SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૬૧ - નામના વિમાનમાં બેસીને દશકંધર રાવણે આજ્ઞા કરી કે, ‘હે વિમાનરાજ ! ઉતાવળથી ત્યાં પહોંચાડ કે જ્યાં જાનકી હોય. દશગ્રીવના મનની સ્પર્ધામાં હોય તેમ અત્યંત વેગપૂર્વક જતું વિમાન ત્યાં જાનકી પાસે પહોંચ્યું. અગ્નિથી જેમ વાઘ તેમ તેને દેખી રાવણ ઉગ્રતેજવાળા રામથી ભય પામી દૂર ઉભો રહ્યો અને એમ વિચાર્યું કે, આ બાજુ પરાક્રમી રામને જીતવો એ મુશ્કેલ છે અને આ બાજુ સીતાનું હરણ કરવું છે. એક બાજુ વાઘ છે, બીજી બાજુ પાણીથી ભરેલી નદી છે. ત્યાર પછી તેણે વિચાર કરીને અવલોકની નામની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે તરત અંજલિપૂર્વક કિંકરી માફક આવીને તે ઉભી રહી. ત્યાર પછી રાવણે તત્કાલ તેને આજ્ઞા કરી કે, ‘સીતાનું હરણ કરતા મને તું આજ સહાય કર.' વિદ્યાદેવીએ તેને કહ્યું કે, વાસુકીના મસ્તકનો મણિ ગ્રહણ કરવો સહેલો છે. પણ રામ સાથે બેઠેલી સીતાને દેવો કે અસુરો પણ ગ્રહણ કરી શકે નહિ. માત્ર એક ઉપાય છે કે, જો રામ તેના ભાઈના જ સિંહનાદથી લક્ષ્મણ પાસે જાય, કારણકે બંને વચ્ચે આ સંકેત થયેલો છે, તો પછી તેમ કર. આ પ્રમાણે કહેવાએલી તે વિદ્યાદેવીએ ત્યાંથી કંઈક આગળ જઈને સાક્ષાત્ લક્ષ્મણ હોય તેમ સિંહનાદ કર્યો. તે સાંભળી સીતાને ત્યાં રાખીને રામ એકદમ દોડ્યા. ‘માયાવીની માયા મહાન પુરુષોને પણ મુંઝાવનારી થાય છે ! પછી દશગ્રીવ રાવણ નીચે ઉતરી સીતાને પુષ્પક વિમાનમાં આરોપણ કરીને તને હરણ કરનારો હું રાવણ છું. એમ કહીને આકાશમાં ઉડ્યો. હવે સીતા વિલાપ કરવા લાગી હે નાથ ! હે રામ ! હે વત્સ લક્ષ્મણ ! હા પિતાજી ! હા મહાભુજાવાળા ભામંડલભાઈ ! અરે ! કાગડો જેમ બલિનું તેમ આ તમારી સીતાનું હરણ કરે છે. આ પ્રમાણે જેમ આકાશને રડાવતી હોય તેમ મોટા શબ્દથી સીતા રુદન કરવા લાગી. હે પુત્રી ! તું ભય ન પામ, હે રાક્ષસ ! ક્યાં ચાલ્યો ? રોષથી આમ બોલતો જટાયું પક્ષી તેની પાછળ દોડ્યો, ભામંડલના કોઈ નાના એક વિદ્યાધર મોટા અગ્રણીએ રાવણને તિરસ્કારતા કહ્યું કે, અરે ! ઉભો રહે ઉભો રહે, જટાયું પક્ષી રાવણની છાતીમાં પોતાના તીક્ષ્ણ નહોરથી હણવા લાગ્યો ત્યાર પછી ‘હે ઘરડા ગીધડા ! હવે તું જીવવાથી તૃપ્ત બન્યો છે કે શું ?' એમ બોલતા રાવણે ચંદ્રહાસ તલવાર ખેંચી તેને મારી નાંખ્યો તે વિદ્યાધરની વિદ્યાનું પણ રાવણે હરણ કર્યું એટલે પાંખ કપાયેલા પક્ષી માફક તે પણ ભૂમિ પર પડ્યો. ત્યાર પછી રાવણ લંકામાં ગયો અને સીતાને બગીચામાં રાખી, અને તેને પ્રલોભન કરાવવા માટે ત્યાં ત્રિજટા દાસીને મોકલી. શત્રુને હણનાર લક્ષ્મણ રામને સામે મળ્યા અને કહ્યું કે, ‘હે આર્ય ! સીતાને એકલી મુકીને તમે અહીં કેમ આવ્યા ? ‘તારા સંકટને જણાવનાર સિંહનાદ વડે બોલાવેલો હું અહીં આવ્યો છું. એમ જ્યારે રામે કહ્યું ત્યારે લક્ષ્મણે કહ્યું કે, મેં સિંહનાદ કર્યો જ નથી અને આર્યે સાંભળ્યો તો નક્કી આપણને કોઈકે ઠગ્યા છે. સતી એવી આ આર્યાનું હરણ કરવા માટે અને ઉપાયથી તમને દૂર કરવા માટે સિંહનાદ કરવાનું કારણ ઉભું કર્યું. આ વાતમાં લગાર શંકા ન સમજવી. રામ પણ ઠીક ઠીક એમ બોલતા લક્ષ્મણ સાથે પોતાના સ્થાને ગયા અને સીતાને ન દેખવાથી ‘તું ક્યાં છે ?’ એમ વિલાપ કરતાં મૂર્છા પામી ભૂમિ પર પડ્યા. મૂર્છા ઉતરી અને ભાન આવ્યું એટલે લક્ષ્મણે કહ્યુ કે, રડવાનું બંધ કરો. ‘આપત્તિઓમાં પુરુષોએ પુરુષાર્થ કરવો એ જ એનો સાચો ઉપાય છે.’ આ સમયે કોઈ એક પુરૂષે આવીને તેમને નમસ્કાર કર્યા અને તેમણે પૂછ્યું એટલે તેણે પોતાનો વૃતાન્ત આ પ્રમાણે જણાવ્યો. ‘પાતાલલંકા’ના સ્વામી ચંદ્રોદર નામના મારા પિતાને હણીને અશ્વના સ્થાને જેમ ગધેડાને તેમ તેના સ્થાને ખરને રાજા બનાવ્યો. તે સમયે ગર્ભવતી મારી માતાએ ત્યાંથી નાસીને
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy