર સ્થાપન કરવા જતા હતા ત્યારે હરાએલી વિદ્યાવાલા ભામંડલના સેવકને ભૂમિ પર પડેલો જોયો. રામને તેણે નમસ્કાર કરી પોતાનો, જટાયુ સીતા અને રાવણનો વૃત્તાન્ત નિવેદન કર્યો. હવે લક્ષ્મણને સાથે રાખી રામ પાતાલલંકામાં ગયા અને સત્ય પ્રતિજ્ઞાવાળા વિરાધને પિતાના રાજ્યની ગાદીએ સ્થાપન કર્યો. આ બાજુ સાહસતિ નામનો વિદ્યાધર અગ્રેસર આકાશમાં ભ્રમણ કરતા કરતાં કિષ્કિંધિનગરની નજીકમાં આવ્યો. તે વખતે કિષ્કૃિષિ નગરીનો સુગ્રીવ નામનો રાજા પોતાના પરિવાર સાથે બહાર ક્રીડા કરવા નીકળ્યો કારણકે રાજાઓ આવી સ્થિતિવાળા હોય છે. તે વખતે સાહસતિ અંતઃપુરમાં રહેલી સુગ્રીવની સુંદર નેત્રવાળી તારા નામની રાણીને દેખી તે રાણીના લાવણ્ય-નીકમાં ક્રીડા કરવાની ઈચ્છાવાળા તેને ગરમીથી પીડા પામેલા હાથી માફક બીજા સ્થાને જવાની ઈચ્છા ન થઈ. એટલે ક્ષણવારમાં આગળ ગમન કરવાનો નિષેધ કરીને જાણે સાક્ષાત્ કામદેવની આજ્ઞા માન્ય કરતો હોય તેમ તે ત્યાં જ રોકાયો. મનોહર એવી રમણી સાથે મારે કેવી રીતે રમણ કરવું ? એવી ઈચ્છામાં વ્યાકુલ બનેલો તે ક્ષણવાર ચિતવવા લાગ્યો ત્યારે પાછળ એકદમ સ્ત્રીવેશ ધારણ કરનાર નટ માફક વેશ અને રૂપ બદલવામાં કુશળ એવા તે સાહસગતિએ સુગ્રીવ રૂપ ધારણ કર્યું. હવે લંપટી કૃત્રિમ સુગ્રીવને સાચો સુગ્રીવ માનનારા અંગરક્ષકોએ સુગ્રીવના ભવનમાં જતો રોક્યો નહિ અને અંતઃપુરમાં દ્વાર પાસે જવા માટે તે જેવો ઉત્સુક બન્યો તેટલામાં સાચો સુગ્રીવ ફરીને પોતાના ભવન પાસે આવ્યો. પહેરેગીરોએ સુગ્રીવને અંદર પ્રવેશ કરવા ન દીધો અને કહ્યું કે, રાજાએ તો આગળ પ્રવેશ કર્યો છે. તું તો કોઈક બીજો છે.' ત્યાર પછી પહેરગીરોએ સાચા સુગ્રીવને ભવનમાં પ્રવેશ કરતા સ્ખલના કરી ત્યારે મંથન કરાતા સમુદ્ર સરખું અતુલ કોલાહલવાળું યુદ્ધ જામ્યું. બીજા સુગ્રીવને દેખીને શંકાથી વાલિપુત્ર અંતઃપુરના ઉપદ્રવનું રક્ષણ કરવા તેના દ્વાર પાસે ઉતાવળથી પહોંચી ગયો. નદીના પૂરને જેમ માર્ગનો પર્વત અટકાવે, તેમ વાલિપુત્રે ખોટા સુગ્રીવને અંતઃપુરમાં પ્રવેશ કરતા અટકાવ્યા. જગતના સારભુત એવા ચૌદ રત્નો સરખા ચૌદ અક્ષૌહિણી સેનાઓના સૈનિકો એકઠા મળ્યા. બંનેના સૈનિકો તેઓના ભેદને ન સમજી શકતા હોવાથી અર્ધા સાચા સુગ્રીવ તરફ અને અર્ધ બનાવટી સુગ્રીવ તરફ વહેંચાઈ ગયા. બંનેના સૈન્યોનું યુદ્ધ પ્રવર્ત્ય. ત્યારે ભાલાઓ અથડાતા હતા, ત્યારે આકાશ ઉલ્કાપાતવાળું બન્યું હોય તેવું જણાવા લાગ્યું. અશ્વવા૨ો અશ્વવારો સાથે, હાથી પર બેસનારાઓ, તેની સાથે, પાયદળો સૈનિક સાથે, રથવાલા રથિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા, પ્રૌઢ પ્રિય-સમાગમથી જેમ મુગ્ધારમણી તેવી રીતે ચતુરંગ સેના-સમૂહના મર્દનથી પૃથ્વી કંપવા લાગી અરે ! પારકા ઘરમાં પ્રવેશ કરનારા કૂતરા ! તું મારી સાથે લડવા આવ તેમ સત્ય સુગ્રીવે જારસુગ્રીવને લડવા બોલાવ્યો. ત્યાર પછી અસત્ય સુગ્રીવ તિરસ્કૃત થયેલ મદોન્મત્ત હાથી માફક જોરથી ગર્જના કરતો યુદ્ધ સન્મુખ બન્યો. ક્રોધથી લાલ લોચનવાળા તે બંને મહાયૌદ્ધાઓ જાણે યમરાજાના બે સગા ભાઈઓ હોય, તેમ જગતને ત્રાસ પમાડતા હતા. તે બંને યુદ્ધ-નિષ્ણાંતો માંહોમાંહે તીક્ષ્ણ શસ્ત્રોથી ધાસ છેદવા જેમ તીક્ષ્ણ શાસ્ત્રોને છેદતા હતા. બે પાડાના યુદ્ધમાં જેમ વૃક્ષ વન તેમ બે યોદ્ધાઓના મહાયુદ્ધમાં ઉછળતા શસ્ત્રોના ટુકડાઓથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy